બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: બોન્ડ માર્કેટની રૅલી સમયે શું કરશો?

ના રોજ પ્રકાશિત Tue, 10, 2018 પર 10:52  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આજના મની મેનેજરમાં બોન્ડ માર્કેટની રૅલી અંગે, રોકાણકારે આ સમયે શું કરવું? અને લઇશું દર્શકોનાં સવાલ.


હાલમાં આપણે એવી સ્થિતી માં છે જ્યા ફિક્સ ડિપોઝિટનાં વ્યાજ દર ઘટ્યા છે અને રોકાણકાર તેના વળતરથી અસંતુષ્ટ બની રહ્યાં છે જ્યારે બીજી તરફ સરકારની પોતાનું બોરોવિંગ 50% ઘટાડવાની પોલિસીની જાહેરાત અને પછી આરબીઆઈ દ્વારા વ્યાજ દર યથાવત રખાતા બોન્ડ માર્કેટમાં રેલી જોવા મળી રહી છે, તો આવા સમયમાં રોકાણકાર તરીકે આપણે શું કરવુ જોઇએ એ જ બાબતે આજે આપણે ચર્ચા કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી.


બોન્ડ ફંડનાં રોકાણકારને આ વર્ષે સારૂ વળતર મળી શકે છે. બોન્ડ પ્રાઇઝ વધતા કેપિટલ ગેઇન વધી શકે છે. રોકાણકારને માત્ર વળતર જ નહી કેપિટલગેઇન પણ થશે. બોન્ડ માર્કેટનાં રોકાણકાર ખૂબ ઓછા છે. બોરોવક બોન્ડ ઇશ્યૂ કરે છે, લેન્ડર નાણંનુ રોકાણ કરી વ્યાજ મેળવે છે.


બોન્ડ ટ્રાન્સફરેબલ હોય છે, તમે તેને વેચી શકો છો. બોન્ડમાં રૅલીનાં કારણો જોઇએ તો, બોન્ડમાં રૅલીનાં કારણો છે. સરકારનાં બોરોવિંગમાં ઘટાડો જોવા મળ્યો છે. ટ્રેડિંગ લોસિસની રેકવરી જોવા મળશે. મોનેટરી પોલિસીમાં ફેરફાર નહી. વ્યાજ દરમાં ઘટાડો બોન્ડની રૅલીનું મુખ્ય કારણ છે. સરકારનું બોરોવિંગ ઘટતા બોન્ડની રૅલીને મદદ મળી છે.


સરકારનું બોરોવિંગ ન કરે તો ખર્ચ પણ ઘટાડશે. પ્રાઇવેટ સેકર્ટર એક્ટિવ બનતા દેશનો વિકાસ થઇ શકે છે. સરકાર બોરોવિંગ ઘટાડી પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપી રહી છે. બોરોવર બોન્ડ ઇશ્યુ કરે છે, લેન્ડર પોતાનાં નાણાંનુ રોકાણ કરી તેના પર ચોક્કસ વ્યાજ મેળવે છે. વ્યાજદર પડે ત્યારે બધા બોન્ડ તરફ આર્કષાય છે.


પરિણામે બોન્ડની માંગ અને કિંમત વધે છે અને બોન્ડ હોલ્ડર કેપિટલ ગેઇન કરે છે. બોન્ડફંડ એવુ ફંડ છે જ્યા રોકાણકાર પોતાના નાણાં લાવે છે અને ફંડ મેનેજર તેના બોન્ડનો પોર્ટફોલિયો બનાવે છે. સરકારનું બોરોવિંગ ઘટતા બોન્ડની રૅલીને મદદ મળી છે.