બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: શું છે હોલ લાઇફ ઇન્શ્યોરન્સ?

આગળ જાણકારી લઇશું ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી પાસેથી.
ના રોજ પ્રકાશિત Mon, 10, 2020 પર 17:45  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાંકીય આયોજનમાં જેટલુ મહત્વ બચત અને રોકાણનું છે એટલુ જ સુરક્ષાનું પણ છે અને અને મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં ટર્મ પ્લાન Vs હોલ લાઇફ પ્લાન, ક્યો પ્લાન તમારે માટે સારો? દર્શકોનાં સવાલ.


મની મૅનેજરમાં અમે ઘણી વખત કહીએ છીએ કે નાણાંકીય આયોજનની ની શરૂઆતમાં તમારી સુરક્ષા સાથે કરો, જે માટે લાઇફ ઇન્શ્યોરન્સ લેવો જરૂરી છે તે આપણે સૌ જાણીએ છીએ પરંતુ લાઇફ ઇન્શ્યોરન્સમાં ટર્મ પ્લાન લેવો કે હોલ લાઇફ પ્લાન લેવો, આ પસંદગી કઇ રીતે કરવી તે અંગેની વિસ્તૃત ચર્ચા આજે આપણે કરીશુ અને આગળ જાણકારી લઇશું ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી પાસેથી.


શું છે ટર્મ ઇન્શ્યોરન્સ?


ટર્મ પ્લાન તમને લિમેટિડ ટાઇમ સુધી સુરક્ષા આપે છે. વ્યક્તિનાં મૃત્યુનાં સંજોગોમાં પરિવારને પુર્વનિર્ધારિત રકમ ટર્મપ્લાન આપે છે. ટર્મપ્લાનનો સમય સમાપ્ત થયા પછી મૃત્યુ થાય તો કોઇ લાભ મળતો નથી.


શું છે હોલ લાઇફ ઇન્શ્યોરન્સ?


હોલ લાઇફ ઇન્શ્યોરન્સ તમને જીવનભરનું કવરેજ આપે છે. ડેથ બેનિફિટ ઉપરાંત તમારા ભંડોળનું અમુક વળતર પણ મળી શકે છે. જો કેશ વેલ્યુ હોય તો જીવન દરમિયાન એમાથી અમુક રકમ ઉપાડી શકાય છે.


ટર્મ પ્લાન Vs લાઇફ પ્લાન-


ટર્મ પ્લાન અમુક સમયગાળા સુધી સુરક્ષા આપે છે. હોલ લાઇફ પ્લાન 99 વર્ષની ઉંમર સુધી સુરક્ષા આપે છે. ટર્મ પ્લાન, હોલ લાઇફ પ્લાન કરતા સસ્તો હોય છે. જો તમારા પાસે કૅશફ્લો હોયતો હોલ લાઇફ પ્લાન લઇ શકો છે. ઓછા પ્રિમિયમમાં ટર્મ પ્લાન ખરીદી બાકી રકમ ઇક્વિટી MFમાં રોકી શકાય છે. 85 વર્ષની ઉંમર સુધી ઇક્વિટીનું રોકાણ તમને ઘણુ વધારે વળતર આપી શકે છે. પરંતુ જરૂરિયાત પ્રમાણે ફંડનો ઉપયોગ અન્ય કોઇ જગ્યાએ થઇ શકે છે.