બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ક્યા ક્યા પ્રકારનાં હોય છે બોન્ડ?

ના રોજ પ્રકાશિત Wed, 19, 2018 પર 10:31  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે હું આપનું સ્વાગત કરુ છું. આજના મની મેનેજરમાં જાણીશું બોન્ડનાં રોકાણ અંગે ચર્ચા, જાણીશુ બોન્ડનાં પ્રકાર, દર્શકોનાં સવાલ.


રોકાણનાં વિવિધ વિકલ્પો માંથી આજે આપણે વાત કરીશું બોન્ડની, બોન્ડ કેટલા પ્રકારનાં હોય છે, ક્યારે અને ક્યા પ્રકારનાં બોન્ડમાં રોકાણ કરવાથી શું લાભ મળી શકે એ અંગેની ચર્ચા આપણે કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફાઇનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા.


ડેટનાં રોકાણ માટે બેન્ડએ એક સારો વિકલ્પ છે. બોન્ડ ઇશ્યુનાં ઘણા પ્રકાર હોય છે. આ બોન્ડની સાથે અમુક ટેક્સનાં ઇશ્યુ પણ સંકળાયેલા હોય છે. ટેક્સ ફ્રી બોન્ડ છે. આ બોન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ઓથોરીટી દ્વારા લાંબાગાળા માટે બહાર પડાય છે. આ બોન્ડનો સમયગાળો 10 થી 20 વર્ષનો હોય છે. ટેક્સ ફ્રી બોન્ડ પર મળતા વ્યાજ પર કોઇ ટેક્સ લાગતો નથી.


એટલે કે આ બોન્ડ ટેક્સ ફ્રી બોન્ડ છે. રોકાણકાર આ આવકને ટેક્સ ફ્રી આવક તરીકે રિટર્નમાં દર્શાવી શકે છે. ટેક્સેબલ બોન્ડ. આ બોન્ડ 10 વર્ષનાં સમયગાળા માટે હોય શકે છે. એક જ સંસ્થા ટેક્સ ફ્રી અને ટેક્સેબલ બન્ને બોન્ડ બહાર પાડી શકે છે. અહી બોન્ડ પર મળતા વ્યાજની ગણતરી આવક તરીકે થાય છે.


બોન્ડ પર મળતા વ્યાજની ગણતરી ઇનકમ ફોર અથર સોર્સ તરીકે છે. ટેક્સબલ બોન્ડ કરતા ટેક્સ ફ્રી બોન્ડ પર મળતુ વ્યાજ ઓછુ હોય છે. એલટીસીજીમાં રાહત આપતા બોન્ડ છે. કેપિટલ ગેઇનનો લાભ આપતા બોન્ડ પણ હોય છે. એલટીસીજી બચાવવા કલમ 54 EC હેઠળ બોન્ડમાં રોકાણ કરી શકાય છે. આ બોન્ડ પર મળતુ વ્યાજ ટેક્સેબલ હશે.


સવાલ-


3 વર્ષનું ઇનકમ ટેક્સ રિટર્ન નથી ભરાયુ તો હવે હોમ લોન કઇ રીતે મેળવી શકાય?


જવાબ-


ઘર લેવા માટેની કોઇ ખાસ ઉમર હોતી નથી. તમારી આવક ઈએમઆઈ ભરી શકો તેટલી હોય તો ઘર લઇ શકાય છે.