બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: બજેટ પહેલા ક્યાં કરવું રોકાણ

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 08:24  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાં એ જીવનનું એક મહત્વનું અંગ છે. કોઈ વ્યક્તિ એવું નહિં હોય જેને તેના વિના ચાલી શકે. દિવસ શરુ થતા દિવસનો અંત આવે ત્યાં સુધી આપણે રોજીંદી કોઈ ચોક્કસ રકમ વાપરતા જ હોય છીએ. આજે મની મેનેજરમાં આપણે જાણીએ ડિમોનેટાઈઝેશન બાદ બજાર, બજેટ પહેલા ક્યાં કરવું રોકાણ, અને દર્શકોના સવાલ પર.

ડિમોનેટાઈઝેશન બાદ હવે પરિસ્થિતી સામાન્ય થઈ રહી છે તેવામાં ઘણા લોકોને રોકાણ કરવા અંગે મુંજવણ ઉભી થઈ રહી છે તેમજ હાલના રોકાણ પર પણ શું પગલા લેવા તેવા સવાલો ઉત્પન્ન થઈ રહ્યાં છે, ત્યારે બજેટ 2017 પણ આવી જ રહ્યું છે, તો સંભાવનાઓનું બજાર જોરમાં છે તેવામાં તમારા રોકાણ સાથે શું કરવું તેના પર ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.

હાલ ક્યાં કરવું રોકાણ તો ફિક્સ્ડ ઈનક્મ પ્રોડક્ટ જેમ કે એફડીને અસર થઈ છે. એફડી રેટમાં ઘટાડા સામે ડૅટ ફંડ ઓપ્શન છે. ડૅટ ફંડ કેટેગરીમાં વૃદ્ધિ થઈ રહી છે. હોમ લોનના ફેરફાર બાદ તેના રેટમાં ઘટાડો થયો છે. બેન્ક સાથે હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ પણ રેટ ઘટાડી રહી છે. ઈક્વિટી બજારની સીધી અસર રોકાણ પર દેખાઈ રહી છે. વિદેશી રોકાણમાંથી લોકોએ નાણાં ઉપાડી લીધા જેની અસર દેખાઈ.


ઈક્વિટીમાં સારો ઘટાડો થયો છે જેના કારણે મ્યુચ્યુઅલ ફંડમાં ઘટાડો થયો છે. દરેક રોકાણ સામે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સારુ રહે. બજેટમાં સરકાર પાસે મોટી આશાઓ રખાઈ રહી છે. હાલ ઈક્વિટીમાં જેમનું રોકાણ છે તેને છેડવું ન જોઈએ. શોર્ટ ટર્મના રોકાણમાં પરિસ્થિતી સારી થઈ રહી છે. જેણે ઈક્વિટીમાં રોકાણ નથી કર્યું તેણે રોકાણ કરવું જોઈએ.

સવાલ: આ ફંડમાં રોકાયેલા રહેવું? ડીએસપી બ્લેકરોક માઇક્રો કેપ, રિલાયન્સ સ્મોલ કેપ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ફોક્સ્ડ બ્લુચિપ સલાહ આપો.

જવાબ: યોગેશભાઈને સલાહ છે કે 2 ફંડમાં થોડું રિસ્ક છે.

સવાલ: શું મને 3 વર્ષ પછી ઈએલએસએસના મ્યુચ્યુઅલ ફંડમાં ટેક્સમાં ફાયદો મળી શકે? શું હું ઈએલએસએસ સ્કીમમાં 10 વર્ષ રોકાણ કરી શકું ટેક્સ વળતર સાથે?

જવાબ: કેતનાભાઈને સલાહ છે કે ઈએલએસએસ 3 વર્ષની લોકઈન પિરીયડની સ્કીમ છે. તમે અહિં રોકેલી રકમ 3 વર્ષ બાદ જ મેળવી શકો. આ સ્કીમમાં રહેલા કેપિટલ ગેઈન ટેક્સ ફ્રિ જ છે. તમે 10 વર્ષ માટે પણ રોકાણ કરી શકો છો. ઈએલએસએસ ટેક્સની બચત માટે સારો ઓપ્શન છે. ઈએલએસએસ એ 80સી અંતર્ગત ઓછા સમયનો ઓપ્શન છે.

સવાલ: મારે આવનાર 1-2 વર્ષમાં ઘર લેવું છે મે એસઆઈપીમાં પણ રોકાણ કર્યું છે, મારા પાસે 12 લાખ એફડીમાં છે, અને 15 લાખ મારે શેર બજારમાં રોકવા છે, તો મારે રોકાણ ક્યાં કરવું જોઈએ? જેમા મને 1-2 વર્ષમાં સારુ વળતર મળી રહે.

જવાબ: મહેશભાઈને સલાહ છે કે તમારી એફડીની રકમ અને 15 લાખની રકમ સામે જોખમ ન લઈ શકાય. 15 લાખને ડૅટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકી શકો છો. એફડી કરતા હાલ સારો ઓપ્શન ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે. ઈમરજન્સી ફંડ એકઠું કરવા એફડીમાં રોકાણ કરી શકો.