બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નવા નાણાંકિય વર્ષમાં શું કરવું?

ના રોજ પ્રકાશિત Wed, 05, 2017 પર 07:45  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે. મની મેનેજરમાં આજે નવા નાણાંકિય વર્ષમાં શું કરવું? કેવી રીતે પહેલાથી આયોજન કરવું? શું ધ્યાનમાં રાખવું?

દરેક નવી શરૂઆત પહેલા આપણે તેની આગોતરી તૈયારીઓ કરતા હોય છીએ. તો જ્યારે નવું નાણાંકિય વર્ષ શરૂ થઈ ગયું હોય તો તે તૈયારીમાં કેમ ચૂકી શકાય.. નાણાંકિય વર્ષ 2017-18 શરૂ થઈ ગયું છે ત્યારે તેવા ક્યા Resolutions છે જે આપણે લેવા જોઈએ નાણાંકિયા આયોજનમાં, તે આપણને જણાવશે ફૂલસર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.

નાણાંકિય વર્ષની શરૂઆતમાં તમારા ખર્ચાઓ ચકાસવા જોઈએ. દરેક ખર્ચાઓનું બજેટ બનાવવું જોઈએ. ખર્ચાઓનું બજેટ બનાવતી વખતે ખર્ચ વધારે લખવો પણ વાસ્તવિકતામાં ઓછો કરવો. કેશલેશ ન થઈ શકાય પણ લેશ કેશ ખર્ચાઓ કરવા અનિવાર્ય. બને ત્યાં સુધી ઓનલાઈન પેમેન્ટ કે પ્લાસ્ટિક કરંસી વાપરવી.


બચતને કેવી રીતે રોકવામાં આવે છે તે આવકમાં મોટો ભાગ ભજવે છે. તમારા ધ્યેયના આધારે રોકાણ કરવું જોઈએ. એસઆઈપીમાં લાંબા ગાળે રોકાણ કરવું જોઈએ. ડાઈરેક્ટ ઈક્વિટીમાં રોકાણ કરતા ફંડામેન્ટલ સ્ટોકની પસંદગી કરવી જોઈએ. સોનામાં રોકાણ સમયે પણ પેપર ગોલ્ડમાં રોકાણ કરવું વધારે સારૂ રહે.


ઈન્શ્યોરન્સને સમયાંતરે રિવ્યુ કરતા રહેવું જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સ અને હેલ્થ ઈન્શ્યોરન્સ ખુબ જરૂરી છે. ઘરની મુખ્ય કમાનાર વ્યક્તિનો ટર્મ પ્લાન હોવો અનિવાર્ય છે. પરિવારના દરેક સદસ્યને આવરી લેતો હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો. લોન લેતા સમયે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે લોન લેતા સમયે તમારા જીવનમાં કોઈ વસ્તુનો ઉમેરો થતો હોય તો લોન લેવી.


જીવન જરૂરીયાત માટે લોન લેવી જીવન શૈલી માટે નહિં. લોન સારી અને ખરાબ બન્ને હોય છે. હાલ હોમ લોન લેવામાં બેન્ક સાથે ચર્ચા કરવી જરૂરી છે. પર્સનલ લોનના વ્યાજદરમાં કંઈ ફેરફાર થયો નથી. ઘર લેવા માટે ભાડાના ઘરનો વિકલ્પ પણ સારો છે. ઘરના રેન્ટમાં આપણે 2% રિટર્ન આપતા હોય છીએ. ટેક્સ પ્લાનિંગ વર્ષની શરૂઆતથી જ કરવું જોઈએ.


EPS, ELSS કે ઈન્શ્યોરન્સ તમને ટેક્સ પ્લાનિંગમાં ઉપયોગી થઈ શકે. 2 બાળકોની ટ્યુશન ફિ તમને ટેક્સમાં ફાયદો અપાવી શકે છે. નાણાંકિય આયોજનમાં પ્રોફેશનલ હેલ્પ લેવી જોઈએ. નાણાંકિય આયોજનમાં તમને દરેક પ્રોડક્ટની માહિતી ન હોય એવું બની શકે. નાણાંકિય આયોજનમાં તમારા એક્સપર્ટ તમારો પોર્ટફોલિયો જાળવી શકે છે.