બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: મંદીમાં પણ કેમ છે માર્કેટમાં તેજી?

ના રોજ પ્રકાશિત Thu, 05, 2019 પર 10:19  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું મંદીમાં પણ કેમ છે માર્કેટમાં તેજી? રોકાણકારે શું કરવું? દર્શકોનાં સવાલ.


આપણને ચારે તરફથી મંદી મંદીની વાતો સંભળાઇ રહી છે, ગ્રોથનાં આંકડાની વાત કરીએ કે જીડીપીની કે ઓટો વેચાણનાં આંકડાની. તમામ જગ્યાએ મંદીનો માર દેખાઇ આવે છે પરંતુ ઇક્વિટી માર્કેટની વાત કરીએ તો માર્કેટે આ મંદીમાં પણ લાઇફ ટાઇમ હાઇ સ્તરો બનાવ્યા છે, તો આ સ્થિતીની સમજવાની કોશિષ આજે આપણે કરીશુ અને સાથે જ આ સમયે રોકાણકારે શું કરવું તે અંગે પણ ચર્ચા કરીશુ અને આગળા જાણકારી લઇશું ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇન્નશિયલ પ્લાનર કલ્પેશ આશર પાસેથી.


કેપિટલ માર્કેટમાં લિક્વિડિટી સારી છે. અમુક ઇન્ડેક્સ સ્ટોક સારો દેખાવ કરી રહ્યાં છે. મિડ-સ્મોલ કેપ હજી કેચ અપ કરી રહ્યાં છે. MFમાં એસઆઈપી દ્વારા સતત ઇનફ્લો આવી રહ્યો છે. જીડીપીમાં ઘટાડો થઇ રહ્યો છે, હાલમાં જીડીપી 4.5 પર પહોંચી છે. સ્લોડાઉન છે પરંતુ રિસેશન ન કહી શકાય. આરબીઆઈ ગ્રોથ વધારવા રેટ કટ આપી રહી છે.


બેન્ક દ્વારા હજી પણ રેટ કટ પાસ ઓન નથી થઇ રહ્યાં. કોર્પોરેટનાં રિઝલ્ટ ખરાબ નથી તે એક સારી વાત છે. આપણે રિકવરી મોડમાં છીએ. જીએસટીનાં આંકડામાં ધીમે ધીમે સુધારો થશે. સરકાર રિવાઇવલનાં પગલા લઇ રહી છે. કોર્પોરેટ ટેક્સ રેટ કટ જેવા પગલાની અસર થોડા સમયમાં દેખાશે.


રિટેલ રોકાણકારે શું કરવું?


તમારે તમારા રોકાણ સતત ચાલુ રાખવા જોઇએ. હેવી બાયિંગ કે રોકાણમાંથી બહાર આવવાનાં નિર્ણયો ન લેવા. તમારા ગોલ ઉપર ધ્યાન આપો છે. ટેક્સ સમયસર ચુકવો છે. બહારની સ્થિતી પર ધ્યાન આપો છે. પરંતુ તમારા રોકાણ પર્સનલ ફાઇનાન્સ પ્રોપાઇલ પ્રમાણે લો છો. સારી વાત એ છે કે ઇક્વિટી માર્કેટ ઓલ ટાઇમ હાઇ પર છે. બેજવાબદાર રહેવા કરતા સાવચેત રહેવુ ખૂબ જરૂરી છે.