બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

પ્રી-બજેટ સ્પેશલ મની મૅનેજર

આજના મની મેનેજરમાં જાણીશું પ્રી-બજેટ સ્પેશલ મની મૅનેજર, બજેટ પાસેથી અપેક્ષા, આ બજેટ આપશે ભેટ?
ના રોજ પ્રકાશિત Thu, 04, 2019 પર 10:57  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મૅનેજરની આ ખાસ રજુઆતમાં આપનું સ્વાગત કરૂ છુ. આજના મની મેનેજરમાં જાણીશું પ્રી-બજેટ સ્પેશલ મની મૅનેજર, બજેટ પાસેથી અપેક્ષા, આ બજેટ આપશે ભેટ?


મોદી સરકારને મજબૂત જનાદેશ મળ્યા બાદ એમનું પહેલુ બજેટ રજુ થવાને હવે ગણતરીનાં કલાકો બાકી છે ત્યારે દેશનાં પહેલા મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં કઇ ભેટ આપી શકે છે, આ બજેટ તમારા ખિસાને કેટલી રાહત આપી શકશે? ટેક્સમાં કોઇ છુટ મળી શકે ખરી?


આ તમામ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશુ મની મૅનેજરનાં આ પ્રી-બજેટ સ્પેશલ એપિસોડમાં. અને આગળા જાણીશું ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી અને ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર પાસેથી.


કલ્પેશ આશરનું કહેવુ છે કે જીઓ પોલિટીકલ અનિષ્ચિતતાઓ ઘણી છે. ભારતીય અર્થતંત્રનો ઝડપી વિકાસ સરકાર માટે પડકાર સમાન છે. ઇન્ટરેસ્ટ રેશિયો Vs મની ઇન હેન્ડમાં સુધારો જરૂરી છે. આમ થાય તો લોકો પાસે હાઉસિંગ અને કન્ઝપશન પર ખર્ચ કરવા રૂપિયા હશે. ઇક્વિટી પરથી 10 ટકા એલટીસીજી હટાવવો જોઇએ. 80C મુજબની કરમુક્તિ મર્યાદા રૂપિયા 1.50 લાખથી વધારી 2 લાખ કરવી જોઇએ.


કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે આ બજેટમાં ઇન્ફ્રા, પાણી, ડિસઇનેવસ્ટમેન્ટ, રિયલ એસ્ટેટ પર ફોકસ હોઇ શકે છે. ખેડૂતો પર અને રોજગારી પર ભાર મુકાઇ શકે છે. સિસ્ટમમાં લિક્વિડિટી જળવાય રહે તે માટે સરકારે પ્રયાસો કરવા પડશે. જીએસટી કલેક્શન વધારવા પર ફોકસ રહી શકે છે. ટેક્સ સ્ટ્રકચરમાં સમાનતા લવાય એ જરૂરી છે.


હાલમાં ફર્મને 30 ટકા જ્યારે કંપનીને 25 ટકા ટેક્સ લાગે છે. પર્સનલ ઇનકમ ટેક્સમાં મોટા ફેરફાર નહી આવે. સરકારે રેવન્યુ વધારવાનાં માર્ગ શોધવા પડશે. બજેટથી તુંરત કોઇ લાભ મળવાની શક્યતા ઓછી છે. 80C/80D મુજબ કરરાહત માટેનો સ્લેબ વધવાની સંભાવના ઓછી છે. લોંગ ટર્મ ટેક્સ બેનિફિટ મળી શકે છે.