બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: યોગ્ય રિસ્ક મેનેજમેન્ટ અને વસિયત અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Tue, 12, 2016 પર 10:17  |  સ્ત્રોત : CNBC-Bajar

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર. અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ. મની મૅનેજરમાં આજે આપણે વાત કરીશું કાર્તિકભાઇએ સુચવેલી બે નાણાંકિય આદોતોની એટલેકે યોગ્ય રિસ્ક મેનેજમેન્ટ અને વીલ એટલે કે વસિયત અંગે.

દર્શકમિત્રો જે રીતે તમે જાણો છો આપણે વાત કરી રહ્યાં છે સારી નાણાંકિય આદતોની. સારી નાણાંકિય આદોતો આપણા આયોજનમાં, આયોજનની સફળતામાં તેમજ સમૃધ્ધી મેળવવા માટે ઘણી મહત્વની બની રહે છે. ઘણી વખત કોઇ ખોટી આદોતોને કારણે ખોટા નિર્ણયો લેવાય છે જેને કારણે આપણને આર્થિક નુકસાન ભોગવવુ પડતુ હોય છે અને તે જ રીતે સારી નાણાંકિય આદાતો સમૃધ્ધ ભવિષ્ય બનાવવામાં મહત્વનો ભઆગ ભજવે છે.


તો આવી સારી આદાતો પૈકી આજે આ પણે વાત કરવાના છે યોગ્ય રિસ્ક મેનેજમેન્ટ અને વીલનાં મહત્વ અંગેની. અને આ આદતો મની મેનેજરના 2 વર્ષના સ્પેશલ એપિસોડમાં કાર્તિક ભાઇએ આપણને સુચવી હતી. તો ચાલો આજ આદતો અંગે વિસ્તાર પુર્વકની માહિતી મેળવીએ ટ્રાન્સેન્ડ કન્લ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી પાસેથી.

કાર્તિક ઝવેરીનાં મતે ઘર ચલાવવા માટેના કૅશ ફ્લોને જાળવવા માટે પણ રિસ્ક મેનેજમેન્ટ જરૂરી છે. નોકરી બદલતી વખતે કે બિમારી વખતે રિસ્ક મેનેજમેન્ટ ઉપયોગી થઇ શકે. તમારી 3 મહિનાની આવકને તમે ઇમરજન્સી ફંડ તરીકે રાખી શકો. 6 મહિનાના ખર્ચ જેટલી રકમ કન્ટેન્જન્સી ફંડ તરીકે રાખી શકાય. લાઇફ ઇન્શ્યોરન્સથી કમાનાર વ્યક્તિના મૃત્યુ બાદ કુટુંબની સુરક્ષા મળે છે.


તમારી કોઇ પણ લોનને ચુકવવા માટે ઇન્શ્યોરન્સ લઇ શકાય. તમારી વાર્ષિક આવકથી 10% જેટલી રકમનું કવર હોવુ જોઇએ. ટર્મ ઇન્શ્યોરન્સએ સૌથી ઉપયોગી અને વ્યાજબી કિંમત પર મળતો ઇન્શ્યોરન્સ છે. હેલ્થ ઇન્શ્યોરન્સનું મહત્વ સમજવુ જોઇએ. માંદગીનો ખર્ચને પહોંચી વળવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ જરૂરી છે. રૂપિયા 10 થી 15 લાખના કવર વાળો હેલ્થ ઇન્શ્યોરન્સ જરૂરી છે.


હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વખતે હોસ્પિટલ ક્યા વિસ્તારમાં છે તે પણ ચકાસવુ. હેલ્થ ઇન્શ્યોરન્સ એક કંપનીથી બીજી કંપનીમાં ફેરવી શકાય છે. અસેટ ઇન્શ્યોરન્સ પણ રિસ્ક મેનેજમેન્ટમાં મહત્વનુ છે. અસેટ ને નુકસાન થતા નાણાંકિય સુરક્ષા માટે અસેટ ઇન્શ્યોરન્સ જરૂરી છે.

આજનાં મની મનેજરમાં આપણે વીલના મહ્તવ અંગે જાણ્યુ. અને આજ બાબતે અમને દર્શકોની પણ ઘણી સમસ્યાઓ જાણવા મળી રહી છે આ માટે જ અમે આપ સૌને ઉપયોગી થાય તેવી વીલ સ્પેશલ મનીમેનેજરની ની એક સિરિઝ શરુ કરવા જઇ રહ્યાં છે.

કાર્તિક ઝવેરીનાં મતે વીલનો લાભ જેને મળવાનો છે તેને વીલ અંગેની જાણકારી આપવી જરૂરી છે. વીલ સામાન્ય કાગળ ઉપર પણ બની શકે છે. સમયની સાથે વીલને અપડેટ કરતા રહેવુ જોઇએ. વીલ બનાવતી વખતે માનસિક સ્વસ્થાતાની ચોખવટ આપી શકાય. વીલમાં ત્રણ મુખ્ય પાર્ટી છે. એક વીલ બનાવર નાર, બીજુ વીલનુ અમલીકરણ કરનાર અને વીલના સાક્ષી.


વીલમાં તમે તમારી સંપત્તી, રોકાણ, બેન્ક બેલેન્સ વગેરેની માહિતી આપી શકાય. દરેક શહેરોમાં હવે વીલનું પ્રોબેટ જરૂરી બન્યું છે. નોમીનેશન અને વીલના હકદારમાં ભેદ છે. વીલનાં એક્સીક્યુટર યુવાન અને સક્ષમ હોવા જરૂરી છે. વીલની કોપી વકીલ,બેન્ક લોકર કે એક્સીક્યુટર પાસે રાખી શકો.