બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ક્યા રોકાણનું કરવું જોઇએ ગઠબંધન?

અને આજના એપિસોડમાં જાણીએ મહાગઠબંધન કે સિંગલ પાર્ટી, તમને કોણ અપાવી શકે લાભ, પોર્ટફોલિયોનું ડાવર્સિફિકેશન કેટલુ જરૂરી.
ના રોજ પ્રકાશિત Sat, 04, 2019 પર 13:06  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં જાણીએ મહાગઠબંધન કે સિંગલ પાર્ટી, તમને કોણ અપાવી શકે લાભ, પોર્ટફોલિયોનું ડાવર્સિફિકેશન કેટલુ જરૂરી.


અત્યારે ચુંટણીનો માહોલ દરેક તરફ બનેલો છે, અને આપણે બધા મહાગંઠબંધન કે સિંગલ પાર્ટીની ચર્ચા કરતા હોઇએ છીએ. આપણે બધા કોની જીત થી કેટલો લાભને કેટલુ નુકસાનની વાતો કરતા હોઇએ છીએ. હવે તમને વિતારશો કે પ્રિતી ચુંટણી મહાસંગ્રામ શો શરૂ કરી રહી છે. પણ નાં અત્યારે હુ પોલિટિક્સની નહી પણ પર્સનલ ફાઇનાન્સનાં સંદર્ભમાં રોકાણનાં ગઠબંધન અને સિંગલ પાર્ટી વિષે વાત કરી રહી છુ. તો તમારા રોકાણ માટે મહાગંઠબંધન સારૂ કે સિંગલ પાર્ટી. તેના પર જાણકારી લઇશું ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર પાસેથી.


પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશનમાં અસેટ અલોકેશન ઘણુ મહત્વનું છે. જુદા જુદા ફિચર ધરાવતા ઘણા ફાઇનાન્શિયલ પ્રોડક્ટમાં રોકાણ કરવું જોઇએ.


અમુક લોકો ડાયવર્સિફિકેશનને સમજવામાં ભુલ કરે છે. રિયલએસ્ટેટ,સોનુ અને બેન્કમાં પડેલા નાણાંએ ડાવર્સિફાઇડ પોર્ટફોલિયો નથી. રિયલ એસ્ટેટ દ્વારા સારૂ વળતર મળશે જ એવુ ન માની શકાય. સોનાને ફિક્સ ઇનકમ ગણવુ ભુલ છે. સેવિંગ ખાતાની રકમને ખર્ચ અને ઇમરજન્સી ફંડ બન્ને ન ગણી શકાય. ઇક્વિટીને જોખમી ગણી તેમાં રોકાણ જ ન કરવું યોગ્ય નથી.


અમુક લોકો કોઇ ખાસ અસેટ ક્લાસમાંજ રોકાણ કરે છે. રેસિડન્શિયલ,કમર્શિયલ પ્રોપર્ટી અને પ્લોટમાં રોકાણને ડાયવર્સિફિકેશન ન ગણી શકાય. માત્ર ઘરેણા, સોનાનાં સિક્કા અને ઈટીએફમાં રોકાણએ ડાયવર્સિફિકેશન નથી.


ઇન્શ્યોરન્સ કમ ઇન્વેસ્ટમેન્ટ પોલિસીએ ડાયવર્સિફિકેશન નથી. એન્ડોમેન્ટ,મનીબેક અને ULIP પોલિસીનો પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન નથી. પોલિસી પોર્ટફોલિયોમાં ટર્મ પ્લાન ક્યારેય ન ભુલવો જોઇએ