બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: વોલેટાઇલ માર્કેટમાં ક્યા કરવું રોકાણ?

ના રોજ પ્રકાશિત Tue, 23, 2018 પર 11:26  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના મની મેનેજરમાં જાણીશું ઇક્વિટી માર્કેટમાં પેનિકની સ્થિતી, ઇક્વિટીમાં રોકાણ ચાલુ રાખવું કે નહી?, શું લેવો જોઇએ ફિક્સ ઇનકમનો વિકલ્પ?.


ઇક્વિટી માર્કેટમાં હાલ પેનિકની સ્થિતી બનેલી છે, જેની પાછળ ઘણા બધા કારણો છે સાથે જ વ્યાજ દરમાં વધારો થઇ રહ્યો છે ત્યારે રોકાણકાર હાલમાં ઘણી મોટી મુંઝવણમાં છે કે તેણે ઇક્વિટીમાં રોકાણ કરતા રહેવુ કે ફિક્સ ઇનકમનો માર્ગ અપનાવવો? તમારી આવી જ મુંઝવણોને દુર કરવાનો પ્રયાસ આજનાં મની મૅનેજરનાં એપિસોડમાં કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાયનાન્શિયલી બુકનાં લેખક કલ્પેશ આશર.


ઇક્વિટી માર્કેટમાં અચાનક ઘસારો આવ્યો છે. હાલનાં સમયમાં ઇક્વિટીનાં રોકાણકારો મુંઝવણોમાં છે. છેલ્લા 3-4 વર્ષથી એસઆઈપી દ્વારા ઇક્વિટીનાં રોકાણકાર વધ્યા છે. આ તમામ રોકાણકાર હાલ મુંઝવણમાં હશે. લાંબા ગાળા માટેની એસઆઈપી સતત ચાલુ રાખવી જોઇએ. આસઆઈપીનાં રોકાણકારે પેનિક થવાની જરૂર નથી. એસઆઈપી દ્વારા રોકાણ કરવાનો આ ઉત્તમ સમય છે. તમે હાલમાં ઓછી કિમતમાં વધુ યુનિટ ખરીદી શક્શો. વેલ્થ કિએશન માટે એસઆઈપી સૌથી સારો માર્ગ છે. પરિપક્વ રોકાણકાર હાલમાં રોકાણમાં વધારો કરી શકે છે.


નવા રોકાણકાર આસઆઈપીનાં માધ્યમથી રોકાણ શરૂ કરી શકે છે. તમે લાર્જકેપ ફંડમાં કરી શકો છો, મિડકેપ અને સ્મોલકેપથી દુર રહો. પરિપક્વ રોકાણકાર ફંડનો ઉમેરો કરી શકે છે. 3 વર્ષ જેવા મધ્યમ સમયગાળામાં રોકાણકારે, રોકાણ વધુ સમય માટે લંબાવવુ છે. નવા રોકાણકારને સમજાવવુ પડશે કે પેનિક ન થાઓ. રોકાણકાર હવે મેચ્યુર થઇ રહ્યાં છે. એસઆઈપી રોકવાની માંગ વધુ નથી થઇ રહી છે. માર્કેટનાં ઉતાર ચઢાવની અસર એમએફ પર પણ થાય છે.


પરંતુ ડાવર્સિફિકેશનને કારણે ડાયરેક્ટ સ્ટોક કરતા નુકસાન ઓછુ રહે છે. મિડ અને સ્મોલ કેપનાં ફંડને લાર્જકેપ કરતા વધુ અસર છે. તમને કેટલુ નુકસાન થશે એનો આધાર તમારા રોકાણનાં એક્પોઝર પર છે. લાંબાગાળાનાં રોકાણકાર શાંત છે, તેઓ ફંડનો ઉમેરો કરી શકે છે. 3 વર્ષ જેવા મધ્યમ સમયગાળાનાં રોકાણકારે, રોકાણ વધુ સમય માટે લંબાવવુ છે. નવા રોકાણકારને સમજાવવુ પડશે કે પેનિક ન થાઓ, લાંબાગાળાનાં ધ્યેય પર ધ્યાન આપો છે.


અસેટ અલોકેશન નાણાંકિય ધ્યેય અને જોખમની ક્ષમતા પર આધારિત હોય છે. ડાવર્સિફિકેશન હોવું ખૂબ જ જરૂરી છે. લાંબાગાળાનાં ધ્યેય માટે ઇક્વિટી ઉત્તમ વિકલ્પ છે. 3વર્ષ સુધીનાં ધ્યેય માટે ફિક્સ ઇનકમ પ્રોડક્ટમાં રોકાણ કરો છો. માર્કેટ ક્રેશ સમયે ડિસિપ્લિન રોકાણ ચાલુ રાખવું, પેનિક ન થવું છે. વોલેટાઇવ માર્કેટ સમયે આ ફંડથી દુર રહો છે.