બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: લોન ક્યારે લેવી ક્યારે ન લેવી?

ના રોજ પ્રકાશિત Fri, 15, 2019 પર 10:26  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું ડેટ ટ્રેપની અને તેમાથી કઇ રીતે નીકળવું, એટલે કે લોનને કઇ રીતે મેનેજ કરવી, દર્શકોનાં સવાલ.


ગુજરાતી ભાષમાં એક કહેવત છે પગ એટલાજ લાંબા કરવા જેટલી તમારી ચાદર હોય, પર્સનલ ફાયનાન્સની બાબાતમાં વિચારીએ તો આ વાત લોન માટે એકદમ સાચી છે, ઘણીવાર લોન લેવી જરૂરી હોય છે પણ અમુક વખત આપણે માત્ર લેટેસ્ટ ટ્રેન્ડનાં ગેઝેટ માટે એટલે કે દેખાદેખી કે પછી સ્ટેટસ કોન્સીયસ થઇને લોન લેવાનો ખોટો નિર્ણય લઇ લઇએ છીએ


અને જો એક વખત લોન લેવાનો ખોટો નિર્ણય લેવાઇ ગયો તો પછી લોનમાંથી બહાર નીકળવુ ઘણુ જ મુશ્કેલ બને છે અને જેને કારણે વર્ષો સુધી આપણા નાણાંકિય આયોજનમાં સમસ્યા આવી શકે છે. તો આવુ ન થાય તે માટે લોન અથવા તો ઉધારીનાં એટલે કે ડેટ ટ્રેપ થી બચવુ જરૂરી છે અને જો એમા પડી ચુક્યા હોય તો બહાર કઇ રીતે આવવું એ અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી.


શું હોય છે ગુડ્સ લોન?


જે લોન લેવાથી પ્રગતિ થાય તો તે ગુડ લોન્સ છે. ઘર લેવા માટે લેવાતી લોન સારી લોન છે. બિઝનેસ માટે લેવાતી લોન પણ સારી લોન છે. લોન જ્યારે ન ચુકવાય ત્યારે લોન ઘાતક બને છે. લોન ન ચુકવાયક તો નાણાંકિય આયોજન નિષ્ફળ થઇ શકે છે.


કઇ રીતે નક્કી થશે લોનની મર્યાદા?


આવકનાં 1/3 ભાગનાં રૂપિયા ખર્ચ માટે જરૂરી હોય છે. આવકનો 1/3 ભાગનું રોકાણ થવુ જોઇએ. ઈએમઆઈ માટે આવકનો બાકીનો 1/3 ભાગ હોય છે. આવકનાં 40 થી 50 ટકાથી વધુ લોન ન જ લેવી જોઇએ.


લોન લેવાનાં શુ હોય શકે કારણ?


લીધેલી લોન કે પેમેન્ટ ચુકવાથી છે. પૈસા તેના ઉદ્દેશ્ય કરતા અલગ જગ્યાએ વપરાય જવા છે. અમુક લોસ ને ભરપાઇ કરવા છે. અમુક માંદગી કે અનઇચ્છનિય બનાવ બનતા છે. લીધેલી લોન ભરપાઇમાં ડિસિપ્લિન રાખો છો. જે નાણાં જેના માટે છે તેને માટે જ વાપરો છો. સટ્ટા વગેરેથી દુર રહો છો. મેડિકલ ખર્ચ માટે મેડિકલ ઇન્શ્યોરન્સ લઇ રાખો છો. બીજા માટે લોન લેતા પહેલા પુરતો વિચાર કરો છો. ચુકવવાની ક્ષમતા કરતા વધુ લોન સર્વાનાશ નોતરે છે. વધુ પડતી લોન જીવનમાં બીજી ઘણી સમસ્યા લાવી શકે છે.


આ કારણોથી ક્યારેય ન લો લોન?


વ્યસનનાં ખર્ચ પુરા પાડવા માટે લોન લેવાય છે. દેખાદેખીમાં લોન લેવાય છે. સ્ટેટસ જાળવવા માટે ખર્ચ માટે લોન લેવાય છે. લોન મળવી સરળ છે માટે લોન લેવાય જાય છે. બીજાથી ઓછા ન દેખાડવા માટે લોન લઇ ખર્ચ કરવા છે.


કોઇ સ્વજન તમને માર્ગદર્શન આપી શકે છે. સ્વજનની મદદથી લોન ક્લીયર કરી શકાય છે. અમુક વખત તમારી પ્રોપર્ટી વેચવી પડી શકે છે. એકવાર લોનનાં ચક્રવ્યુહમાંથી નીકળ્યા બાદ પછી ફરીથી લોન ન લો. લોન લેતા પહેલા આ સવાલોનો જવાબ આપો છો. લોન લઇ ખરીદેલી વસ્તુ સાચો આનંદ કે સન્માન નહી અપાવી શકે.


સવાલ-


મારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શરૂઆત કરવી છે, મને હાઇ રિટર્ન આપતા બેસ્ટ ફંડની સલાહ આપો?


જવાબ-


એસઆઈપી દ્વારા તમારે 8 થી 10 વર્ષ માટે રોકાણ કરવું છે. તમે મલ્ટીકેપથી રોકાણની શરૂઆત કરી શકો છો. ત્યારબાદ લાર્જકેપમાં રોકાણ કરી શકો છો.