બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ટેક્સ પ્લાનિંગ બજેટ સ્પેસલ

ના રોજ પ્રકાશિત Fri, 09, 2018 પર 17:28  |  સ્ત્રોત : CNBC-Bajar

બજેટમાં આ વખતે ટેક્સમાળખાને લગતી ઘણી અટકળો માર્કેટમાં ચાલતી હતી. ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ કે પછી શૅરબજારમાં રોકાણ પરનો ટેક્સ. બજેટમાં અમુક ઘોષણા આ લગતી થઈ છે, પણ આ ઘોષણા પૂરતી છે? એની પાછળના કારણો શું હતા અને આગળ એની શું અસર થશે.


સિનિયર સિટીઝનને મળતી પેન્શનની આવક પગાર તરીકે જ ગણાય છે. પેન્શન ઉપર સ્ટાન્ડર્ડ ડિડ્કશનનો લાભ પેન્શનરોને લાભ મળશે. પ્રાઇવેટ સેક્ટરના પગારદાર વર્ગ સરકારના સ્ટાન્ડર્ડ ડિડ્કશનના નિર્ણયથી નારાજ છે. સ્ટાન્ડર્ડ ડિડ્ક્શનના 40 હજાર રૂપિયાનો પૂરો લાભ નિવૃત્તોને મળી રહેશે. પ્રવર્તમાન જોગવાઇ અનુસાર કલમ 80Dની કપાત માટે સિનિયર સિટીઝનની મર્યાદા 30 હજાર રૂપિયા છે. આ અંદાજપત્રમાં 30 હજારની મર્યાદા વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવી છે.


આગામી નાણાંકીય વર્ષ 2019થી 50 હજાર રૂપિયાની મર્યાદા લાગુ પડશે. કોઇપણ વ્યક્તિ પોતાના કે તેના પરિવારજનો માટેનું પ્રિમિયમ ચૂકવે તો તેની કપાત મળી શકે છે. તેમજ આશ્રિત જેમ કે બાળકો માટે પ્રિમિયમ ચૂકવ્યું છે તો પણ તેને કપાતનો લાભ મળે છે. કરદાતાના માતા-પિતા આશ્રિત ન હોય તો પણ પ્રિમિયમ ચૂકવે છે તો તેને કપાતનો લાભ મળે છે.


હવે માતા-પિતા સિનિયર સિટીઝન ન હોય તો 25 હજાર અને સિનિયર સિટીઝન હોય તો 50 હજાર રૂપિયાની મર્યાદામાં કપાત મળશે. વ્યક્તિ પોતાનું 25 હજાર રૂપિયાનું પ્રિમિયમ ભરે છે તેની કપાત બાદ મળશે. જ્યારે આ જ વ્યક્તિ તેના સિનિયર સિટીઝન માતા-પિતાનું 50 હજાર રૂપિયાનું પ્રિમિયમ ભરીને કપાત મેળવી શકે છે. પરિણામે વાસ્તવિક રીતે 75 હજાર રૂપિયા સુધીનું અસરકારક કરવેરા આયોજન કરી શકાય છે.


2 વર્ષ પહેલાં સુપર સિનિયર સિટીઝનની વિશેષ જોગવાઇ લાવવામાં આવી હતી. આ તબક્કે એવી છૂટ આપવામાં આવી હતી કે સુપર સિનિયર સિટીઝનના કેસમાં ઇન્સ્યોરન્સ ન હોય તો ખરેખર ખર્ચ સંબંધી 30,000 ની કપાતનો લાભ મેળવી શકે છે. આ વખતે સુપર સિનિયર સિટીઝનની સાથે સિનિયર સિટીઝનને પણ તેનો લાભ આપ્યો છે. કારણ કે સુપર સિનિયર સિટીઝન કાયદામાંથી હવે સુપર સિનિયર સિટીઝનની વ્યાખ્યા નાબુદ કરીને ફકત સિનિયર સિટીઝન જ નક્કી કર્યો છે.


સિનિયર સિટીઝન પોતે કે એમના સંતાનો દ્વારા વાર્ષિક 50 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હોય તો તેની કપાત મળશે. જે સિનિયર સિટીઝનની પાસે ઇન્સ્યોરન્સ નથી તેમને કે ખર્ચ કર્તાને વાર્ષિક 50 હજારની મર્યાદામાં ખર્ચની કપાતનો લાભ મળશે. કલમ 80ડીડીબીમાં અત્યાર સુધી સિનિયર સિટીઝનને 60 હજાર અને સુપર સિનિયર સિટીઝનને 80 હજાર રૂપિયાની કપાતનો લાભ મળે છે. આ મર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.


આ વધારાનો લાભ ફક્ત સુપર સિનિયર નહીં પરંતુ સિનિયર સિટિઝનને પણ આ વધારાની મર્યાદાનો લાભ મળશે. સિનિયર સિટીઝનનું ફેવરિટ ઇન્વેસ્ટમેન્ટ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે. આ યોજનાનું વ્યાજ સામાન્ય બેન્ક ડિપોઝિટ કરતાં વધારે રહે છે. કલમ 80TTAમાં સેવિંગ એકાઉન્ટના વ્યાજની 10 હજાર રૂપિયા સુધીની રકમ પર જ કપાત મળતી હતી. નવી કલમ 80TTB હેઠળ બેન્ક, કો-ઓપરેટીવ બેન્કના ડિપોઝિટ્સ ઉપર 50 હજાર રૂપિયા સુધીનું વ્યાજ કરમુક્ત રહેશે.


આ જોગવાઇમાં 50 હજાર રૂપિયાની મર્યાદામાં સેવિંગ એકાઉન્ટના વ્યાજની રકમ પણ જોડી શકાશે. પ્રધાનમંત્રી વયવંદના યોજનામાં આવકવેરા કાયદા હેઠળ કોઇ રાહત આપવામાં આવી નથી. પ્રધાનમંત્રી વયવંદના યોજનામાં 8 ટકાના દરે માસિક ધોરણે પેન્શન પ્રકારની આવક મળતી રહે છે. પીએમ વયવંદના યોજનાની દંપતિ દીઠ રૂપિયા 7.5 લાખની મર્યાદા રૂપિયા 15 લાખ કરવામાં આવી છે.


આ યોજનાના રોકાણ પર મળતી આવક એન્યુઇટી આવક તરીકે ગણાય છે તેથી તેના ઉપર કપાતનો લાભ મળી શકશે નહીં. 1 લાખ રૂપિયા સુધી એલટીસીજી અંતર્ગત ટેક્સની વસુલાત કરવામાં આવશે નહીં. 1 લાખ રૂપિયાથી વધુની રકમ પર એલટીસીજી ટેક્સ ભરવાનો આવશે. આયોજનની દ્રષ્ટ્રીએ ઘરના દરેક સભ્યના નામ પર ડિમેટ એકાઉન્ટ ઓપન કરીને કુનેહ પુર્વકનું આયોજન કરી શકાય છે.