બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: મૃત્યુબાદ લોકઇનમાં રહેલી રકમ કોની?

ના રોજ પ્રકાશિત Thu, 28, 2018 પર 11:49  |  સ્ત્રોત : CNBC-Bajar

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર. અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ. આજના મની મૅનેજરમાં જાણીશું મૃત્યુનાં સંજોગોમાં લોક-ઇન investmentમાં રહેલી રકમનું શું?, નોમિની તરીકે લાભ માટે શાની જરૂર?, દર્શકોનાં સવાલ.


આપણે આપણા નાણાંકિય આયોજન મુજબ અલગ અલગ રોકાણનાં વિકલ્પો પસંદ કરી એમા રોકાણ કરતા હોઇએ છીએ એમા અમુક રોકાણ એવા હોય છે જે અમૂક સમય માટે લોકઇન થતા હોય છે, હવે જો કદાચ રોકાણકાર આ લોઇન પિરિયડ દરમિયાન મૃત્યુ પામે તો તેમના આ રોકાણનું શું? આ ઘણા મહત્વનાં સવાલનો જવાબ આપણે મેળવીશું આજના મની મૅનેજરમાં. અને આ ચર્ચામાં આપમી સાથે જોડાયા છે યોર્સ ફાયનાન્શયલિ બુકનાં લેખક અને ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાયાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર.


મૃત્યુનાં સંજોગોમાં લોકઇનમાં રહેલી રકમનું શું?, રોકાણકારનાં મૃત્યુબાદ કોને મળશે એનું ભંડોળ?, નોમિની તરીકે લાભ માટે શાની જરૂર?


ELSSનાં લોકઇન પિરિયડ દરમિયાન રોકાણકારનું મૃત્યુ થાય તો નોમિની નાણાં ઉપાડી શકે છે. આ માટે અલોટમેન્ટને એક વર્ષ થયુ હોય તે જરૂરી છે. PPFમાં 15 વર્ષનો લોઇઇન પિરિયડ હોય છે. PPF ખાતુ જોઇન્ટલી હોલ્ડ કરી શકાતુ નથી. રોકાણકારનાં મૃત્યુનાં સંજોગોમાં જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવી નોમીની નાણાં ઉપાડી શકે છે. જો PPF ખાતુ HUFનું હોય તો નવો કર્તા એ ખાતુ ધારણ કરશે.


બેન્ક FD જે 5 વર્ષનાં લોકઇનમાં હોય છે તે 80C પ્રમાણે કરરાહતને પાત્ર છે. રોકાણકારનાં મૃત્યુનાં સંજોગોમાં નોમિની આ રકમ ઉપાડી શકશે. ગવર્ન્ટમેન્ટ બોન્ડ અને કોર્પોરેટ ડિપોઝીટ છે. GOIનાં કેશમાં રકમ નોમિની ટ્રાન્સફરથાય છે પરંતુ મેચ્યુરીટી પહેલા તે ઉપાડી શકાતી નથી. કોર્પોરેટ ડિપોઝીટ જે તે કંપનીનાં નિયમો પ્રમાણે નોમિની વિડ્રો કે લિક્વીડેટ કરી શકે છે.


નોમની માટે જરૂરી ડોક્યુમેન્ટસ


ડેથ સર્ટિફિકેટની કોપી, ઇનવેસ્ટમેન્ટ પેપર્સ, ઇનડેમનિટીનો લેટર, ક્લેમ કરનારની એફિડેવિટ, સક્શેન સર્ટિફિકેટ, વીલનાં પ્રોબેટની કોપી,


જુદા જુદા રોકાણનાં વિકલ્પો માટે નિયમો જુદા જુદા છે. દરેક રોકાણ માટે નોમિનેશન ખૂબ જરૂરી છે. દરેક રોકાણ માટે કોઇપણ એક વ્યક્તિ અથવા જે જીવત હોય તે વિકલ્પ પસંદ કરીને કરવા જરૂરી છે. મોટાભાગનાં કિસ્સામાં વીલ બધા નોમિનેશન બિનઅસકારક બનાવી શકે છે. ખાસ ધ્યાન રાખવું કે વીલ અને નોમિનેશન એક જ વ્યક્તિને થયું હોય છે.


સવાલ-


એમની વાર્ષિક આવક રૂપિયા 2.20 લાખ છે. એમના હાથમાં માસિક રૂપિયા 16000 આવે છે જેમાથી રૂપિયા 2000 તેઓ HDFC MUTUAL FUND ફંડમાં રોકે છે અને રૂપિયા 1300/મહિનેની એક ટ્રેડિશનલ પોલિસી ચાલે છે. રૂપિયા 7500 એમનો માસિક ખર્ચ છે. અને રૂપિયા 5000ની બચત થાય છે. આગળ તેમણે તેમના ગોલ્સ જણાવ્યા છે 2 વર્ષમાં પોતાના લગ્ન માટે નાણાં એકઠા કરવા છે અને નિવૃત્તી માટેનું રોકાણ શરૂ કરવું છે. આ માટે તેમણે આપણી સલાહ માંગી છે?


જવાબ-


એન્ડોમેન્ટ ઇન્શ્યોરન્સ પોલિસીમાં રોકાણ ટાળવું જોઇએ. તમારે ટર્મ પ્લાન લેવો જોઇએ. તમે રૂપિયા 3 લાખનું હેલ્થ કવર લઇ શકો છો. લગ્નનાં ધ્યેય માટે બેન્ક RD અથવા અલ્ટ્રા શોર્ટ ટર્મ ડેટ ફંડમાં રોકાણ કરી શકાય છે. તમારી નિવૃત્તી માટે તમે લાંબા સમય સુધી રોકાણ કરી શકો છો. નિવૃત્તી માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે.


સવાલ-


તેઓ 54 વર્ષનાં સિંગલ મધર છે, તેમની દિકરી પરણિત છે. તમેણે જમાવ્યુ છે કે હાલ તેમની આવક રૂપિયા 18,000 છે અને તેમની પાસે રૂપિયા 3 લાખ અને અમુક દાગીનાં છે. તેઓ તેમની પાસેની રકમ અને દાગીના વેચી મળતી રકમ નું રાકણ કરી નિવૃત્તી પછી નિયમિત આવક ઉભી કરવા ઇચ્છે છે. નિવૃત્તી પછી ઓછામાં ઓછી રૂપિયા 6000ની આવક થઇ શકે એવુ કઇ આયોજન થઇ શકે? આ રકમ તેમને ઘરભાડા માટે જોઇએ છે અને તેમણે એમ પણ જણાવ્યુ છે કે તેઓ પાછલા 10 વર્ષથી પતિથી અલગ છે પરંતુ લિગલી ડિવોર્સી નથી.


જવાબ-


તમારી નાણાંકિય સ્વનિર્ભરતા જળવાઇ રહે તેવા પ્રયાસ કરો છો. તમારે રૂપિયા 3 થી 5 લાખનાં કવરનું હેલ્થ કવર લેવું જોઇએ. તમારા રૂપિયા 3 લાખનું એફડીમાં રોકાણ કરો છો.