બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

PM kisan: ખેડુતો 6000 નહીં, 36000 રૂપિયા મેળવી શકે છે દર વર્ષે, તમારે ફક્ત કરવું પડશે આ કામ

પીએમ કિસાન માનધન યોજના (PM Kisan Man Dhan Yojna)ના અંતર્ગત ખેડુતો દર વર્ષે 36000 રૂપિયા મેળવી શકે છે.
ના રોજ પ્રકાશિત Thu, 08, 2021 પર 17:01  |  સ્ત્રોત : Moneycontrol.com

પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતે દર વર્ષે 6000 રૂપિયા ત્રણ હપ્તામાં એટલે કે 2000 રૂપિયા મળે છે. દેશના 10 કરોડથી વધુ ખેડુતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જો તમે પહેલાથી જ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan samman Nidhi)નો લાભ લઈ રહ્યા છો તો તમને સરકાર તરફથી દર મહિને 3000 રૂપિયા મળવાના પણ અધિકાર છે. તમારે આ માટે કોઈ પણ દસ્તાવેજ આપવા નહીં પડે. પીએમ કિસાન મહાધન યોજના (PM kisan Man Dhan Yojna)ના અંતર્ગત ખેડુતો દર વર્ષે 36000 રૂપિયા મેળવી શકે છે. ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ અને પીએમ કિસાન મહાધન યોજનાનો ફાયદો ખેડૂત ઉઠાવી શકે છે.


ખેડુતોને મળી શકે છે 36000 રૂપિયા


પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડુતોને દર મહિને પેન્શન આપવાની યોજના છે. આ યોજના હેઠળ 60 વર્ષની વય પછી દર મહિને 3000 રૂપિયા એટલે કે વર્ષના 36000 રૂપિયા ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે. ખેડુતોએ કોઈ દસ્તાવેજો પૂરા પાડવાની નહીં રહેશે કારણ કે સરકાર પાસે તમારા દસ્તાવેજો પહેલાથી છે.


ખેડુત માનધન યોજનાનું કેવી રીતે ઉછાવી શકો છો લાભ


કિસાન મહાધન યોજના અંતર્ગત 18 થી 40 વર્ષની વયની કોઈપણ ખેડૂત તેમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે. પરંતુ જે ખેડુતોની પાસે 2 હેક્ટેર જમીન છે તેઓ આ યોજનાનો લાભ લઈ નહીં શકશે. યોજના અંતર્ગત ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી 55 થી 200 રૂપિયા સુધી માસિક પૈસા ચૂકવવા પડશે. ખેડુતોની ઉંમર પ્રમાણે નક્કી થાય છે કે તમારે કેટલા પૈસા પેન્શન માટે આફવાના રહેશે.


મહત્વપૂર્ણ વાતો.....


- કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પ્રાપ્ત થયેલ 6000 રૂપિયા વર્ષ હપ્તા દ્વારા પણ પોતાના પૈસા પીએમ કિસાન માનધન યોજનાના માટે કપાવી શકો છો.


- પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહી લેતા હોય જે ખેડુતો પણ પીએમ કિસાન મહાધન યોજનાનો લાભ લઇ શકશે.