બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: પેઢી દર પેઢી કેમ ઘટે છે સંપત્તિ?

ના રોજ પ્રકાશિત Tue, 12, 2017 પર 14:47  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે હું આપનું સ્વાગત કરુ છું. મની મેનેજરમાં આજે વાત કરીશુ પેઢી દર પેઢી કેમ ઘટે છે સંપત્તિ? કઇ રીતે જાળવી શકાય સંપત્તિ? અને દર્શકોનાં સવાલ.

આપણે જીવન ભર આપણી મહેનતથી નાણા કમાઇ, કરકસર પુર્વક તેને બચાવી, ભંડોળ ભેગુ કરતા હોઇએ છીએ. પરંતુ ઘણા કિસ્સાઓમાં જોવાયુ છે કે આ પુર્વજો દ્વારા ઉભી કરાયેલી મૂળી લગભગ બીજી કે ત્રીજી પેઢી સુધી પહોંચતા સમાપ્ત થઇ જાય છે. તો આવુ કેમ થાય છે, એ જ છે આપણી આજની ચર્ચાનો વિષય અને આ અંગે માહિતી આપવા આજે આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

કાર્તિક ઝવેરીનાં મતે પહેલી પેઢી ભંડોળ ભેગુ કરે છે, બીજી પેઢી સંપત્તિ વધારે છે. દરેક પેઢી અલગ અલગ કામ કરે છે. પાંચમી પેઢી સુધી લગભગ દરેક સંપત્તિ પુરી થઇ જાય છે. કેટલીક વખત પાછલી પેઢી મોટુ ભંડોળ બનાવે છે. જે પેઢીને તૈયાર સંપત્તિ મળે છે, તેમનામાં મોટીવેશનનો અભાવ જણાય છે. અમૂક વખત નાણાંકિય જ્ઞાન ન હોવાથી સફળતા નથી મેળવી શકાતી.


નાણાંકિય જ્ઞાનના અભાવમાં ખોટા રોકાણ થઇ શકે છે. ઘણી વાર વડીલો પુરતી નાણાંકિય માહિતી પુત્ર-પુત્રીને આપતા નથી. જેને કારણે તેઓ વખત પડે નાણાંકિય વ્યવહારો સંભાળી શકતા નથી. અમૂક લોનને ભરપાઇ કરવામાં આખી સંપત્તિ પુરી થઇ જાય છે. લાઇફ સ્ટાઇલને લગતા ખર્ચ અને રોકાણ દેખાદેખીથી ન કરવા જોઇએ. નાણાં સર્જન માટે સાચા નિર્ણયો સમયસર લેવા જરૂરી છે.


અમૂક વખત અનુભવી કુટુંબીજનોની સલાહ લેવાનું ટાળે છે. રોકાણનાં નિર્ણય સમજી વિચારીને કરવા. ફાયનાન્શિયલ પ્લાનરની સલાહ લઇ રોકાણ કરવા જોઇએ. અમૂક વખત મિત્રો પાસેથી સલાહ પર ખોટા નાણાંકિય નિર્ણય લેવાય છે. અમૂક લોકો સંપત્તિ જાળવી નથી શકતા. અમૂક વખત દેખાદેખીમાં મોટા ખર્ચા થતા હોય છે.

સવાલ: મે એક એક્ઝિટ લોંગ ટર્મ ઈક્વિટી ફંડમાં રોકાણ કર્યુ છે છેલ્લા 1 વર્ષથી અને મારે બીજા 7000 નું રોકાણ કરવુ છે જેની માટે મારે સ્મૉલકેપ, મિડકેપ ફંડ અને મલ્ટી ફંડ લેવા છે એટલે કે તેમાં મારે રોકાણ કરવુ છે તો તમે મને સલાહ આપશો જેથી કરીને હુ 7-8 વર્ષમાં 12-15 લાખ એકઠા કરી શકુ.

જવાબ: જય મહેતાને સલાહ છે કે આપનાં રોકાણ યોગ્ય છે. ઈએલએસએસનાં રોકાણ માત્ર ટેક્સ સેવિંગ માટે કરી શકાય. ઈએલએસએસમાં નાણાં 3 વર્ષ માટે લોક થય જાય છે. રોકાણ લાંબાગાળા માટે કરવા વધુ હિતાવહ છે.