બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નાણાંકિય આયોજનમાં શું ધ્યાન આપશો?

ના રોજ પ્રકાશિત Thu, 21, 2017 પર 10:18  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. હું આપસૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે કઇ રીતે બનશે આદર્શ MF પોર્ટફોલિયો?, નાણાંકિય આયોજનમાં શું ધ્યાન આપશો? અને દર્શકોના સવાલ.

નાણાંકિય આયોજનમાં પોર્ટફોલિયો બનાવવો ખૂબ જ મહત્વની બાબત છે. દરેક વ્યક્તિ માટે આદર્શ પોર્ટફોલિયો અલગ અલગ હોય છે તો કોણે કઇ રીતે પોતાનો આદર્શ પોર્ટફોલિયો બનાવવો એ વિષયે આજે આપણે ચર્ચા કરીશુ અને આજે આપણી સાથે જોડાયા છે યોર્સ ફાયનાન્શિયલિનાં લેખક અને ફાયનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર.

કલ્પેશ આશરનાં મતે નાણાંકિય આયોજન ધ્યેય અને ધ્યેયનાં સમયગાળા પર આધાર રાખે છે. સમયગાળો અને ધ્યેયનું વર્ગીકરણ 3 વર્ષ સુધી - ટુંકાગાળાનાં, 3-5 વર્ષ મધ્યમગાળાનાં, 5થી વધુ વર્ષ લાંબાગાળાનાં ધ્યેય ગણી આયોજન કરવું. નાણાંકિય આયોજન વખતે આપની રિસ્ક પ્રોફાઇલ પર પણ ધ્યાન આપવું.

ઓળખો તમારી રિસ્ક પ્રોફાઇલ અગ્રેસિવ રિસ્ક પ્રોફાઇલ, મોડરેટ રિસ્ક પ્રોફાઇલ અને કન્ઝરવેટીવ રિસ્ક પ્રોફાઇલ. અગ્રેસિવ રિસ્ક પ્રોફાઇલમાં 20 થી 30ની ઉંમરનાં લોકો માટે છે. લાંબાગાળાનાં ધ્યેય માટે ઉપયોગી છે. ઇક્વિટી બેઇઝ ફંડમા વધુ રોકાણ કરી શકે. 20-30વર્ષનાં લોકો માટેના રોકાણ માટે 85% ઇક્વિટી ફંડ છે. જ્યારે 15% ડેટ ફંડ છે. 25% લાર્જકેપ ફંડ છે, 10% ફ્લેક્સિ કેપ ફંડ છે, 50% મિડ-સ્મોલ કેપ ફંડ છે અને 10% ડેટ ફંડ છે.

40-50વર્ષનાં લોકો માટેના રોકાણ 40% લાર્જકેપ ફંડ છે, 10% મિડ-સ્મોલ કેપ ફંડ છે, 10% ઇક્વિટી બેઝ હાઇબ્રિડ ફંડ છે અને 30% ડેટ ફંડ છે. 60વર્ષ ઉપરના લોકો માટેના રોકાણ 40% ઇક્વિટી ફંડ છે, 10% ઇક્વિટી બેઝ હાઇબ્રિડ ફંડ છે અને 40% ફિક્સ ઇનકમ & લિક્વિડ ફંડ છે. 75% ફિક્સ ઇનકમ છે. 25% ઇક્વિટી ફંડ છે.

સિનિયર સિટિઝન માટેનાં રોકાણ તમારૂ કેપિટલ સેફ રહે એવા રોકાણ કરવા જોઇએ. બૅન્ક ફિક્સ ડિપોઝિટ, કંપની ફિક્સ ડિપોઝિટ અને ડેટ બેઝ ફંડ. ડેટ બેઝ ફંડમાં 3 થી 5 વર્ષ માટે રોકાણ કરી ટેક્સ ફ્રી વળતર મેળવી શકાય. કન્ટેન્જન્સી ફંડ માટે સેવિંગ ખાતા સાથે લિન્ક FDમાં રોકાણ કરી શકાય. સરકારનાં ટેક્સ ફ્રી બોન્ડ પણ રોકાણનો સારો વિકલ્પ બની શકે. બેન્ક કે કંપની FDમાં ઇન્ટરેસ્ટ પે આઉટ મોડ હોવો જરૂરી. MFનાં રોકાણ માટે SWP અથવા ડિવિડન્ડ પે આઉટ મોડ હોવો જરૂરી.

સવાલ: મારી પાસે બિરલા સન લાઇફની પોલીસી છે જેમાં હુ 7-8 વર્ષ થયા પ્રિમિયમ ભરૂ છુ. હાલ હુ જોવ છુ મે જેટલા રિટર્ન ભર્યા છે તેટલા પણ નથી મળતા તો મારે એ જાણવુ હતુ કે એ પોલિસીમાં મારે કન્ટિન્યુ કરવુ જોઈએ કે સરેન્ડર કરી દેવુ જોઈએ કારણકે હાલ તેમાં મને 70 હજારની ખોટ દેખાય રહી છે.

જવાબ: રિતેશભાઇને સલાહ છે કે આપ ખૂબ મોટી રકમ ઇન્શ્યોરન્સ પ્રિમિયમ તરીકે ભરી રહ્યાં છો, જે યોગ્ય નથી. તમારે તમારી વાર્ષિક આવકનાં 10 થી 12 ગણા કવર વાળો ટર્મ પ્લાન લેવો જોઇએ. રૂપિયા 1 કરોડનાં ટર્મ પ્લાન માટે રૂપિયા 10,000 થી 12,000 આવી શકે. પોલિસીની ડિટેલ સમજી વધુ પડતી પોલિસી પેઇડ અપ કે સરન્ડર કરી શકો.