બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ બજેટ 2016 વિશે ચર્ચા

ના રોજ પ્રકાશિત Tue, 23, 2016 પર 17:38  |  સ્ત્રોત : Moneycontrol.com

આવક નિશ્ચિત હોય શકે પણ જાવક ક્યારેય નિશ્ચિત નથી આવી શકતી. પણ તેને થોડા પ્રમાણમાં ચોક્કસ બનાવી શકાય જો આપણે તેનું યોગ્ય આયોજન કરીએ.

મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું બજેટ 2016 વિશે. કેવી અસર છે 2015ના બજેટની અને શું લાવી શકે છે 2016નું બજેટ આપણા માટે.

જેમ - જેમ વર્ષ બદલાય, તેમ - તેમ ટેકનોલોજી સાથે આપણે પણ એડવાન્સ થતા જઈ રહ્યાં છીએ, તો આપણું રોકાણ શા માટે સામાન્ય રહી શકે. દર વર્ષે જાહેર થતું બજેટ રોકાણકારો માટે કંઈને કંઈ નવું લાવે છે, ગયા બજેટમાં પણ આપણને ઘણા ફેરફારો મળ્યાં મોદી સરકારનું પહેલું બજેટ હોવાથી લોકોને ઘણી આશાઓ હતી, અને એક તારણ કાઢિએ તો તે ઘણા પ્રમાણમાં પુરી પણ થઈ છે.

આ વર્ષનું બજેટ એટલે કે બજેટ 2016માં મોદી સરકાર આપણને શું પીરસી શકે છે તે ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે, તો તેની સંભાવનાઓ અને અપેક્ષાઓ વિશે આપણી સાથે વાત કરવા જોડાઈ રહ્યા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલા અને ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર પાસેથી.

ગૌરવ મશરૂવાલાનાં મતે 80 (c) કલમ પ્રમાણે 1.5 લાખ સુધીની રકમ કરમુક્ત ગણાય છે. 80 (c)ની મર્યાદા વધવી જોઇએ અથવા લાઇફ ઇન્શ્યોરન્સ માટે અલગ કરમુક્તિ આપવી જોઇએ. ટેક્સની રાહત મ્ત્યુના સંજોગમાં કુટૂંબની સુરક્ષા માટેના ઇન્શ્યોરન્સ પર મળવી જોઇએ. સ્વચ્છ ભારત પર સેસ લાગુ પડે છે (જુના પ્લે કરી શકાય).


હાલમાં મહિલાઓ માટે ટેક્સમાં ખાસ ફાયદા નથી અપાયા. કુટુંબ માટે આવક કરનાર મહિલાને ટેક્સમાં ફાયદો મળવો જોઇએ હાલ ટેક્સ સ્લેબ મહિલા અને પુઝ્રષો માટે સમાન છે. જો પહેલા સ્લેબ મહિલાઓ માટે લાગુ ના કરાય તો ઓછી આવક ધરાવતી મહિલાઓને લાભ મળી શકે.


કેપિટલ ગેઇન્સને લગતા ટેક્સમાં ફેરફાર થવા જોઇએ. કેપિટલ ગેઇન્સથી મળેલી રકમનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં માટે કર મુક્તિનો લાભ મળવો જોઇએ. કોર્પોરેટ ટેક્સ ઘટતા ઇક્વિટી માર્કેટનાં વળતરમાં ફેરફાર થશે. કોર્પોરેટ ટેક્સના ઘટાડાનો ફાયદો રોકાણકારોને મળી શકે. હાલમાં એનઆરઆઈ માટે ખાસ સ્કીમ નથી. ભારતમાં એનઆરઆઈને સારૂ વળતર મળે છે.


એનઆરઆઈને ખાસ ટેક્સ મુક્તિ આપવા જરૂરી નથી. ભારતને સ્ટેબલ બજેટની જરૂર છે. બ્લેક મની ન થાય તો ભારતીય જનતાને લાભ મળશે. જરૂર ધરાવતા લોકો સુધી લાભ પહોચવો જોઇએ.

કલ્પેશભાઇનાં મતે ગયા બજેટમાં ગોલ્ડની બે સ્કીમ રજૂ કરાઇ હતી આ સ્કીમોને સારો પ્રતિસાદ મળ્યો નથી સ્કીમમાં 2.25 થી 2.75%નુ વળતર મળતુ હોય છે જેના પર ટેક્સ લાગે છે ગોલ્ડ સ્કીમ પર મળતુ વ્યાજ કરમુક્ત કરાયતો લોકેને રોકાણનું પ્રોત્સાહન મળશે. સ્મોલ સેવિંગ સ્કીમમાં ઘણા ફેરફાર આવી શકે છે સ્મોલ સેવિંગ સ્કીમનાં વ્યાજ દર ઘટી શકે છે હાલ સ્મોલ સેવિંગ સ્કીમનો વ્યાજદર 8.4 થી 9.3% છે બૅન્ક એફડીના વ્યાજ દર 7.5 થી 8% છે.


ઘટતા વ્યાજ દર બેન્ક માટે ચિંતાનું કારણ છે સ્મોલ સેવિંગ સ્કીમ બોન્ડ સાથે લિન્ક થઇ શકે છે આ સંજોગોમાં સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજ દર ઘટી શકે છે વ્યાજ દરની સમીક્ષા 3 થી 6 મહિનામાં થઇ શકે છે સ્મોલ સેવિંગ સ્કીમનો વ્યાજ દર ફુગાવાને પહોચી શકાય એટલો હોવો જોઇએ વ્યાજ દરની સમીક્ષાનો સમયગાળો નિયત કરવો જોઇએ. ટેક્સ ફ્રી બાૅન્ડ લાંબા સમય ગાળાનાં હોય છે. ટેક્સ ફ્રી બૉન્ડનું રોકાણ રોકાણકારો માટે સુરક્ષિત રોકાણ છે. ટેક્સ ફ્રી બૉન્ડમાં ખાસ ફેરફાર થવાની સંભાવના નથી.


હાલ એજ્યુકેશન લોનનાં વ્યાજ પર ટેક્સ કપાત મળે છે બાળકોની ટ્યુશન ફી પર કર કપાત મળે છે હાલ ભારત સરકાર મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપે છે નવા ઉદ્યોગોને લગતા શિક્ષણ પર કર કપાત મળવી જોઇએ ટેક્સ કપાત દ્વારા મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળી શકે. સર્વિસ ટેક્સમાં 1/2%નો વધારો થયો છે. લોકપ્રિય બજેટ આવે એવી સંભાવના ઓછી છે 7માં પગાર પંચ દ્વારા રૂપિયા 1 લાખ કરોડથી વધુ રકમનો ભાર સરકાર પર આવ્યો છે.