બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: વસિયતનામું બનાવવું શા માટે જરૂરી

ના રોજ પ્રકાશિત Tue, 08, 2018 પર 11:19  |  સ્ત્રોત : CNBC-Bajar

આવક, બચત, રોકાણ, વળતર, સુરક્ષા, તમામ પાસાઓ એટલે કે પર્સનલ ફાયનાન્સ. આ વિષયને લગતી તમામ બાબતોની માહિતી આપતો શો એટલે મની મૅનેજર. આજના મની મેનેજરમાં વીલનું મહત્વ, વીલ બનાવતી વખતે થતી ભુલો, દર્શકોનાં સવાલ.


મની મેનેજરમાં આપણે વીલ બનાવવા અંગે ઘણી વખત વાત કરતા હોઇએ છીએ પરંતુ આ વિષય ઉપર હજી જોઇએ એટલી જાગૃતતા આવી શકી નથી. અમુક વખત વીલ બનાવવામાં અમૂક ભુલ થઇ જતી હોય છે, માટેજ આજે આપણે વાત કરીશુ વીલ અને તે બનાવતી વખતે થતી સામાન્ય ભૂલોની. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્લાન ઇનવેસ્ટ અડવાઇઝર્સનાં સીઈઓ અને સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર પિયુષ શેઠ.


વીલ બનાવતી વખતે ટેક્સનું પણ ધ્યાન રાખવું જોઇએ. વીલની અવેજીમાં પ્રોપર્ટીને ભેટ આપવાનો વિકલ્પ ટાળવો જોઇએ. વીલમાં સુધારા ત્યારે પાછલા વીલને રદ કરવાનું ભુલવુ નહી. બેન્ક ખાતા,લોકર,પ્રોપર્ટી વગેરેની માહિતી લખવી જોઇએ. રોકાણ અને ઇન્શ્યોરન્સની માહિતી લખવી જોઇએ. મૃત્યુનાં સંજોગોમાં વ્યક્તિગત કર્જનો જવાબદાર અન્ય વ્યક્તિ નથી બનતી.


કર્જ પાછળ છોડેલી સંપત્તિમાંથી વસુલ થાય છે. કર્જની ચુકવણી પહેલા સંપત્તીની વહેંચણી વારસદારમાં નથી થતી. બેન્ક ખાતા, લોકર, પ્રોપર્ટી વગેરેની માહિતીનો યોગ્ય ઉલ્લેખ ન કરાયો હોય છે. રોકાણ અને ઇન્શ્યોરન્સની અપુરતી માહિતી છે. વારસદારની નામની જોડણીમાં ભુલ અથવા સહીમાં ભુલ છે. નાના બાળકોનાં કિસ્સામાં ગાર્ડિયનનો ઉલ્લેખ ન હોવો છે.


વીલ બનાવવનાં ફાયદા-


વારસદાર નામ, સંપત્તીની વિગતો અને વહેંચણીની માહિતી છે. પેઢી દર પેઢી તમારી સંપત્તિને આપ-લે સરળ બની શકે છે. પરિવારનાં સભ્યોમાં ઝઘડા નિવારી શકાય છે. સકશેન સર્ટિફિકેટ બનાવવા કોર્ટ જવાની જરૂર ન રહે. કાયદાકીય પ્રક્રિયામાં વેડફાતો સમય અને નાણાં બચાવી શકાય છે. વીલ કાગળ ઉપર જાતે પણ લખી શકાય છે.


વીલ બાનવતી વખતે થતી ભુલ-


જાતે લખેલા વીલમાં અમુક સ્પષ્ટતાનો અભાવ છે. વીલનાં એક્સિક્યુર ન નીમવા જોઇએ. પરિવારમાં કોઇ ફેરફાર થાય ત્યારે વાલમાં ફેરફાર નથી થતો. વીલને રજીસ્ટર ન કરવું જોઇએ. વીલમાં અમુક સંપત્તિની વાત ન લખવી. વીલનાં લાભ મેળવનારની સાક્ષી તરીકે સહી લેવી છે.


સવાલ-
મારી માસિક આવક રૂપિયા 30,000 છે. હાલમાં હુ માસિક રૂપિયા 4000નું રોકાણ કરૂ છુ. મારે નિવૃત્તિનું રોકાણ કેવી રીતે કરવું?


જવાબ-
નિવૃત્તિના ભંડોળ માટે કુગાવાની ગણતરી કરવી જરૂરી છે. તમારો રોકાણ થોડુ વધારવાની જરીર છે.


સવાલ-
હુ માસિક રૂપિયા 10000ની એસઆઈપી કરૂ છુ. શું આ રોકાણ ચાલુ રાખવું જોઇએ ફંડમાં બદલાવની જરૂર છે?


જવાબ-
ડીએસપી બ્લેકરોક માઇક્રોકેપ ફંડ છે. આદિત્ય બિરલા સન લાઇફ પ્યુર વેલ્યુ ફંડ છે. એસએન્ડટી ઇમરજીંગ બિઝનેસ ફંડ છે. રોકાણ ડાવર્સિફાઇડ હોવું જરૂરી છે.