બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: શા માટે આપણે કમાણી કરીએ છીએ

ના રોજ પ્રકાશિત Tue, 07, 2017 પર 17:01  |  સ્ત્રોત : CNBC-Bajar

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર. અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ. અને આના માટે તમામ એવી જરુરી માહિતી સાથે હાજર છું હું આજના મની મૅનેજર શોમાં. મની મેનેજરમાં આજે શા માટે આપણે કમાણી કરીએ છીએ, કઇ રીતે થવો જોઇએ આવકનો ઉપયોગ? અને સાથે જ લઇશું દર્શકોનાં સવાલ.

આપણા જીવનકાળનો ઘણો બધો સમય અને મહેનત આપણે નાણાં કમાવવા માટે કરતા હોઇએ છીએ પરંતુ આ નાણાં આપણે શા માટે કમાઇએ છીએ અને તેનો ઉપયોગ કઇ રીતે કરીએ છીએ, એ ઘણી મહત્વની બાબત છે, તો આજના મની મેનેજરમાં આપણે આ જ ચર્ચા કરીશુ અને આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે દરેક વ્યક્તિ વધુમાં વધુ નાણાં કમાવવા ઇચ્છતા હોય છે. નાણાંને લગભગ જીવનના આનંદની સાથે સાકળી લેવામાં આવે છે. અમુક લોકો કમાણીની સાથે ખર્ચ કરે છે પરંતુ બચત નથી કરી શકતા. અમુક લોકો કમાણીની સાથે ખર્ચ કરે છે અને બચત પણ કરે છે. અમુક લોકો બચત નથી કરતા પણ જીવન આનંદથી જીવે છે.


કાર્તિક ઝવેરીના મતે અમુક લોકો સારાની જીવનની સાથે બચત પણ કરી લે છે. લોકોનો મોટે ભાગે ખર્ચ વધુ હોય છે. ખર્ચ પછી બચતા નાણાં માથી લોકો રોકાણ કરે છે. રોકાણને મહત્વ આપવું જરૂરી છે. બચત કરવાનો અર્થમાં બાંધછોડ ન થવો જોઇએ. જીવનનાં આનંદ લેવામાં લોનના બોજા હેઠળ દબાવુ ન જોઇએ. બચતની આદત વાળા લોકોને નાણાંકીય સમસ્યાનો સામનો નથી કરવો પડતો.


કાર્તિક ઝવેરીના મુજબ બચતની આદત કંજુસાઇમાં ન પલટાઇ તેનું પણ ધ્યાન આપવું. ઘણી વખત લોકો પોતાને માટે નહી વારસદાર માટે કમાતા હોય છે. અમુક લોકો વૈભવતાની પાછળ વધુ પડતો ખર્ચ કરી નાખે છે. અમુક લોકો કાલની ચિંતા વગર ખર્ચ કરતા હોય છે, જે જોખમી છે. નાણાંકીય આયોજનનુ મહત્વ સમજવું ખૂબ જરૂરી છે.


કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે બચત અને ખર્ચ વચ્ચે સમતોલતા જાળવવી જરૂરી છે. નાણાંકીય આયોજન વખતે ખર્ચનું પણ પ્લાનિંગ કરી શકાય. નોકરીયાત વ્યક્તિ આવકની ટકાવારી પ્રમાણે આયોજન કરી શકે. નાણાંકીય ધ્યેય પ્રમાણે ફંડ નક્કી કરી શકાય. હવે આંતરરાષ્ટ્રિય રજાઓ માણવાનો ટ્રેન્ડ બની રહ્યો છે.

સવાલ: મારી પાસે રૂપિયા 5લાખનું રોકાણ એફડીમાં છે, આ રકમને મારે એમએફમાં વનટાઇમ ઇનવેમેસ્ટમેન્ટ તરીકે રોકવી છે. તો આ રોકાણ ક્યા ફંડમાં કરવું જોઇએ. આ ઉપરાંત મારી બે એસઆઈપી છે, રૂપિયા 2000 આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ વેલ્યુ ડિસક્વરી ફંડ અને રૂપિયા 1000 આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ ગ્રોથ ફંડ. શું આ રોકાણ યોગ્ય છે?

જવાબ: જીતેન્દ્રભાઇને સલાહ છે કે હોમલોન પર 8.5% વ્યાજ લાગતુ હોય છે. હોમલોનની ચુકવણીની ઉતાવળ ન કરવી. 20:20:60નાં રેશિયોથી રોકાણ કરી શકાય.

સવાલ: આગળનો સવાલ આવ્યો છે ઇમેલ દ્વારા જયેશ વાઠેરનો બારડોલીથી. તેમણે લખ્યુ છે કે જો મારી પાસે એક કરતા વધારે લાઇફ ઇન્શ્યોરન્સ હોય એટલે કે એક ટર્મ પ્લાન,એક ટ્રેડિશનલ પ્લાન જેમા પણ લાઇફ કવર છે અને એક એક્સિડન્ટ પોલિસી હોય અને જો મારૂ મૃત્યુ એક્સિડન્ટથી થાય તો મારા વારસદાર કેટલી પોલિસીનાં ક્લેમ કરી શકે? બધી કે કોઇ પણ એક?

જવાબ: કાર્તિક ઝવેરી જ્યેશભાઈને સલાહ છે કે જેટલી લાઇફ ઇન્શ્યોરન્સની પોલિસી હોય તેનો લાભ વારસદાર મેળવી શકે છે. જેટલા ઇન્શ્યોરન્સની જરૂર હોય એટલી જ પોલિસી લેવી જોઇએ.