બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ક્યા કારણે નથી મળી શકતા સારા રિટર્ન?

ના રોજ પ્રકાશિત Wed, 03, 2019 પર 10:01  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું યોગ્ય રિટર્ન ન મળવાના કારણો, રોકાણકારની કઇ ભુલ જવાબદાર, દર્શકોનાં સવાલ.


દરેક રોકાણકાર હંમેશા સારા રિટર્નની આશા રાખે છે. દરેક વખતે આપણે અપેક્ષિત રિટર્ન મેળવવા માટે રોકાણ કરતા હોઇએ છીએ, પરંતુ ઘણી વખત રોકાણકારને અપેક્ષિત રિટર્ન મળી શકતા નથી, તો એવુ કેમ થાય છે, તેના કારણોની ચર્ચા આપણે કરીશુ અને આગળ જાણકારી લઇશું છેટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી.


રોકાણ પહેલા તમારૂ રિસર્ચ જાતે કરો છે. રોકાણનાં નિર્ણય મિત્રો કે આસપાસનાં કોઇની પણ સલાહથી ન કરો. DIY: Doing it yourself, પુરતુ વળતર ન મળવાનું એક કારણ છે. રોકાણ પોતાને એકસપર્ટ સમજે તો કોઇ વાર રોકાણનો નિર્ણય ખોટો પડી શકે છે. જાતે ફંડ પસંદ કરતી વખતે ભુલ થવાની સંભાવના રહેલી છે.


દરેક રોકાણની પોતાની એક સાયકલ હોય છે. વિવિધ કારણોને લીધે રિટર્ન વધ ઘટ થતા રહે છે. અમુક વખત રોકાણ પછી અમુક વર્ષ રાહ જોવી પડતી હોય છે. અમુક ટૂંકા ગાળામાં સારૂ વળતર આવતુ હોય છે. જાતે ઉંડ પસંદ કરતી વખતે બુલ થવાની સંભાવના રહેલી છે. અમુક વખત રોકાણની સરખામણી ખોટી થતી હોય છે. જુદા જુદા અસેટની સરખામણી કરતા નિર્ણયો ખોટા પડી શકે છે.


ઇક્વિટી ફંડની સરખામણી ઇક્વિટી ફંડ સાથે જ કરવી જોઇએ. જલ્દી રિડમ્પ્શન કરવાથી સારૂ વળતર નથી મળી શક્તુ. ઘણી વાર સારા રોકાણને જરૂર પડે જલ્દી કાઠી લેવાય છે. ઘણી વાર અફસોસને કારણે તમે યોગ્ય સમયે યોગ્ય એક નથી લેતા.


સવાલ-


તેમને ટર્મ ઇન્શયોરન્સ અને મેડિક્લેમ કઇ રીતે પસંદ કરવા તે અંગે સમજ આપશો?


જવાબ-


તમે એગ્રીગેટર સાઇટ પર જઇ પોલિસી સિલેક્ટ કરી શકો છો.