બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ભારત બોન્ડ ETFમાં કોણે કરવું રોકાણ?

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 14:06  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું ભારત બોન્ડ ETF અંગે ચર્ચા, કોણે કરવું જોઇએ આ ફંડમાં રોકાણ, દર્શકોનાં સવાલ.


ભારત બોન્ડ ETF, ભારતનો પહેલો કોર્પોરેટ ફંડ 12 થી 20 ડિસેમ્બર સુધી સબ્ક્રીપ્શન માટે ઓપન થશે. તો આ ETFમાં કોણે રોકાણ કરવું જોઇએ, તેના ફિચર કેવા છે, કેવુ વળતર મળી શકે વગેરે તમામ બાબતે આજે આપણે ચર્ચા કરીશુ અને આગળ જાણકારી લઇએ ફાઇન્નાશિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા પાસેથી.


ભારત બોન્ડ ETF સેન્ટ્રલ પબ્લીક સેક્ટર અન્ડરટેકિંગ્સમાં રોકાણ કરશે. ભારત બોન્ડ ETFનો ઇશ્યુ 12 ડિસેમ્બરથી ખુલશે. ભારત બોન્ડ ETF ટાર્ગેટ મેચ્યુરિટી 3 વર્ષ અને 10 વર્ષ સુધી કરી શકાય છે. આ દિવસે અસેટ વેચી રોકાણકારને રકમ પરત કરાશે. આમ ભારત બોન્ડ ETF ફિક્સ મેચ્યુરિટી પ્લાન જેવા ફિચર ધરાવે છે.


જો યુનિટ મેચ્યુરિટી સુધી ધારણ કરાયેવા હશે તો વ્યાજદરનું જોખમ નથી. PSUમાં રોકાણ થઇ રહ્યું છે માટે ક્રેડિટ રિસ્ક પણ નહી રહે. ETFની કોસ્ટ લગભગ નહિવત છે. લિક્વિડિટી માટે યુનિટ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થશે. ETF સ્ટોક અને MF બન્નેનાં ફિચર ધરાવે છે. પોર્ટફોલિયાનાં 15 ટકાથી વધુ હોલ્ડિંગ ન હોવુ જોઇએ.


3 વર્ષનાં બોન્ડમાં NHAI, IRFC, પાવર ગ્રીડ જેવી 13 ડેટ કંપનીનાં ડેટમાં રોકાણ કરશે. 10 વર્ષનાં બોન્ડ REC, NABARD, PFC વેગેરનાં ડેટમાં રોકાણ કરશે. આ ETF માત્ર AAA રેટેડ ઇન્સ્ટ્રુમેન્ટસમાં જ રોકાણ કરશે. હાલમાં 3 વર્ષ માટે 6.5 ટકા યિલ્ડ મળી શકશે. 10 વર્ષ માટે 7.5 ટકા યિલ્ડ મળી શકશે.


ડિમેટ અકાઉન્ટ ન હોય તેવા રોકાણકાર માટે ફંડ ઓફ ફંડ લોન્ચ થશે. જેનાથી રોકાણકાર FoFમાં SIP કરી શકશે. આ ફંડ પર ટેક્સ ડેટ ફંડ પ્રમાણે લાગુ થશે. 20 ટકા એલટીસીજી ઇન્ડેક્સેશન રેટ પ્રમાણે લાગશે. ઓછા જોખમે સ્થિર રિટર્ન ઇચ્છતા રોકાણકાર માટે સારો વિકલ્પ છે.