બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: યોગ અને નાણાંકિય આયોજન

મની મૅનેજરમાં આજે આપણે કરીશું ઉજવણી. વર્લ્ડ યોગા ડે ની.અને મેળવે શુ યૌગિક વેલ્થ અંગે માહિતી. તેમજ જાણીશું યોગ અને નાણાંકિય આયોજનની સામ્યતા.
ના રોજ પ્રકાશિત Wed, 22, 2016 પર 11:42  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજરનાં માધ્યમ દ્વારા અમે દરરોજ તમારા પર્સનલ ફાયનાન્સને લગતી ઉપયોગી માહિતી આપના સુધી પહોચાડવાનો પ્રયાસ કરીએ છીએ. દરરોજની જેમ આજે પણ આપના મહેનતથી કમાયેલા નાણાં ન માત્ર બચે, પરંતુ આપને ફળે,  અને આપ સુખી, સમૃધ્ધ અને સંપન્ન બની શકો. મની મૅનેજરમાં આજે આપણે કરીશું ઉજવણી. વર્લ્ડ યોગા ડે ની.અને મેળવે શુ યૌગિક વેલ્થ અંગે માહિતી. તેમજ જાણીશું યોગ અને નાણાંકિય આયોજનની સામ્યતા.

21મી જુન એટલે આંતરરાષ્ટ્રિય યોગ દિવસ. આ વર્ષે આપણે બીજો યોગ દિવસ ઉજવી રહ્યાં છે અને આપણે ભારતીયો ગર્વ થી કહી શકીએ છીએ કે યોગ એ આપણા દેશની પ્રાચીન સંસ્કૃતિ છે.  યોગનો જન્મ ભારતમાં ઋષિમુનીઓના સમયથી થયો હતો તેઓ શરીર અને મનના વિલિનિકરણ માટે યોગનો ઉપયોગ  ધ્યાનનાં માધ્યમથી કરતા હતા.


આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના આગ્રહથી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલિ 21 જુનનાં દિવસને વર્લ્ડ યોગ ડે તરીકે ઉજવવાની તેમની માંગણી સાથે સહમત થયા અને 3 મહિનાના સમયગાળામાં ઇતિહાસ રચાયો એટલે કે પ્રથમ વખત યુનાઇટેડ નેશન્સ બોડીએ કોઇ બીજા દેશના પ્રપોઝલને સ્વીકારી લીધુ. અને વર્લ યોગા ડેની ઉજવણી શરૂ થઇ 21 જુન 2015થી.


અને આજે આજ પર્વની ઉજવણી આપણે મની મેનેજરમાં કરીશુ એટલે કે જાણીશુ યોગ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગની સાથે કઇ રીતે સંકયાળેલ છે અને આ રસપ્રદ માહિતી આપણે મેળવીશુ યોગિક વેલ્થનાં લેખક અને સર્ટીફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરુવાલા પાસેથી.

ગૌરવ મશરૂવાલાનાં મતે પતંજલી સુત્રમાં યોગની વ્યાખ્યા અપાઇ છે. મન સ્થિર બને તે સ્થિતિ એટલે યોગ. મુળભુત જરૂરિયાત પુરી કરવા માટે નાણાંની જરૂર હોય છે. નાણાંની જાળવણીની ચિંતા માનવીને સતાવતી હોય છે. નાણાં ઇર્ષા, ગુસ્સો, ઇનસ્ક્યુરિટી જેવી નકારાત્મક લાગણી લાવી શકે છે. પૈસા ઘણુ બધુ હોય શકે છે પણ દરેક વસ્તુ નહિ એ વાત ધ્યાને રાખવી જોઇએ.


નાણાંકિય પ્રવુત્તિ ચાર પ્રકારની હોય છે. આવક, લોન, ખર્ચ અને બચત એ નાણાંકિય પ્રવૃત્તિની છે. ખર્ચાની સાથે આપણી લાગણીઓ જોડાયેલી હોય છે. નાણાંકિય આંકડા મનની શાંતિ આપી શકતા નથી. આસપાસના લોકોને જોઇને ઇર્ષા થવી એ સામાન્ય રીતે સમાજમાં જોવા મળે છે. નકારાત્મક વિચારોથી મુક્તિ વધે ત્યારે નાણાંકિય સ્વંત્રતા મળી શકે છે.


બીજા વ્યક્તિની સરખામણીથી ઇર્ષા આવતી હોય છે. આપણી પાસે રહેલી સંપત્તિનું અવલોકન કરીશું તો માનસિક શાંતિ મળી શકે છે. આસપાસના લોકોને જોઇને ઇર્ષા થવી એ સામાન્ય રીતે સમાજમાં જોવા મળે છે. નાણાંના વિચારોથી આઝાદી મળતા માનસિક સંતોષ પ્રાપ્ત થઇ શકે છે. સ્વાસ્થય એ સાચી સંપત્તિ છે, તેને મેળવવા અને જાળવવાનાં પ્રયાસ થવા જોઇએ.


શારિરિક, સામાજીક, માનસિક અને આર્થિક સંપત્તિનુ સમન્વય ખૂબ જરૂરી છે. શારિરિક સ્વાસ્થયને આર્થિક સંપત્તિ કરતા વધુ મહત્વ આપવું જોઇએ. યોગનું મહત્વ હવે આંતરરાષ્ટ્રિય સ્તર પર સમજાય રહ્યું છે. માત્ર રોગ ન હોવુ એને સ્વસ્થતા માટેનું પ્રમાણ ન ગણી શકાય.