બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ વર્લ્ડ હેલ્થ ડે 2016

ના રોજ પ્રકાશિત Wed, 06, 2016 પર 09:51  |  સ્ત્રોત : CNBC-Bajar

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ ,વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે.

મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું વર્લ્ડ હેલ્થ ડે વિશે. શા માટે 2016 છે ડાયાબિટીસ યર. કેવી રીતે જીવી શકો હેલ્થી અને વેલ્થી લાઈફ.

WORLD HEALTH ORGANIZATION એટલે કે WHO 1946થી કાર્યરત છે લોકોના સ્વાસ્થ્ય અંગે.. જો આપણું સ્વાસ્થ્ય સાઝ્ર હોય તો આપણે દરેક વસ્તુ કરવા સક્ષમ હોય છીએ. WHO એ 3 પ્રકારના મુખ્ય સ્વાસ્થ્ય દર્શાવ્યા છે જેના બેલેન્સથી આપણે સ્વસ્થ છીએ તેમ કહી શકાય. તે છે શારિરીક, માનસિક અને આર્થિક સ્વાસ્થ્ય. 7 એપ્રિલને વર્લ્ડ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે, અને વર્ષ 2016ને ડાયાબિટીસ યર જાહેર કરવામાં આવ્યું છે જેમા ડાયાબિટીસની સામે લડી તેને નિવારવા પર ભાર મુકવામાં આવ્યો છે.

તો આજે મની મૅનેજરમાં આપણે વાતક કરીશું કે તમારા નાણાંકિય આયોજનમાં કેવી રીતે તમારા નાણાંને હેલ્થી રાખવા અને ડાયાબિટીસની પરિસ્થિતી ભારતમાં કેવી છે, તેમજ તેના સામે લડવા તમારે શું પગલા લેવા જોઈએ. આ સમગ્ર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલા તેમજ FICA ના MD અને પ્રખ્યાત ડાયાબિટોલોજીસ્ટ અને એન્ડોક્રાઈનોલોજીસ્ટ ડૉ. દિપક દલાલ.

આ સમગ્ર ચર્ચામાં આપણા સાથે આ રોગમાંથી પસાર થઈ પોતે સફળ લેખક અને કર્મયોગ નોલેજ એકેડમી ના ફાઉન્ડર તરીકે નામના ધરાવતા અમિત ત્રિવેદી પણ જોડાયા છે જેઓએ પોતે લડત આપી છે ડાયાબિટીસને.

વર્લ્ડ હેલ્થ ડે 2016 - હેલ્થ ઈન્શ્યોરન્સ નાણાંકિય આયોજનમાં ખુબ જઝ્રરી. ભારત વિશ્વમાં ડાયાબિટીસ અંગે બીજા ક્રમ પર આવે છે. ડાયાબિટીસના 2 પ્રકાર છે. ડાયાબિટીસનો અને મેદસ્વીપણાનો સંબંધ છે. ડાયાબિટીસ સાધારણ બિમારી નથી માટે ઘરગથ્થુ દવાથી ન મટાડી શકાય. સામાન્યરીતે એવા પ્લાન લેવા જોઈએ જેમા દરેક રોગનો સમાવેશ થતો હોય.


બાળક 90 કે 91 દિવસનું થાય ત્યારથી હેલ્થ પ્લાન લઈ લેવો જોઈએ. શહેર અને વિસ્તાર પ્રમાણે હેલ્થ કવર લેવું જોઈએ. બાળકોને થતા ડાયાબિટીસનો એક જ નિવારણ છે કે બાળકે ઈશ્યુલિન લેવું. ઈશ્યુલિન લેતુ બાળક સાધારણ બાળકોની જેમ જ જીવી શકે છે. ડાયાબિટીસ ઘટાડવા માટે વજન ઘટાડવું આવશ્યક છે. બન્ને પ્રકારમાં રોગની બોર્ડર ક્રોસ કરતા તેનું નિવારણ લાવવું અનિવાર્ય છે.


અમિતભાઈ 18 વર્ષથી ડાયાબિટીસ પેશન્ટ છે. અમિતભાઈને એક મહિના પહેલા જ ક્રિટીકલ પરિસ્થિતીનો સામનો કરવો પડ્યો હતો. પરેજી, કસરત, સતત ચક્સણી અને ઈન્જેક્શન આ 4 વસ્તુ ખુટે તો સમસ્યા સર્જાય. આ બિમારીને જો સરળતાથી લેશો તો સમસ્યા સર્જાઈ શકે છે. ફ્લોટર કવર લેવું સલાહભર્યુ છે. મહત્તમ ટ્રીટમેન્ટ તમારા કવરેજમાં સમાવેશ પામે છે કે નહિં તે ચકાસવું. RBI એ વ્યક્તિ દિઠ 2.5 લાખ ડૉલર વાપરવાની છૂટ આપી છે.