બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ઇ-વોલેટમાં જમા રહેલી રકમનું શું થશે?

ના રોજ પ્રકાશિત Wed, 07, 2018 પર 13:09  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાં અને અમારૂ આયોજન, એટલે આ શો મની મૅનેજર. હું આપનું સ્વાગત કરુ છું તમારા ફેવરેટ શો મની મૅનેજરમાં, એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે જાણીશુ શા માટે ઇ-વોલેટનું KYC છે જરૂરી?, ઇ-વોલેટમાં જમા રહેલી રકમનું શું થશે? અને દર્શકોનાં સવાલ.

જે રીતે આપણે જાણીએ છીએ આપણી સરકાર દ્વારા ડિજીટાઇઝેશનને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. અને તેમાય નોટબંધી સમયથી E-વોલેટનો ઉપયોગ મોટા ભાગનાં લોકો કરી રહ્યાં છે, પરંતુ હવે જ્યારે તમામ પ્રિ-પેડ ઇનસ્ટ્રુમેન્ટ માટે KYC ફરજીયાત બનાવી દેવાયુ છે અને KYC માટેની ડેડલાઇન પણ લંબાવાય નથી ત્યારે ઘણા લોકોને તેમના આ -વોલેટમાં રહેલી જમા રાશીને લઇને ઘણી મુંઝવણો ઉભી થઇ છે. અને આવી જ મુંઝવણોને દુર કરવાનો પ્રયાસ આજે આપણે કરીશુ મની મૅનેજરનાં આ એપિસોડમાં. અને આ બાબતે આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.

પ્રિ-પેડ ઇનસ્ટ્રુમેન્ટનાં KYCની ડેડલાઇન 28 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ. નોટબંધી બાદ ઇ-વોલેટનો ઉપયોગ ઘણો વધ્યો છે. ઇ-વોલેટ માટે KYC ફરજીયાત બનાવાયુ. ઘણા ઇ-વોલેટ માટે KYC હજી સુધી નથી થઇ શક્યુ. 1-માર્ચથી KYC ન થયેલા ઇ-વોલેટનાં ઉપયોગમાં અમુક સમસ્યા આવી શકે. KYC માટે તમારી ઓળખ અને સરનામાનાં પુરાવા આપવા પડે છે. માત્ર આધાર કાર્ડ લિન્ક કરવવાથી KYC થઇ શકે છે. ઇ-વોલેટમાં જઇ KYC માટે રજીસ્ટર કરવુ પડશે. આપે સુચવાયેલા સેન્ટર પર જઇ મશીન પર ફિંગર પ્રિન્ટ આપવાની રહેશે.


ઇ-વોલેટનું KYC નથી થયુ છતા તમારી ઇ-વેલેટની રકમ ખર્ચી શકશો. ઇ-વોલેટનું KYC નથી થયુ તો તમે અન્યને રકમ ટ્રાન્સફર કરી શકશો નહી. ઇ-વોલેટનું KYC નથી થયુ તો તમે નવી રકમ ઇ-વોલેટમાં લોડ નહી કરી શકો. ઇ-વોલેટમાં પણ KYC માટેની લિન્ક અપાતી હોય છે. તમારા ઇ-વોલેટની માહિતી કોઇને મળે તો જ એનો દૂર ઉપયોગ થઇ શકે. આધારનો ડેટા લિન્ક થાય તો પણ તમારી પ્રાઇવસી પર ખતરો બની શકે. ઇ-વોલેટ નાણાંકિય વ્યવહારનુ એક માધ્યમ છે, તમે અન્ય માધ્યમ પણ વાપરી શકો. ઇ-વોલેટ સિવાય પણ તમે ડિજીટલી પેમેન્ટ કરી શકો છો.

સવાલ: મારો પગાર રૂપિયા 50,000 છે, સરકારી નોકરી કરૂ છુ. મારા રોકાણ આ મુજબ છે. એનપીએસ રૂપિયા 5000 મહિને, પોસ્ટમાં આરડી રૂપિયા 1000 મહિને, મારા ફિક્સ ખર્ચ છે. હોમલોન ઈએમઆઈ 25,000, એલઆઈસી 3000 દર ત્રણ મહિને, મેડિકલ ઇન્શ્યોરન્સ નથી. મારે આગળનું રોકાણ કેવી રીતે કરવું જોઇએ?

જવાબ: નિરવભાઈને સલાહ છે કે તમારે ટર્મ પ્લાન લેવો જોઇએ. ટર્મ પ્લાન દ્વારા તમે નાના પ્રિમિયમ પર મોટુ લાઇફ કવર લઇ શકો છો. મેડિકલ ઇન્શોયરન્સ લેવો પણ જરૂરી છે. તમારૂ મોટા ભાગનું રોકાણ ડેટમાં છે, ઇક્વિટીમાં રોકાણ કરી શકાય. ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું.