બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: તમારા સવાલ અને અમારા જવાબ

ના રોજ પ્રકાશિત Wed, 21, 2016 પર 17:50  |  સ્ત્રોત : CNBC-Bajar

આપણાં જીવનની ઘણી બધી ચિંતાઓ લગભગ નાણાં સાથે જોડાયેલી હોય છે. આથી જો આપણાં નાણાંનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવે તો મોટા ભાગની સમસ્યાનું નિવારણ આપોઆપ થઇ જાય છે. અને આજના એપિસોડમાં આપણે વાત કરીશું એવા પ્રશ્નો વિશે જે તમને નાણાંકિય આયોજનમાં વારંવાર ઉપજતા હોય છે. અને આ પ્રશ્નો પણ અમે તમારા જેવા દર્શકો પાસેથી જ મેળવતા હોય છીએ. તો આજનો એપિસોડ ખાસ દર્શકોના પ્રશ્નો નો એપિસોડ કહી શકાય. અને તમારા પ્રશ્નોનું નિવારણ લાવવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.


સવાલ: મારી ઉંમર 48 વર્ષની છે, અને મારે 60 વર્ષે નિવૃત્ત થવું છે, તો મને નિવૃત્તી માટેના આયોજનમાં મદદ કરો, મારે માસિક રૂપિયા 57,000ની આવક જોઈએ છે જે આજના ખર્ચાઓને ધ્યાનમાં રાખીને કાઢવામાં આવી છે, મારા પાસે રૂપિયા 50 લાખ પીપીએફ અને અન્ય એસેટ્સ જેવાકે સ્ટેચ્યુટરી પ્રોવિઝન્સમાં છે, મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા 15 લાખ છે અને પ્રોપર્ટી પણ છે જેની કિંમત રૂપિયા 1 કરોડ જેટલી છે, જેમા માસિક રિટર્ન 25 હજાર છે. હાલ મારે જોબ ગુમાવવાનું રિસ્ક છે અને આ ઉંમરે મને સમાન પગાર વાળી અન્ય જોબ ન મળી શકે, તો શું કરવું જોઈએ મારે મારી નિવૃત્તીનું આયોજન કેવી રીતે કરવું.


જવાબ: કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે સૌપ્રથમ તમારે નિવૃત્તીના સમયના ખર્ચાઓનું પ્લાનિંગ કરવું જોઇએ. આ ખર્ચાઓનું આપણે તારણ કાઢિએ તો આશરે રૂપિયા 5 કરોડ જોડવા જોઇએ. તમે રૂપિયા 55000ની એસઆઈપી કરી શકો છો. તમારી પાસે પ્રોપર્ટી પણ છે જેનું બેક્અપ પ્લાનિંગમાં ઉપયોગી બની શકે છે. તનારી જોબ જતી રહે તો રૂપિયા 1 કરોડ જેટલી રકમ મળી શકે છે.


અન્ય આવકને પણ રૂપિયા 1.5 કરોડ મળી શકે છે. પ્રોપર્ટીના ભાવ ન નધે ભવિષ્યમાં જેથી નાણાંને અનેય દિશામાં ફેરવવા પડે છે. તમારે ફ્લોટર પ્લાન લેવો જોઇએ જે જોબ છૂટતા શમયે કામ લાગી શકે છે. નિવૃત્તીના આયોજનમાં લગભગ કોઇ ટેક્સ લાગશે નહિં. ઈએલએસએસમાં રોકાણ કરવાથી ક્લમ 80 કરોડમાં ફાયદો થાય છે.