બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

SBI: 1 જાન્યુઆરીથી બદલશે ચેક પેમેંટની રીત, જાણો તમારા પર શું અસર થશે

આ નવા નિયમ ચેક પેમેંટને સેફ બનાવા અને બેન્ક ફ્રૉડને રોકવા માટે બનાવામાં આવ્યા છે.
ના રોજ પ્રકાશિત Tue, 29, 2020 પર 15:08  |  સ્ત્રોત : Moneycontrol.com

ભારતીય રિઝર્વ બેન્ક (Reserve Bank of India, RBI) એ ચેકની ચુકવણી માટે પૉઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) ની શરૂઆત કરી છે. તેની હેઠળ 50,000 થી ઊપરના ચેક માટે જરૂરી જાણકારીની બીજીવારથી પુષ્ટિ કરવામાં આવશે. ચેક ચુકવણીના નવા નિયમ 1 જાન્યુઆરીના બીજીવારથી પુષ્ટિ કરવામાં આવશે. ચેક ચુકવણીના નવા નિયમ 1 જાન્યુઆરી 2021 થી લાગૂ થશે. આ નવા નિયમ ચેક પેમેંટને સેફ બનાવવા અને બેન્ક ફ્રૉડને રોકવા માટે બનાવામાં આવ્યુ છે. ભારતીય સ્ટેટ બેન્ક (State Bank of India, SBI) પૉઝિટિવ પે સિસ્ટમને લાગૂ કરવા માટે પૂરી રીતે તૈયાર છે.

SBI એ એક બયાન રજુ કરી કહ્યુ છે કે નવા ચેક ચુકવણી નિયમ (New Cheque Payment Rule) 1 જાન્યુઆરી 2021 થી લાગૂ થશે. બેન્કે કહ્યુ કે RBI ના દિશાનિર્દેશોના અનુસાર, અમે અતિરિક્ત સુરક્ષા નિશ્ચિત કરવા માટે પોઝિટિવ પે સિસ્ટમને 01/01/2021 થી શરૂ કરી રહ્યા છે. 1 જાન્યુઆરીથી હવે ચેક રજુ કરવા વાળા વ્યક્તિને ઈલેક્ટ્રૉનિક માધ્યમથી ચેકની તારીખ, લાભાર્થીનું નામ, પ્રાપ્તકર્તા અને પેમેંટની રકમના બારામાં બીજી વાર જાણકારી આપવાની રહેશે.

સાથે જ પૉઝિટિવ પે સિસ્ટમના દ્વારા ચેકની જાણકારી SMS, મોબાઈલ એપ, ઈંટરનેટ બેન્કિંગ અને ATM ના માધ્યમથી આપવામાં આવી શકે છે. ચેકની પેમેંટ કરવાથી પહેલા આ જાણકારીઓની બીજીવાર તપાસ કરવામાં આવશે. જો તેમાં કોઈ ગડબડ થાય છે તો ચેક ટ્રંકેશન સિસ્ટમ દ્વારા ચિન્હિત કરી ડ્રાઈ બેન્ક (જે બેન્કમાં ચેક પેમેંટ થવાનું છે) અને પ્રેઝેટિંગ બેન્ક (જે બેન્કના અકાઉન્ટથી ચેક રજુ થાય છે) તે જાણકારી આપવામાં આવશે.

RBI એ જણાવ્યુ છે કે એવી સ્થિતિમાં જરૂરી પગલા ઉઠાવામાં આવશે. આ નિયમ 50,000 રૂપિયા અને તેનાથી ઊપરના બધી ચુકવણીના કેસો માટે રહેશે. RBI એ ગર્વનર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikanta Das) એ ઓગસ્ટમાં જ તે બારામાં ઘોષણા કરી હતી. પૉઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) ની હેઠળ કોઈ થર્ડ પાર્ટીને ચેક રજુ કરવા વાળા વ્યક્તિને પોતાના બેન્કને પણ પોતાની આ ચેકની જાણકારી મોકલવાની રહેશે.

આ સિસ્ટમથી 50,000 રૂપિયાથી વધારાની ચુકવણી વાળા ચેકને રિ-કંફર્મ (Re-Confirmation) કરવાનો રહેશે. પૉઝિટિવ પે સિસ્ટમના દ્વારા ચેકના ક્લિયરન્સને પણ ઓછો સમય લાગશે. આ સુવિધાનો લાભ ઉઠાવાનો નિર્ણય ખાતાધારકના હાથમાં રહેશે. જો બેન્ક ઈચ્છે તો 5 લાખ અને તેનાથી વધારે રકમના ચેકના મામલામાં પણ પૉઝિટિવ પે સિસ્ટમને અનિવાર્ય કરી શકે છે.