બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ બજેટ 2016 ની સંભાવનાઓ

ના રોજ પ્રકાશિત Mon, 22, 2016 પર 17:30  |  સ્ત્રોત : Moneycontrol.com

આપણે આપણા નાણાંનું આયોજન કરવું જોઈએ અને ખર્ચાઓ કરતા પહેલા બજેટ બનાવી ચાલવું જોઈએ તેવી સલાહ અમે તમને અવાર નવાર આપીએ છીએ. પણ આ બેઝીક પ્લાનિંગ સાથે અમુક એડવાન્સ પ્લાનિંગ પણ જરૂરી હોય છે અને તે એડવાન્સ પ્લાનિંગ જ તમને સ્માર્ટ ઈન્વેસ્ટર બનાવતું હોય છે. તો તમને બેઝિક માંથી સ્માર્ટ ઈન્વેસ્ટર બનાવવાની બધી જ ટીપ્સ સાથે હું પ્રિતી દલાલ આજના મની મૅનેજરમાં તમારૂ સ્વાગત કરૂ છું.

મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું બજેટ 2016 વિશે. કેવી અસર છે 2015ના બજેટની અને શું લાવી શકે છે 2016નું બજેટ આપણા માટે.

જેમ - જેમ વર્ષ બદલાય, તેમ - તેમ ટેકનોલોજી સાથે આપણે પણ એડવાન્સ થતા જઈ રહ્યાં છીએ, તો આપણું રોકાણ શા માટે સામાન્ય રહી શકે. દર વર્ષે જાહેર થતું બજેટ રોકાણકારો માટે કંઈને કંઈ નવું લાવે છે, ગયા બજેટમાં પણ આપણને ઘણા ફેરફારો મળ્યાં મોદી સરકારનું પહેલું બજેટ હોવાથી લોકોને ઘણી આશાઓ હતી, અને એક તારણ કાઢિએ તો તે ઘણા પ્રમાણમાં પુરી પણ થઈ છે.


આ વર્ષનું બજેટ એટલે કે બજેટ 2016માં મોદી સરકાર આપણને શું પીરસી શકે છે તે ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે, તો તેની સંભાવનાઓ અને અપેક્ષાઓ વિશે આપણી સાથે વાત કરવા જોડાઈ રહ્યા છે, સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા. અને ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી. સર સ્વાગત છે તમારૂ આજના શોમાં.

બજેટ 2015 વાર્ષિક રૂપિયા 1 કરોડથી વધુ આવક વાળા વ્યક્તિઓને 2%નો સરચાર્જ નાગરિકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રિમિયમ પર રૂપિયા 25,000 ની છૂટ. વરિષ્ઠ નાગરિકો માટે રૂપિયા 30,000ના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રિમિયમ પર ટેક્સમાં છૂટ. નેશનલ પેન્શન સ્કીમ હેઠળ રૂપિયા 1.5 લાખની છૂટ. સેક્શન 80સી હેઠળ રૂપિયા 50,000ની છૂટ. ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં રૂપિયા 1600ની છૂટ. 80 વર્ષથી વધુ વયના નાગરિકો માટે તેમની સારવારમાં કરાયેલા ખર્ચામાં રૂપિયા 30,000 ની છૂટ.


80 વર્ષથી વધુ વયના નાગરિકો માટે જોખમી પ્રકારની બિમારી માટેના ખર્ચામાં રૂપિયા 80,000 ની છૂટ. વિકલાંગ નાગરિકો માટે સેક્શન 80 ડીડી અને 80યુ હેઠળ વધુ રૂપિયા 25,000ની છૂટ. સેક્શન 80 સીસીડી હેઠળ ન્યુ પેન્શન સ્કીમમાં રોકાણ પર રૂપિયા 50,000ની છૂટ. વરિષ્ઠ નાગરિકો માટે વરિષ્ઠ વીમા યોજના હેઠળ સર્વિસ ટેક્સની છૂટ.

આ વર્ષે મોટા ખર્ચાઓ આવી શકે છે. સામાન્ય ટેક્સ ભરનારને લાભ મળશે તેવી સંભાવનાઓ ઓછી છે. હેલ્થ ઈન્શ્યોરન્સમાં 10 થી 20%નો ફાયદો મળી શકે છે. 80 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે જે ફાયદો હતો તે સારો છે.આપણી પાસે નેશનલ કોઈ હેલ્થ અંગે સ્કીમ નથી. હેલ્થ ઈન્શ્યોરન્સમાં ફાયદો દરેક ઉંમરના લોકો માટે થવો જોઈએ. ક્રિટીકલ ઈલનેસના સેક્સનમાં વધારો થવો જોઈએ.


હેલ્થ પેકેજ તરીકે એક નવું સેક્શન આપવું જોઈએ. અત્યાર સુધીના ટેક્સ અંગેના ફાયદા રોકાણ પર મળે છે. હાઉસિંગ સેક્ટરમાં એટલો ફેરફાર જરૂરી નથી. રટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરી છૂટ આપવી જોઈએ.