બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કેવુ રહેશે આવનારા 5 વર્ષમાં અર્થતંત્ર

ના રોજ પ્રકાશિત Wed, 29, 2019 પર 10:34  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા પર્સનલ ફાઇનાન્સને અસર કરતા દરેકે દરેક મુદ્દાની સમયસર માહિતી આપવા હાજર છે. આજના મની મેનેજરમાં જાણીશું નવી સરકાર પાસેથી અપેક્ષાઓ, નવી સરકાર આવતા ક્યા બનશે નવી તક, અને સત્તાના પુનરાવર્તનની તમારા આયોજન પર અસર.


સત્તાનું પુનરાવર્તન એ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય છે, ભારતની જનતાએ મજબૂત જમાદેશથી સ્થિર સરકાર પસંદ કરી છે, અને માટે જ જનતાને હવે સરકારથી ઘણી બધી આશા અને અપેક્ષાઓ છે, તો નવી સરકાર આપણા માટે કઇ નવી તકો ઉભી કરી શકે છે અને આપણને તથા આખા અર્થતંત્રને કઇ રીતે લાભ થઇ શકે છે તે અંગે જાણકારી લઇશું ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી પાસેથી.


ભાજપનો મેનિફિસ્ટો ઘણો મહતકાંક્ષી છે. સરકાર રૂરલ ડેવલપમેન્ટ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પર ધ્યાન આપશે. સરકાર હઉસિંગને ખાસ મહત્વ આપશે. સરકારનો ફોકસ રહેશે. હાઉસિંગ પર ઘણો ફોકસ રાખશે. વોટર & વોટર રિસાયકલિંગ પર ઘણો ફોકસ રાખશે. કનેક્ટિવિટી પર ઘણો ફોકસ રાખશે. નવા રોડ જલ્દીથી બનાવશે. હાલ આપણા દેશનું ઉત્પાદન 3 ટ્રિલિયન છે.


2025 સુધી રૂરલ ડેવલપમેન્ટ પર 5 ટ્રિલિયન રૂપિયા ખર્ચી શકે છે. જીડીપી 9-10 ટકા પહોચાડવાનું લક્ષ્યાંક રાખ્યો છે. આટલુ ગ્રોથ કરવા સરકારે ઘમી પોલિસી અને ઘણા રોકાણ કરવા પડશે. આપણા દરકે માટે ઘણી તકો આવશે પરંતુ જોખમ પણ વધી શકે છે. સરકાર તરફથી ઘણી નવી યોજનાઓ જાહેર થઇ શકે છે.


2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનાં પ્રયાસ સરકાર કરશે. જો આમ થાય તો ખેડૂતોને ઘણો મોટો લાભ થઇ શકે છે. ખેડૂતોને તેમના દરેક લાભ સીધા તેમના બેન્ક ખાતામાં આપવામાં આવશે. ભારતનાં ગામડાઓમાં લિક્વિડિટી વધશે. ખેડૂતોની ખરીદ શક્તિ વધશે. ઘણી ઇન્ડસ્ટ્રીઝને ઘણો બધો સેલ્સ વધી શકે છે. એગ્રેસીવ પોલિસી મેઝર્સ છે. આ ગ્રોથ રેટ હોય તો સ્ટોક માર્કટ ડબલ-ત્રિપલ થઇ શકે છે.


ખેડુતો માટેની સ્કીમૃ


ખેડુતો માટે પેન્સન સ્કીમ લવાશે. ખેડુત પાસે ખર્ચ કરવા માટે નાણાં વધશે. 2022 સુધી ખેડુતની આવક બમણી કરવાનાં પ્રયાસ છે. ખેડુતોનાં ખાતામાં સીધા નાણાં જમા થશે.


ઇન્ફ્રાસ્ટ્રકચર-


ઇન્ફ્રા માટે રૂપિયા 100 લાખ કરોડનું રોકાણ થઇ શકે છે. નેશનલ હાઇવે 2022 સુધી ડબલ કરી શકાય છે. એરપોર્ટ અને પોર્ટની સંખ્યામાં વધારો કરાશે. 2022 સુધી રિન્યુએબલ એનર્જી 77 જીડબલ્યૂથી વધારી 175 જીડબલ્યૂ કરાશે. ઇન્ડસ્ટ્રી, વેન્ડર, કોન્ટ્રાકટર દરેકનો વિકાસ થશે. બેન્કિંગની સુવિધા 5 કિમીમાં હશે. વોટર અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ પર ધ્યાન અપાશે.


દરેક વસ્તુનું વેચાણ વધતા જીએસટી કલેક્શન વધશે. જીએસટી કલેકશન વધતા ઇનકમ ટેક્સ ઘટી શકે છે. ફુગાવો અને વ્યાજ દર કાબુમાં રહેતા પ્રોફિટ વધશે. વ્યાજ દર ઘટતા ફિક્સ ઇનકમથી ઓછા વળતરની સંભાવના છે. આપણે માટે હાલનાં નવા બિઝનેસ માટે તક વધશે. તમારા નાણાં તૈયાર રાખો. બિઝનેસ ઓનરએ તમારા નાણાં બચાવી રાખો.