બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

તમારા પર્સનલ ફાઇનાન્સ પર સટીક સલાહ

ના રોજ પ્રકાશિત Wed, 06, 2020 પર 13:25  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના વાયરસની અનિશ્ચિતતા વચ્ચે તમારા મનમાં રોકાણની રણનીતિ અંગે અનેક મુંજવણ હશે પરંતુ તેને દુર કરવા માટે આપણે જાણીશું ટ્રાન્સેન્ડ કન્સલટન્સીના કાર્તિક ઝવેરી પાસેથી.

કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે માર્કેટ 30% રિકવર થયું છે એટલે 30% પોર્ટફોલિયોનું વેચાણ કરવું. વધુ પૈસા ડેટમાં રોકાણ કરો. પૈસાને રાખી મૂકો, ઘટાડો હજૂ પુરો નથી થયો. ઇક્વિટીમાં રોકાણ ઓછું કરો અને હોય તો થોડું વેચીને બીજામાં રોકાણ કરો. ડેટમાં ખરીદદારી સતર્કતા સાથે કરો.


કાર્તિક ઝવેરીના મતે જો રિસ્ક ન લેવું હોય તો સારી બેન્કમાં FD અથવા RD કરો. કેશફ્લો યથાવત્ હોય તો SIP ચાલુ રાખો નહીંતર બંધ કરો. કેશફ્લોની અડચણમાં SIP અને EMI બન્ને બંધ કરો. ડેટ ફંડમાં SIP કરો અથવા FDમાં રોકાણ કરો.