બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: યુવાવર્ગનો રોકાણ માટેનો અભિગમ

ના રોજ પ્રકાશિત Fri, 09, 2019 પર 14:03  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે આજના મની મેનેજરમાં જાણીશું યુવા વર્ગનો રોકાણ માટેનો માઇન્ડસેટ, તેમની લાઇફસ્ટાઇલ અને રોકાણ, રોકાણમાં કેમ હોય છે તફાવત.


આજનો યુવા વર્ગ ખાસ કરીને જેઓ પોતાના 20esની ઉંમર મા છે જેમને આપણે Millennials તરીકે પણ ઓળખી શકીએ તેમનો રોકાણ માટેનો અભિગમ એકદમ અલગ હોય છે, તો કેવો હોય છે તેમનો રોકાણ અંગેનો અભિગમ,


શું હોય છે તેમનુ માઇન્ડસેટ અને તેમની રોકાણની પધ્ધતિમાં પુખ્ત પેઢી કરતા કેટલો તફાવત હોય છે આ અંગેની આજે જાણકારી લઇશું ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાઇનાન્શિયલિ બુકનાં લેખક કલ્પેશ આશર પાસેથી.


મિલેનિયલ વર્ગ પાસે આપણે ઘણુ શીખી શકીએ છીએ. મિલેનિયલ વર્ગ માટે આજના સમયે સ્ટ્રગલ ઘટી ગઇ છે. આજના યુવા વર્ગ ઝડપથી સફળતા મેળવી રહ્યો છે. યુવા વર્ગને ફાસ્ટ અને ડાઇનામિક લાઇફ સ્ટાઇલ જોઇએ છે. મિલેનિયલ વર્ગ પોતાના શોખને વ્યાવસાય બનાવી રહ્યાં છે. યુવા વર્ગ પોતાની નોકરી ઝડપથી બદલે છે.


યુવાવર્ગની ચંચળતાની અસર તેમના નાણાકિય જીવન પર પડે છે. મિલેનિયલ વર્ગનો માઇન્જસેટ અલગ હોય છે. યુવા વર્ગનો એક પ્રકાર તમામ નાણાકિય જાણકારી મેળવવા માગે છે. આજનો યુવા વર્ગ ડિજીટલ પ્લેટફોર્મ પરથી તમામ નાણાકિય માહિતી મેળવે છે. અમુક યુવાવર્ગ લોકો માત્ર આજમાં જ જીવે છે,


કાલની ચિંતા નથી કરતા. જે પરિવારમાં રોકાણની ચર્તા થતી હોય તેમના સંતાન રોકાણ અંગે જાગૃત હોય છે. યુવા વર્ગનાં અમુક લોકો રોકાણનાં વિકલ્પો અંગે જાણતા પણ નથી. સારી આવક ધરાવતો યુવા વર્ગ અમુક વખત એફડીમાં જ રોકાણકરવા ઇચ્છે છે.


અમુક યુવાવર્ગ સ્મોલકેપમાં મોટુ રોકાણ કરી દે છે. મિલેનિયલ પર ફ્યુચર પ્રેસર પણ ઘણુ રહે છે. યુવાવર્ગે જલ્દી રોકાણ શરૂ કરી તેનો મહત્તમ લાભ મળે છે. યુવા વર્ગ કન્ટેન્જન્સી ફંડ બવાની લેવો જોઇએ. યુવા વર્ગે પોતાના માજશોખ માટે અમુક રકમ કરી લેવી જોઇએ.