બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ટેક્સ પ્લાનિંગ: 2018માં કેવી રીતે કરવું આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 05, 2018 પર 18:35  |  સ્ત્રોત : CNBC-Bajar

મ્યુચ્ચુઅલ ફંડ શું છે અને આજકાલ લોકપ્રિયતા વધી છે તેના જમા-ઉધાર પાસા શું છે. ટેક્સ અને ઇન્ફ્લેશનને બાદ કરતાં રોકાણ ઉપર રિટર્ન મળવું જોઇએ. ફક્ત પરંપરાગત સાધનોમાં રોકાણ કરવામાં આવે તો એ વ્યવહારુ નથી. તેથી પરંપરાગત સાધનો સિવાય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઇએ. દરેક વ્યક્તિને મૂડીબજારને સમજીને રોકાણ કરી શકતાં નથી તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ આર્શીવાદ સમાન છે. એમએફના મેનેજર અલગ અલગ સાધનોમાં રોકાણ કરીને કમાણી કરી આપે છે.


એમ્ફી મુજબ 6.32 કરોડ પોર્ટફોલિયો કાર્યરત છે. ચાલુ વર્ષે જ 25 લાખથી વધુ પોર્ટફોલિયો ઉમેરાયા છે. એમએફના મુખ્ય કયા પ્રકાર છે અને દરેક ફંડની શું આગવી લાક્ષણિકતાં છે. એમએફ પસંદગી ટૂંકા કે લાંબાગાળાને ધ્યાનમાં રાખીને થઇ શકે છે. એમએફ પસંદગી સમયે સમયગાળો અને જોખમોને ધ્યાનમાં લેવા જોઇએ. યુવા વર્ગ માટે જોખમ શક્ય છે જ્યારે સિનિયર સિટીઝન માટે સ્ટેબલ રિટર્નની પસંદગી યોગ્ય રહે છે.


ડેટ ફંડ અને ઇક્વિટી ફંડ આ મુખ્ય બે પ્રકારના ફંડ છે. ડેટ ફંડમાં લિક્વિડ, મની માર્કેટ, અલ્ટ્રા શોર્ટટર્મ, શોર્ટટર્મ અને કોર્પોરેટ ફંડના પ્રકાર છે. ડેટ ફંડના રિટર્ન ઇક્વિટીની સામે ઓછા હોય શકે પરંતુ તેમાં સ્ટેબલ રિટર્ન મળશે. ઇક્વિટી ફંડ માર્કેટ સારા હોય તો પોઝિટીવ રિટર્ન આપશે પરંતુ તેમાં નેગેટીવ રિટર્નની શક્યતાં રહેલી છે. ટૂંકાગાળાના ઇક્વિટી ફંડ જોખમી હોય શકે પરંતુ લાંબાગાળાનું આયોજન હોય તો તે ફાયદાકારક છે.


લાર્જકેપ ફંડ- ટોપ 100 કંપનીમાં રોકાણ કરે છે. મિડકેપ ફંડ- ટોપ 100થી 250 કંપનીમાં રોકાણ કરે છે. સ્મોલકેપ ફંડ- ટોપ 250 કંપની સિવાયની કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મલ્ટીકેપ ફંડ હોય છે જેમાં ઉપરોક્ત પ્રકારનું મિક્સર હોય છે. જે વધારે બેલેન્સ ફંડની જેમ કામ કરે છે, આ ઉપરાંત હાઇબ્રીડ ફંડનો ઓપ્શન પણ છે. બેલેન્સ ફંડમાં આર્બિટ્રાજ કવર અને હાઇબ્રીડ ફંડ જે એમઆઇપી તરીકે ખાસ ઓળખાય છે. ઇક્વિટી સેવિંગ પ્લાન પણ ઉપલબ્ધ રહે છે. આવકવેરાના કાયદાના સંદર્ભમાં જે ફંડ 65 ટકા કે તેથી વધુ ઇક્વિટીમાં રોકાણ કરે તે ઇક્વિટી ઓરિએન્ટ ફંડ ગણાશે.


જુદા-જુદા મ્યુચ્યુઅલ ફંડની કરપાત્રતાની વિવિધ જોગવાઇ શું છે અને રોકાણ કરતાં સમયે આ સંદર્ભે શું ખ્યાલ રાખવાનું રહેશે. એમએફ તમારા ડિવિડન્ડ ફંડ હોય અથવા તો ગ્રોથ ફંડમાં હોવા જોઇએ. ઇક્વિટી ફંડના ડિવિડન્ડ ઉપર કોઇ ટેક્સ લાગશે નહીં. ડેટ ફંડના ડિવિડન્ડ સાથે લિન્ક હશે તો તેમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ લાગશે.


આ ટેક્સ તમારા વતી કંપની ભરે છે તેથી તેમાં ગ્રોસ ટેક્સ 50% સુધીનો લાગે છે. ઇક્વિટી બેઝ્ડ ગ્રોથ ફંડમાં 1 વર્ષથી વધુનો સમયગાળો રહેશે તો તેના ઉપર ટેક્સ લાગશે નહીં. ઇક્વિટી ફંડમાં એક વર્ષથી ઓછો સમયગાળો હશે તો તેમાં 15.45% ટેક્સ લાગશે. જો ડેટ ફંડ હશે તો તેમાં 30.9% ટેક્સ લાગશે.


સવાલ-
હાલમાં હું એક ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું અમારા એડવાઇઝર તરફથી અમારા ટ્રસ્ટનું રોકાણ એમએફમાં કરવાની સલાહ મળી છે તો ટ્રસ્ટ એમએફમાં રોકાણ કરી શકે?


જવાબ-
બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ અને આવકવેરા કાયદાની કલમ 11 પેટકલમ 5 અનુસાર ટ્રસ્ટ એમએફમાં રોકાણ કરી શકો છો. ટ્રસ્ટને નિયમિત આવક જોઇતી હોય તો તેના પ્રકારનું આયોજન પણ કરી શકો છો. ગ્રોથ કે ડિવિડન્ડ સ્કીમમાં જવું તેની પસંદગી આપને કરવાની રહેશે. હિસ્ટોરિક રીતે એમએફ 8-10 ટકાનું રિટર્ન મળી શકે છે તેવો ટ્રેક રેકોર્ડ રહ્યો છે.


સવાલ-
હું યુએસ બેઝ્ડ એનઆરઆઇ છું, એનઆરઆઇ તરીકે MF રોકાણ કરી શકું અને તેના પરની કરપાત્રતાં શું રહેશે?


જવાબ-
યુએસ અને કેનેડા બેઝ્ડ એનઆરઆઇ માટે કેટલાંક એમએફ એ રિસ્ટ્રીક્શન રાખ્યું છે. મોટાંભાગના ફંડ યૂટીઆઈ અને એસબીઆઈ જેવા ફંડ્સ એમઆરઆઈ માટે ઓપન છે. એનઆરઆઈ માટે આ ઉપયોગી છે કારણે એનઆરઈ ડિપોઝિટ્સનું વ્યાજ તેમના દેશમાં ટેક્સેબલ રહે છે. એમએફ ગ્રોથ ફંડમાં રોકાણ કરશો તો તે નાણાંના ઉપાડ નથી કરતાં ત્યાં સુધી તે ટેક્સ ફ્રી રહેશે. ઇક્વિટીમાં તમારે વર્ચ્યુઅલ ટેક્સ શૂન્ય રહેશે. જ્યારે ડેટ ફંડમાં મહત્તમ ટેક્સ રેટ 20 ટકા રહેશે. તેમજ યુએસમાં આપને 15 ટકાનો લોંગટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે.


સવાલ-
હું પગારદાર કર્મચારી છું, મારી કંપનીમાં પેન્શનની સ્કીમ નથી તો નિવૃત્તિ બાદ રેગ્યુલર રકમ મળતી રહે તેના માટે કયા એમએફમાં રોકાણ કરી શકાય.


જવાબ-
નિવૃત્તિ બાદની રેગ્યુલર રકમ મેળવવા સિસ્ટમેટિક ઇન્વેસ્ટ પ્લાન લેવો જોઇએ. તમે ડેટ ફંડનો લાભ લેવા માગતાં હોવ તો નિવૃત્તિ 3-4 વર્ષ પહેલાં જ રોકાણ કરી દો. આપની ગ્રોથની સ્કીમ હોય તો ઇન્ડેક્સેશનનો લાભ લેતાં ટેક્સ રેટ 10 ટકા જ રહેશે. તે ઉપરાંત વ્યાજની સરખામણીએ ઘણાં સારા રિટર્ન મળી શકશે. ઇક્વિટી ઓરિએન્ટ ફંડ તો સારા રિટર્ન ટેક્સ ફ્રી મેળવી શકાશે.


સવાલ-
અમે બિઝનેસમેન છે અમારા કરન્ટ એકાઉન્ટમાં જે રકમ પડી હોય છે તો તે રકમ MFમાં રોકાણ કરી શકીએ અને તેના પર કરપાત્રતાં શું રહેશે?


જવાબ-
એમએફના લિક્વિડ ફંડની સ્કીમ છે તેમાં તમે રોકાણ કરી શકો છો. એમએફ લિક્વિડ ફંડના રિટર્ન ઉપર આપને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. એમએફની આર્બિટ્રાજ સ્કીમને પસંદ કરો કારણ કે તે ઇક્વિટી ઓરિએન્ટ ફંડ ગણાશે. આર્બિટ્રાજ સ્કીમમાં એક મહિના પહેલાના ઉપાડ ઉપર એક્ઝિટ લોડ લાગે છે. તેથી એક મહિના બાદ ઉપાડ કે રોલઓવર કરવામાં આવે તો તેના ઉપર 15.45 ટકા ટેક્સ લાગશે. તેમજ જો એક વર્ષ બાદના ઉપાડ પર તો ટેક્સ લાગશે નહીં.