બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે વસિયચનામુ પર ચર્ચા

ના રોજ પ્રકાશિત Fri, 05, 2017 પર 17:39  |  સ્ત્રોત : CNBC-Bajar

વસિયતનામું બનાવ્યું નથી તો ઘણી વ્યવહારુ મુશ્કેલી ઉભી થઇ શકે છે જો કોઇ વ્યક્તિએ વસિયતનામુ નથી બનાવ્યું તો હિન્દુ હોય તો હિન્દુ લૉ મુજબ, મુસ્લિમ છે તો મુસ્લિમ લૉ પ્રમાણે અને જો પારસી કે ક્રિશ્ચન છે તો ઇન્ડિયન સક્સેશન એક્ટની જોગવાઇ અનુસાર મિલકતની વહેંચણી થાય છે. હિન્દુ લૉની જોગવાઇ અનુસાર પુરુષના અસ્તિત્ત્વ પછી વસિયતનામુ ન હોય તો તેના સરખા ભાગે માતા, પત્ની અને પુત્ર પત્ની વચ્ચે વહેંચણી થાય સ્ત્રી હોય તો તેમને પતિ તરફથી કંઇ મળ્યુ હોય તો તેનો ભાગ રહે અન્યથા ફ્કત પુત્ર-પુત્રીનો ભાગ રહે ઘણી વખત એવું પણ બને કે વસિયતનામુ ન હોય તો વારસામાં મળેલી મિલક્ત કોઇને આપવામાં પણ મુશ્કેલીઓ રહે છે.


વસિયતનામુ ન હોય તો વારસદાર હોવાનું સર્ટીફિકેટ લાવવું પડે છે અને આ પ્રક્રિયા ખર્ચાળ તેમજ સમય માંગી લે છે. વીલ બનાવવું સરળ છે, વીલ બનાવવા માટે સ્ટેમ્પ કે રજિસ્ટ્રેશનની પણ જરૂર નથી. વીલ બનાવવા માટે કોરા કાગળ ઉપર તમારી મિલકતની વિગત અને તમારા વારસદાર કોણ છે તેની વિગતો આપો છો. ત્યારબાદ મિલકતની વહેંચણી કેવી રીતે વારસદારોમાં થશે તેની માહિતી સ્પષ્ટ કરો છો. વીલના અંતે વીલ કરનાર વ્યક્તિએ પોતે સહી કરવાની રહે અને તેની સાથે બે સાક્ષીઓની સહી આ લખાણ ઉપર હોવી જરૂરી છે.


વીલની શરૂઆતમાં પોતાનું નામ, સરનામું અને ઉંમર લખીને એમ સ્પષ્ટ કરવું પડે કે જે લખાણ હું લખું છું તેનો અમલ મારા અવસાન બાદ કોણ કરશે તેની વિગત આપવી જરૂરી છે. આ વીલને અમલ કરનાર એક્ઝીક્યુટર વ્યક્તિ જવાબદાર હોવી જરૂરી છે, એક્ઝીક્યુટર પરિવારના સભ્યમાંથી પણ નિમણૂંક કરી શકાય છે. સાથે જ અમલ કરનાર વ્યક્તિની નામ-સરનામા સહિતની વિગત આપવાની રહેશે. મિલકતનું સમગ્ર વર્ણન કરીને ટકાવારી સાથે વારસદારોને આપવાની વિગત આપવાની રહે છે.


આજે અસ્તિત્વમાં નથી તેવા વારસદાર એટલે કે પૌત્ર કે પૌત્રી માટેની વિગતો તેમાં ઉલ્લેખી શકો છો. જ્યાં સુધી વ્યક્તિ હયાત છે ત્યાં સુધીમાં વીલમાં સુધારા કરવા હોય કે બદલવું હોય તો તેને બદલી શકો છો. નવું વીલ અમલમાં આવતાં જૂનું વીલ રદબાતલ થઇ જાય છે તેના અંગેનો ઉલ્લેખ કરવાનો રહેશે. સંપૂર્ણ વીલ બદલવું ન હોય તો તેમાં ફક્ત સુધારો કરવો હોય તો તેના માટે પૂરક વીલ પણ બનાવી શકાય છે. જે તમારા મૂળ વીલ સાથે કોડિસિલ તરીકે જોડાયેલું રહેશે.


કોડિસિલ માટે પણ વસિયત જેવા જ નિયમ છે લખનારની સહી અને બે સાક્ષીઓની સહી કરવાની જરૂર રહેશે. વારસદારોની આવક અને સંપત્તિ ટેકસના હાયર બ્રેકેટમાં છે તો વારસદારને વારસો મળે ત્યારે ઉંચા દરે ટેક્સ ચૂકવવો ન પડે તેનું આયોજન કરવું જરૂરી છે. એચયૂએએફના કેસમાં કેપિટલ ફોર્મેશન કે બિલ્ડિગ કરવું હોય તો વીલનો આધાર લઇને આયોજન કરી શકાય છે. વીલમાં સંપત્તિ કે મિલક્ત આપવાની આવે ત્યારે કુંટુંબની એવી વ્યક્તિને આપવું જોઇએ જેઓ લોઅર ટેક્સ બ્રેકેટમાં આવતાં હોય છે.


આ ઉપરાંત વીલ હેઠળ ડિસ્ક્રીશનરી ટ્રસ્ટ બનાવવી ઉત્કૃષ્ઠ આયોજન થઇ શકે તે ખાસ ધ્યાનમાં રાખવું જોઇએ. ડિસ્ક્રીશનરી ટ્રસ્ટ હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુલ માટે ઘણું મહત્ત્વનું રહે છે. ડિસ્ક્રીશનરી ટ્રસ્ટનો ઉપયોગ અને સંદર્ભ ત્યારે પણ મહત્ત્વનો બને છે. જ્યારે વીલ લખનારને એવું લાગતું હોય કે તેમના વારસદારો પરિપક્વ નથી. તો આવા કિસ્સામાં વીલ હેઠળ ડિસ્ક્રીશનરી ટ્રસ્ટ બનાવવામાં આવે છે. ટ્રસ્ટ એટલે કોઇપણ વ્યક્તિ પોતાની મિલકત એક ટ્રસ્ટને સોંપી હોય જ્યાં તેમણે ટ્રસ્ટીઓની નિમણૂંક કરી હોય છે. આ ટ્રસ્ટીઓ માલિક નથી હોતા પરંતુ તેના વહીવટ કર્તા હોય છે.


જો સ્પેસિફિક ટ્રસ્ટના બદલે આવકવેરા આયોજનના દ્રષ્ટ્રીકોણથી જે લાભ લેવામાં આવે છે તે ડિસ્ક્રીશનરી ટ્રસ્ટ છે. ધારો કે હું મારા પરિવાર માટે વીલ હેઠળ ડિસ્ક્રીશનરી ટ્રસ્ટને સોપ્યા બાદ મારી હયાતી બાદ વારસદારો મિલકતની વહેંચણી કરશે. ડિસ્ક્રીશનરી ટ્રસ્ટને એક અલગ એકમ તરીકે ગણવામાં આવે છે. આવકવેરા કાયદાની કલમ 164 હેઠળ આવું ટ્રસ્ટ આકારણી માટે અલગ એકમ તરીકે ગણવામાં આવે છે. તેના ઉપર વ્યક્તિગત કરમુક્તિ અને કર કપાતના લાભ મળે છે એવા લાભ પણ મળી શકશે.


કુંટુંબમાં પતિ-પત્ની બંને પોતાના વસિયત હેઠળ એક જ ડિસ્ક્રીશનરી ટ્રસ્ટ બનાવી શકે છે. પહેલાં ડિસ્ક્રીશનરી ટ્રસ્ટ એકથી વધુ બનાવવા માટે છૂટ હતી પરંતુ તેનો ગેરઉપયોગ વધતાં આવકવેરા વિભાગ દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો. વીલ બનાવવાનું ચૂકશો નહીં, વીલ બનાવવું સરળ છે તેમાં સુધારા કરવાથી માંડીને કરવેરા આયોજનના લાભ પણ લઇ શકો છો. વીલની સાથે એ પણ ધ્યાનમાં રાખવું બેન્કમાં સિંગલ એકાઉન્ટ હોલ્ડર મુશ્કેલી સર્જી શકે છે.


તમારું બેન્ક એકાઉન્ટ જોઇન્ટ રાખો અથવા બેન્ક એકાઉન્ટના નોમિની રાખવા જરૂરી છે. આ નોમિની વીલના એક્ઝીક્યુટરને બેન્ક એકાઉન્ટની રકમ આપશે વીલ રાખો. તમારી મિલકતોની વિગતો વારસદારોમાંથી કોઇને આપી રાખો. વારસદારોને ઘણી વખત ખબર જ નથી હોતી કે કઇ રકમ ક્યાં રોકવામાં આવી છે.