બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: યૂએલઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડ ક્યાં કરવું રોકાણ?

ના રોજ પ્રકાશિત Mon, 19, 2018 પર 17:45  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે. આજના મની મેનેજરમાં આપણે જાણીશું યૂએલઆઈપી V/S મ્યુચ્યુઅલ ફંડ, યૂએલઆઈપી કે MF ક્યાં કરવું રોકાણ?, દર્શકોનાં સવાલ


બજેટ 2018માં ઇક્વિટી સ્ટોક્સ કે મ્યુચ્યુઅલ ફંડનાં રોકાણનાં વેચાણથી થયેલા રૂપિયા 1 લાખથી વધુના નફા પર 10% એલટીસીજી ટેક્સ લગાડાયો છે, પરંતુ આવો ટેક્સ, યુનિટ લિન્ક ઇન્શ્યોરન્સ પ્લાન પર લગાડાયો નથી. જેને કારણે અમુક ઇન્શ્યોરન્સ કંપનીઓ હાલમાં આ મુદ્દા પર પણ પોતાનાં પ્લાનસ નું માર્કેટિંગ કરી રહી છે.


શું આ વાત ખરેખર યોગ્ય છે? શુ ખરેખર MF કરતા યૂએલઆઈપીનાં રોકાણ આકર્ષક બન્યાં છે, આ સવાલ ઘણા રોકાણકારોને મુંઝવી રહ્યો છે. અને સવાલો પર જાણકારી લઇશું યોર્સ ફાયનાન્શયલિ બુકનાં લેખક અને સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર.


કલ્પેશ આશરનું કહેવું છે કે લોકો લો-કોસ્ટ અને ટેક્સ ફ્રી ગણાતા યૂએલઆઈપી પ્લાન તરફ આકર્ષાય રહ્યાં છે. રોકાણનાં વિકલ્પોની પસંદગી કોઇ સડન રિએક્શન પરથી ન કરવી જોઇએ. યૂએલઆઈપી હાલમાં ભલે ટેક્સ ફ્રી છે પરંતુ ભવિષ્યમાં પણ કરમુક્ત જ હશે એ નક્કી નથી. રોકાણના નિર્ણય પહેલા યૂએલઆઈપી અને ઇક્વિટી MFની સરખામણી કરવી હિતાવહ છે. MFનાં ટોટલ ખર્ચ રેગ્યુલેટ થતા હોય છે જ્યારે યૂએલઆઈપી પર ઘણા બધા હિડન ચાર્જ લાગે છે.


કલ્પેશ આશરનું કહેવું છે કે યૂએલઆઈપી પર લાગતા ચાર્જ લાંબાગાળે વેલ્થ ક્રિએશન પર અસર કરી શકે છે. MFનાં ટ્રેક રેકોર્ડસમાં તમે યૂએલઆઈપીની સરખામણીએ સારૂ વળતર આપતા ઘણા ફંડ જાણી શકો છે. યૂએલઆઈપી રોકાણ અને ઇન્શ્યોરન્સનું મીક્સ છે, જે સલાહભર્યું નથી. માત્ર કર રાહત માટે ઇન્શ્યોરન્સ ન લેવો જોઇએ. નિર્ણય કરતા પહેલા પ્રોડક્ટને બરાબર સમજી લો. યૂએલઆઈપી અને ઈએલએસએસ બન્ને 80c હેઠળ ડિડક્શનનો લાભ આપે છે.


કલ્પેશ આશરનું કહેવું છે કે યૂએલઆઈપી પર એલટીસીજી ટેક્સ લાગતો નથી. ઇન્શ્યોરન્સ પ્રોડક્ટમાં રોકાયેલી રકમ વિડ્રોવલ સમયે ટેક્સ ફ્રી મળી શકે છે. યૂએલઆઈપી માટેનો લોક ઇન પિરિયડ 5 વર્ષ છે. ઈએલએસએસનો લોક ઇન પિરિયડ 3 વર્ષ છે,જે 80c મુજબનાં રોકાણમાં સૌથી ઓછો છે. યૂએલઆઈપીને 5 વર્ષ પહેલા સરન્ડક કરતા એક્સિટ લોડ લાગશે. MFમાંથી એક વર્ષ પહેલા બહાર આવીએ તો 1% એક્સિટ લોડ લાગશે.


કલ્પેશ આશરનું કહેવું છે કે યૂએલઆઈપી પર એડમિન ચાર્જ, ફંડ મેનેજર ચાર્જ વગેરે લાગે છે. યૂએલઆઈપી 5 વર્ષ સારબ વળતર આપી શકે, પણ આ 5 વર્ષ ખર્ચ પણ થયો હોય છે. પહેલા 5 વર્ષમાં તમારા નાણાંથી કંપનીને ઘણો લાભ મળે છે માટે તમારા નાણાં લોકઇન છે. ઇન્શ્યોરન્સ અને રોકાણને અલગ રાખવા હિતાવહ છે.