બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: વિલ કેટલી જરૂરી છે?

ના રોજ પ્રકાશિત Tue, 09, 2016 પર 09:32  |  સ્ત્રોત : CNBC-Bajar

અત્યાર સુધી અમે તમારી ઘણી નાણાંકિય સમસ્યાનું નિવારણ લાવ્યા. ઘણી ઉપયોગી એવી માહિતીથી માહિતગાર કર્યા. ઘણા એવા મુદ્દાઓ પર ચર્ચા કરી જે તમને વિવિધ પગલે ઉપયોગી થયા હશે. આજથી અમે એવી જ એક સિરિઝ શરુ કરવા જઈ રહ્યાં છીએ. તે છે વિલની સિરિઝ. મની મૅનેજરમાં આજે આપણે વાત કરીશું,  વિલ એટલે શું? વિલ શા માટે ઉપયોગી છે? તમારે શું કરવું જોઈએ?

લોકો સામાન્ય રીતે એવું વિચારતા હોય છે કે વિલ બનાવી એટલે મૃત્યુ નજીક છે, અથવા વિલ બનાવીએ તો કોને શું આપવું અને કેટલું આપવું. અને એક સામાન્ય ઓબર્વેશન છે કે લોકો વિલ બનાવવા માટે વિલિંગ નથી હોતા. આ દરેક વસ્તુના શું મહત્વ છે અને શું કારણો તેના પાછળ કામ કરે છે તે અંગે વિસ્તારથી ચર્ચા કરીએ. આપણી સાથે જોડાઈ રહ્યાં છે, સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલા.

ગૌરવ મશરૂવાલાના મતે લાઈફ ઈન્શ્યોરન્સ દરેક વ્યક્તિએ લેવો જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સ થકી પરિવારની સુરક્ષા વધે છે. વિલ એ લોકોની નાણાંકિય આત્મકથા કહી શકાય. વિલ ન બનાવવા પાછળ ઘણી ગેરમાન્યતા જવાબદાર છે. વિલ બનાવતા સમયે વિચારીને પગલા લેવા જોઈએ. લોકો ઈચ્છે કે તેમની સંપત્તી 7 પેઢિ ચાલે પણ આગળની પેઢિને આપવા ન ઈચ્છે.

યુવાનોએ પોતાનું વસિયતનામું અચુક પણે બનાવવું જોઈએ. જો વિલ નહિં બનાવી હોય તો પરિવારને મળતા પહેલા સંપત્તીના ઘણા ભાગ પડી શકે. લોકોએ પોતાની સંપત્તીની ચોખવટ કરી રાખવી જોઈએ. વિલ એટલે પોતાની જીવનભરની સંપત્તીની વહેંચણી કેવી રીતે થાય. વિલ એક કરતા વધારે વખત પણ બનાવી શકાય.

વિલ બનાવવા માટે તમારી માનસિક સ્થિતી સ્થિર હોવી જોઈએ. કોરા કાગળ પર તમે તમારી બધી ઈચ્છાઓ લખો તેને પણ વિલ માનવામાં આવે. નાના બાળકની પાસે પણ જો સંપત્તી હોય તો તેના પર પણ કામગીરી થઈ શકે. એક એક્ઝીક્યુટર અને 2 વિટનેસ સામે વિલ બને છે. વિલ કોઈપણ ભાષામાં લખી શકાય છે.

તમારી સંપત્તી તમે વિલ દ્વારા આપી શકો છો. રિયલ એસ્ટેટમાં પતિ પત્નીના નામ હોય અને તેમાથી કોઈનું મૃત્યુ થાય તો. તે અન્ય ભાગ આપમેળે બીજા વ્યક્તિને મળતો નથી. એક્ઝિક્યુટર મોટેભાગે વિશ્વાસપાત્ર અને કેપેબલ હોય તેવા વ્યક્તિને બનાવવા. વિટનેસ માત્ર હાજરી પુરાવે તેટલું કામ કરે છે. વિટનેસ ઉંમરમાં નાની વ્યક્તિને રાખવી જોઈએ.