બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ અનઅપેક્ષિત નાણાંનું આયોજન - ભાગ 2

ના રોજ પ્રકાશિત Thu, 02, 2016 પર 12:57  |  સ્ત્રોત : CNBC-Bajar

આપણાં જીવનની ઘણી બધી ચિંતાઓ લગભગ નાણાં સાથે જોડાયેલી હોય છે. આથી જો આપણાં નાણાંનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવે તો મોટા ભાગની સમસ્યાનું નિવારણ આપોઆપ થઇ જાય છે. મની મેનેજરમાં આજે અનઅપેક્ષિત નાણાંનું આયોજન. કેવી રીતે કરવું? શું ધ્યાનમાં રાખવું?

જેમ આપણે આગળના એપિસોડમાં વાત કરી અનઅપેક્ષિત ધન વિશે, કે કેવી રીતે આ financial windfall આપણા જીવનમાં બદલાવ લાવી દે છે. અને તે બદલાવને આપણે પચાવવા માટે ઘણું કરવું પડતું હોય છે. કારણકે તે હકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ. તો આ અંગે જ આગળ વાત કરીએ અને આ તેના માટે આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

કાર્તિક ઝવેરીનાં મતે પરિસ્થિતીના આધારે જ્યારે અચાનક નાણાં આવે ત્યારે નિર્ણય લેવો જોઈએ. તે નાણાંનું રોકાણ કરી તેમાંથી નવી રકમ ઉપજાવવી જોઈએ. જ્યારે નાણાં અનઅપેક્ષિત રીતે આવી જાય ત્યારે તેનું આયોજન કરવું ખુબ જરૂરી છે. જ્યારે આપણી પાસે ઈમરજન્સી ફંડ ન હોય તો પહેલા તે બનાવવું જોઈએ. બને ત્યાં સુધી આ રકમ વધે તેનું ધ્યાન રાખવું જોઈએ.

અનઅપેક્ષિત ધનના માધ્યમ પ્રોપર્ટીનું વેચાણ કે વિભાજન, વારસો, લોટરી, કાયદા પાછળ, રોકાયેલા નાણાં પરત, અટકાયેલા નાણાં, બિઝનેસમાં સેલ. પ્રોપર્ટીમાથી જ્યારે નાણાં મળે ત્યારે ઈક્વિટી પોર્ટફોલિયોમાં રોકાણ કરાય. ઈક્વિટી રોકાણથી લિક્વિડીટી વધે છે જે જરૂરીયાત સમયે ઉપયોગી થાય છે.

વારસા કે લોટરીના નાણાં સમયે આપણે અન્ય ભાઈ-બહેન સાથે વહેંચી શકો છો.પરિવારમાં નાણાં પરસ્પર વહેંચવાથી સંપ પણ જળવાયેલો રહે છે. વારસાના નાણાંને વડિલોની ઈચ્છા પુરી કરવા માટે પણ વાપરી શકાય છે. લોટરીના નાણાં અને વારસાના નાણાંમાં ઘણી સમાનતા હોય છે.

લોટરીના નાણાંમાંથી ટેક્સના નાણાં સાઈડ પર રાખવા જરૂરી છે.લોટરીના નાણાંનો ટેક્સ ન ચુકવવામાં આવે તો પેનલ્ટી ચુકવવી પડે છે. ડિવોર્સ સેટલમેન્ટમાં ટેક્સ પ્રોવિઝન બાદ વિવિધ સોર્સ ઓફ ઈનકમ બનાવવી. ડિસ્પ્યૂટેક મનીમાં અટકેલા નાણાં પરત મળે છે.