બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ટ્રેડ વોરની ક્યા અને કઇ રીતે થશે અસર?

ના રોજ પ્રકાશિત Fri, 21, 2018 પર 15:14  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આજના મની મેનેજરમાં જાણીશું ટ્રેડ વોર અંગે ચર્ચા, ટ્રેડ વોરની ઇન્ડિયન ઇકોનોમી પર અસર, ટ્રેડ વોરની આપણા પર્સનલ ફાયનાન્સ પર અસર.


હાલમાં ઇન્ટરનેશલ માર્કેટમાં ટ્રેડ વોર ચાલી રહી હોય તેવો માહોલ બન્યો છે, તો આ શું ઘટના ક્રમ બની રહ્યો છે અને તેની ભારતીય અર્થતંત્ર પર અવે આપણા વ્યક્તિગત નાણાંકિય આયોજન પર આજે કે લાંબાગાળે શું અસર થઇ શકે છે તેની ચર્ચા કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી.


શું છે ટ્રેડ વોર?


ટ્રેડ વોરની આપણા નાણાંકિય આયોજન પર અસર કેવી હોય છે. એક દેશ બીજા દેશ પર ડ્યુટી લગાડે છે. જુદા જુદા દેશો વચ્ચે આયાત-નિકાસ થતી હોય છે. ચીન અને અમેરિકામાં લગભગ `35 લાખ કરોડનો વેપાર થાય છે. અમેરિકા ત્યા બનેલી વસ્તુને પ્રોત્સાહન આપવા ઇચ્છે છે. અમેરિકાએ ચીનની વસ્તુ પર ટેક્સ લગાડ્યો છે. લોકલ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળે તે અમેરિકાનો હેતુ. ચીન, અમેરિકાનાં માલ પર ડ્યુટી લગાડશે.


શું છે ટેરિફ?


દેશ વ્ચેચેનાં આયાત-નિકાસ પર લાગતો ટેક્સ, એટલે ટેરિફ છે. ચીનથી એક્સપોર્ટ થયેલા માલ પર અમેરિકામાં ટેક્સ લાગશે. ચીનથી આયાત થયેલી વસ્તુ અમેરિકામાં મોંઘી થશે.


ટ્રેડ વોરની અમેરિકા પર અસર-


ડ્યુટી વધારતા અમેરિકાનો બિઝનેસને પ્રોત્સાહન મળી શકે છે. લોકલ ઇન્ડસ્ટ્રી પાસે તમામ ઉત્પાદનની ક્ષમતા હોવી અશક્ય છે. ટ્રેડ વોરની નેગેટીવ અસર અમેરિકા પર પણ થઇ શકે છે. ઇમ્પોર્ટ મોંઘો થતા ઉત્પાદન ખર્ચ વધશે અને નફો ઘટશે. વસ્તુની કિંમત વધતા ગ્રાહકને મોંઘવારી નડશે. ગ્રાહકો ખરીદી મુલતવી રાખી દે છે, દેશનો વેપાર ઘટે છે. અમેરિકામાં ઇન્ફેલેશન વધી શકે છે. ટ્રેડ વોરની અસર અમેરિકાનાં ગ્રાહકો પર થઇ શકે છે.


ટ્રેડવોરની ભારત પર અસર-


ટ્રેડવોરની અસર ભારત પર વધુ નહી. ભારતને અમેરિકાથી મળતા ઓર્ડર ઘટી શકે છે. ભારતનાં માલનું અમેરિકામાં વેચાણ ઘટી શકે છે. અમેરિકામાં નિકાસ કરતી ભારતીય દવાની કંપની પર અસર થઇ શકે છે. ભારતનો રૂપિયો નબળો પડી શકે છે. ભારતીય સ્ટોક માર્કેટ તુટી શકે છે. ડોલરની માંગ વધતા રૂપિયો નબળો પડી શકે છે. ટ્રેડ વોરની આડકતરી અસર ભારત પર પડી શકે છે. ટ્રેડ વોરની અસર લાંબાગાળા સુધી નહી રહે છે.


કેવી હોવી જોઇએ આપણી રોકાણની રણનિતી?


ભારતમાં તેલનાં ભાવ વધી રહ્યાં છે. તેલનાં ભાવ વધતા ફુગાવો વધશે. ભારતમાં વ્યાજદરો ઉંચા જતા કંપનીનાં નફો ઘટશે. ઇક્વિટી શૅર કે MFનાં રોકાણ પર અસર પડી શકે છે. હાલ ઇક્વિટી બજારમાં વધુ રોકાણ ન કરવું જોઇએ. હાલ તમે એફડી કે લિક્વિડ ફંડમાં નાણાં રાખી શકો છો.


ટ્રેડ વોરની ચીન પર અસર-


ચીનની સરકારે અમેરિકાને ઘણી લોન આપી છે. ચીન પણ અમેરિકાની વસ્તુ પર ડ્યુટી લગાડશે. ચીનની ઉત્પાદન ક્ષમતા અમેરિકા કરતા ઘણી સારી છે. ચીન ટેક્નોલોજી પર ફોક્સ વધારી શકે છે. ઇન્ડો-ચાયના ટ્રેડ વધવાની શક્યતા છે.