બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: આઈટી રિટર્ન ભરતા પહેલા શું ધ્યાન રાખવું?

ના રોજ પ્રકાશિત Tue, 23, 2019 પર 11:34  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજરમાં આપણે સફળ નાણાંકીય આયોજનની વાત કરીએ છીએ અને આ માટે જે તે સમયે આપને ઉપયોગી હોય એવી માહિતી આપના સુધી પહોચાડવાનો પ્રયાસ અમે કરીએ છીએ તો આજે પણ આપના માટે ઉપયોગી એવી નવી માહિતી સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું આઈટી રિટર્ન ભરવાને ગણતરીનાં દિવસો બાકી, કઇ રીતે કરશો તૈયારી, દર્શકોનાં સવાલ.


આઈટી રિટર્ન ભરવાની છેલ્લી તારિખ 31 જુલાઇ નજીક આવી ગઇ છે, ત્યારે તેને લઇને તમારા મનમાં ઘણી મુંઝવણો હોઇ શકે છે, તો આ રિટર્ન ભરવા માટે તમારે કેવી તૈયારી કરી લેવી જોઇએ તે અંગેની ચર્ચા આજે આપણે કરીશું અને આગળ જાણકારી લઇશું સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોગિક બુક પુસ્તકનાં લેખક ગૌરવ મશરૂવાલા પાસેથી.


31 જુલાઇ ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારિખ છે. તમારી દરેક આવકની ગણરતી કરી લેવી. TDS (26 AS)નાં તમામ પેપર તૈયાર કરી લો. Form 16/16A તૈયાર કરી લો. તમે નોકરી કરો છો કે વ્યવસાય તે પ્રમાણે તમારે ફોર્મ ભરવાનાં રહેશે. નોકરિયાત વર્ગ ફોર્મ 16 ભરવાનો પહેશે. TDS (26 AS)માં તમારા કપાયેલા ટીડીએસની વિગત રિફલેક્ટ થાય છે.


TDS (26 AS)માં જે રિફ્લેકટ થશે તે જ તમે પાછો મેળવી શક્શો. આ વર્ષે આધાર અને પાન બન્નેની ડિટેલ આપી દેવી જાઇએ. સેલરી સ્લીપ જરૂર પડે તો આપી શકો તેની તૈયારી રાખવી. તમારી ઇનકમ ને લગતા કાયદા મુજબ 6 વર્ષ સાચવવા જોઇએ. સેક્શન 80C, 80G વગેરે સેક્શન મુજબની કપાત જોઇ લેવી. જેના પર ટેક્સની છુટ હોય તેવી આવકનાં તૈયાર રાખવા જોઇએ.


હોમ લોનનાં વ્યાજ પર મળતી છુટ લેવા માટે બેન્ક માંથી સર્ટિફિકેટ લાવવું. કેપિટલ ગેઇન ટેક્સની આવકમાં ગણતરી કરવાનું ભુલવુ નહી. એમએફ કંપની પાસે તમે કેપિટલ ગેઇનની વિગતો મેળવી શકશો. પ્રોપર્ટીની લે, વેચ કરી હોય તો તેના તમામ પેપર તૈયાર રાખવા જોઇએ.


રિફન્ડ બેન્ક ખાતામાં આવે છે, માટે તેની વિગતો ચકાસી લેવી જોઇએ. સેક્શન પ્રમાણે મળવા પાત્ર કપાતની માહિતી કાઠી લો. ઇનકમ કન્સપ્શન વેરીફાય કરી લો. કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનુ ભુલશો નહી. પાન અને અન્ય બેન્ક ડિટેલ ચકાસી લો.