બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ટેક્સ પ્લાનિંગ: પગારદાર વર્ગ માટે આવકવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 26, 2017 પર 18:22  |  સ્ત્રોત : CNBC-Bajar

આવકવેરા કાયદામાં પગારની વ્યાખ્યા ઘણી વિસ્તૃત આપવામાં આવી છે. વસ્તુ કે સેવા સ્વરૂપે પણ જો કોઇ વિશેષ સવલત મળતી હોય તેમજ પગારના એરિયર્સ કે એડવાન્સ મળ્યા હોય તે પણ પગારમાં સમાવિષ્ટ રહેશે. માલિક અને કર્મચારીનો સંબંધ છે કે નહીં તે ખાસ મહત્વનું રહેશે. જો કોઇ કિસ્સામાં કન્સલ્ટન્ટ તરીકે કોઇ સેવા આપી હોય અને તે સંદર્ભમાં માસિક ધોરણે જે ચૂક્વણી કરવામાં આવશે તે પગાર તરીકે ગણવામાં આવશે નહીં.


કારમ કે તેમાં માલિક કર્મચારીમો સંબંધ નથી. પગારદાર વર્ગ માટેનું સ્ટાન્ડર્ડ ડિડ્ક્શન તત્કાલીન નાણામંત્રી પી. ચિદ્દમ્બરમ દ્વારા નાબુદ કરવમાં આવ્યું હતું. સ્ટાન્ડર્ડ ડિડ્ક્શનની કપાત બંધ થયો 12 વર્ષ થઇ ચૂક્યા છે. પગારગાર વર્ગને પ્રોફેશ્નલ ટેક્સની રકમ કપાત તરીકે બાદ આપવામાં આવી છે. નિયત કિસ્સામાં પહેલાંથી જેમને મનોરંજન ભથ્થાની રકમ મળતી હોય તો તે કપાત તરીકે બાદ મળી શકે છે. પરંતુ તે ખાનગી ક્ષેત્રના કર્મચારી ઓના સંદર્ભમાં તો મળતી નથી. સરકારી કર્મચારીને નિયત કિસ્સામાં મનોરંજન ભથ્થાની રકમ કપાત તરીકે બાદ મળે છે.


ખાનગી ક્ષંત્રના કર્મચારીઓ માટે પ્રોફેશ્નલ ટેક્સની રકમ બાદ કર્યા બાદની મળતી રકમ પગારની આવક તરીકે ગણવામાં આવે છે. ખાસ કરીને ખાનગી ક્ષેત્રના પગારદાર વર્ગે આવકવેરા આયોજન માટે તેના માલિક સામે રજૂઆત કરીને કરમુક્ત પર્કવિઝિટની માંગણી કરવી જોઇએ. તબીબી સવલતો અર્થાત મેડિકસ પર્કવિઝિટ કરમુક્ત સવલત રહે છે જેમાં તબીબી ખર્ચ સંબંધિત પગારદાર વર્ગના માલિક તરફથી વર્ષિક રૂપિયા 15 હજાર સુધીની મર્યાદા આપવામાં આવતી રકમ કરમુક્ત રહેશે.