બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ક્યો સમય છે યોગ્ય રોકાણ માટે

ના રોજ પ્રકાશિત Tue, 16, 2017 પર 12:00  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ પણે કરાવતું આયોજન. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશુ માર્કેટની ઓલ ટાઈમ હાઈ પોઝીશન વિશે, ક્યો સમય છે યોગ્ય રોકાણ માટે અને આ સમયે શું કરવું જોઈએ?

બજારમાં રોકાણ કરવાના ઘણા સમય હોય છે, અને આમ તો એવુ કહેવામાં આવે છે કે રોકાણ માટે દરેક સમય યોગ્ય હોય છે. તો જ્યારે વાત આવે બજારના ઓલ ટાઇમ હાઇ હોવાની તો રોકાણમાં શું કરવું જોઈએ તે દરેકને સમસ્યા હોય છે. આજે આ જ મુદ્દા પર ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલસર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.

દરેક રોકાણને એક થિયરી સાથે કરવામાં આવે છે. જોખમ અને વળતર એક બીજા સાથે જોડાયેલા હોય છે. નાણાંને વિભાજીત કરી વિવિધ રોકાણમાં રોકવા જોઈએ. રોકાણમાં માનસિક સંતુલન જળવાયેલ રાખવું. પરસ્પર પોર્ટફોલિયોની સરખામણી ન કરવી જોઈએ. રોકાણ કરતા સમયે તમારી મનોસ્થિતી શું છે તે પણ ખુબ કામ કરે છે. રોકાણમાં તમે કેટલા નાણાં રોકો છો અને ખર્ચ કેટલો આવે છે તે જોવું જોઈએ.

સમગ્ર વિશ્વમાં લિક્વીડિટીનો ખુબ મોટો ફ્લો ચાલી રહ્યો છે. વિવિધ કારણોસર બજારમાં ઈક્વિટી તરફનું દબાણ વધી રહ્યું છે. પ્રાદેશિક રોકાણકારોનું મોટુ યોગદાન છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અંગે. ઈક્વિટી માર્કેટમાં કોર્પોરેટ અર્નિંગ્સ ખુબ સારા છે. હાલ વિવિધ એસેટ ક્લાસ ચાલી નથી રહ્યા. વ્યાજદર ઘટતા એફડી અને અન્ય દરમાં ઘટાડો થયો છે. રિયલ એસ્ટેટમાં રોકાણનો માર્ગ બંધ થયો છે.

છેલ્લા 5 વર્ષથી ઈક્વિટી બજારમાં રોકાણ હોય અને ધ્યેય ટૂંકાગાળામાં. આવવાનું હોય તો રોકાણમાંથી નિકળી જવું જોઈએ. હાલ મોટી રકમનું લમસમ રોકાણ ન કરવું જોઈએ. નવા રોકાણકારોએ રોકાણની સારી તક છે. નવા રોકાણકારોએ માસિક એસઆઈપી કરી શકાય.

ઈક્વિટી બજારમાં હાલ રોકાણને ધ્યેયના આધારે ફેરફાર કરવા જોઈએ. બજાર ઉપર જાય કે નીચે ઉતરે રોકાણમાં મુખ્ય ધ્યેયને રાખવા જોઈએ. એસઆઈપીમાં રોકાણકારોની સંખ્યા વધી રહી છે. પ્રાદેશિક રોકાણકારો હવે જાગૃત થયા છે અને MFમાં રોકાણ કરી રહ્યા છે. હાલ મોટાભાગના રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યાં છે.