બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નિવૃત્તી સમયે ગરીબી કેમ?

ના રોજ પ્રકાશિત Tue, 19, 2017 પર 12:23  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે આપનું માર્ગદર્શન. હું આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે નિવૃત્તી સમયે ગરીબી કેમ? કેમ નથી બની શકતુ ભંડોળ? અને દર્શકોનાં સવાલો.

તાજેતરમાં આરબીઆઈનાં એક રિપોર્ટ મુજબ આપણાં ભારત દેશમાં એવા ઘણા લોકો હોય છે જેમની પાસે નિવૃત્તિ સમયે પુરતુ ભંડોળ નથી હોતુ. આખી જીદંગીની મહેનત પછી નિવૃત્તિ સમય સુધી કેમ યોગ્ય રકમ નથી ભેગી થઇ શકતી. આ બાબત એક ચિંતનો વિષય છે અને આજે આ જ બાબત ચર્ચાનો વિષય છે આજના મની મેનેજર શો માં. અને આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

કાર્તિક ઝવેરીનાં મતે રોકાણકારો પાસેની માહિતી એમની જાણકારી પર આધારિત છે. ભારતીય રોકાણકારોની મુખ્ય પસંદગીમાં રિયલ એસ્ટેટ, ગોલ્ડ અને એફડીનો સમાવેશ થાય છે. વર્ષો પહેલા શેર બજારને રોકાણ નહી પરંતુ સટ્ટો સમજતા હતા. ખોટી સલાહથી થયેલા નુકસાનને કારણે લોકો માર્કેટમાં રોકાણથી ડરતા હતા. વેલ્થક્રિયેશન માટે રોકાણનો જુનો અનુક્રમ ઉલટો હોવો જોઇએ. ભારતમાં રોકાણની રીતો બદલાવી ખૂબ જરૂરી છે.

કાર્તિક ઝવેરીના મુજબ રિયલ એસ્ટેટમાં રોકાણ લોકો ભવિષ્યમાં ગ્રોથ મેળવવા માટે કરતા હોય છે. રિયલ એસ્ટેટનાં રોકાણમાં કેપિટલ એપ્રિશિયેશન સરખામણીમાં ઓછુ મળે છે. સોનામાં રોકાણ પોતાના નાણાંને સુરક્ષિત રાખવા માટે કરતા હતા. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી દ્વારા રોકાણ થવુ ખૂબ જરૂરી છે,જેનાથી ભંડોળ ભેગુ થઇ શકે.

કાર્તિક ઝવેરીવનું કહેવુ છે કે રોકાણની રીતમાં ફેરફાર ન થાયતો સમૃદ્ધિ બનતા વધુ સમયગાળો લાગશે. ઇક્વિટીમાં રોકાણ વધારવાથી ભંડોળ ઝડપથી બની શકે છે. રોકાણ ભવિષ્યનાં વળતરને ધ્યાને રાખી કરવું જરૂરી. ભાડાની આવક 1 થી 2% જ હોય છે, માર્કેટમાં ખૂબ સારૂ વળતર આપી શકે. પ્રોપર્ટીમાં રોકાણ મોડેથી કરવા, પ્રાધાન્ય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને આપવું જરૂરી. રોકાણ 8 થી 9% વળતર મળી શકે એ રીતે કરવું જરૂરી.

લોનની જવાબદારી  સમજી વિચારીને લેવી જરૂરી. 40 થી 45 વર્ષની ઉમંર પછી નિવૃત્તિનું ભંડોળ ભેગુ કરવું મુશ્કેલ બને છે. વ્યાજ ભરવા કરતા વ્યાજ કમાઇ શકાય તેવુ રોકાણ કરવુ જરૂરી. આવક પ્રમાણે સમયસર તેમજ સતત રોકાણ કરવું જરૂરી.

સવાલ: કિરણભાઈ ગોરનો પ્રશ્ન છે કે મારે એવુ પ્લાનિંગ કરવુ છે કે મારે 15 લાખની લોન છે અને મારે 50 લાખ રૂપિયાનું રોકાણ કરવું છે. મારે લોન 15000 નો હફ્તો છે. તો મને 50 લાખનું રોકાણ કેવી રીતે કરવું?

જવાબ: કિરનભાઇને સલાહ છે કે રૂપિયા 50 લાખની એફડી કરી વર્ષના અંતે લોનનું વ્યાજ ભરી શકાય. ગ્રોથ ફંડમાં લાંબાગાળા માટે રોકાણ કરી શકાય છે. તમારા જોખમ લેવાની ક્ષમતા માટે રોકાણની સ્ટેરજી અપનાવવી જરૂરી. રોકાણ માટેનુ શ્રેષ્ઠ માધ્યમ મ્યુચ્યુઅલ ફંડ છે.