બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 01, 2017 પર 17:33  |  સ્ત્રોત : CNBC-Bajar

મારો 80 લાખ રૂપિયાનો મૂડીનફો થયો છે તેમાંથી 50 લાખમાં ઘર ખરીદ્યુ અને 40 લાખ રૂપિયાનું રિનોવેશન કર્યુ છે તો તેમાં મને મૂડીનફાનો લાભ મળે છે. આ સંદર્ભમાં જે વધારાનું રોકાણ કરો છો તે બાંધકામ ગણાય છે. આવકવેરા કાયદાની કલમ 54 અને 54Fને ધ્યાનમાં લેવી જોઇએ. નિયત સમયમાં મૂડીનફો કે ચોખ્ખા વેચાણના અવેજની રકમ બાંધકામ અથવા ખરીદી માટે ઉપયોગ લેવાની છે. આપની પરિસ્થિતિ પહેલાં વિવાદાસ્પદ હતી. પરંતુ કલક્ત્તા હાઇકોર્ટે આ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જે મુજબ ખરીદી અને બાંધકામ બંનેના કિસ્સામાં કરમુક્તિનો લાભ મળી શકશે.


જો કે ઘરના ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સની ખરીદીને રોકાણ તરીકે માન્ય ગણાશે નહીં. સિવિલ સ્ટ્રકચર ખર્ચને જ રોકાણ તરીકે માન્ય ગણાશે. 1.25 કરોડનો મૂડીનફો ફ્લેટની ખરીદી માટે કર્યો છે જે ખરીદી રકમનું રોકાણ 54સી હેઠળ કર્યુ છે પરંતુ બિલ્ડરે બાંધકામ પૂર્ણ કર્યુ નથી તો તેમને કેપિટલ ગેઇન મુક્તિનો લાભ મળે કે કેમ છે. કલમ 54F મુજબ જૂની મૂડીરૂપી મિલક્ત વેચાણના 2 વર્ષમાં રોકાણ પૂર્ણ કરવાનું રહે છે. તમે મકાન ખરીદી માટેની રકમ ચૂકવી છે અને દસ્તાવેજ થયો નથી. બિલ્ડરે બાંધકામ પૂર્ણ નથી કર્યુ અથવા બીયુ નથી આપ્યું તેના સંબંધે કોર્ટમાં કેટલાંય વિવાદ થયા છે.


આ વિવાદો અંગે કોર્ટ તરફથી ચુકાદા કરદાતાની તરફેણમાં આવ્યા છે. જે મુજબ બિલ્ડર તરફથી કબજો આપવામાં આવ્યો નથી કે બીયુ નથી આપ્યું તો તેમાં કરદાતાની ભૂલ નથી. આર. એલ. સૂદના દિલ્હી હાઇકોર્ટના ચુકાદામાં આ સ્પષ્ટતાં કરવામાં આવી હતી. તમે જો બે વર્ષના સમયગાળામાં પૂર્ણ રોકાણ કર્યું છે તો મૂડીનફા મુક્તિનો લાભ મળશે. બિલ્ડરે જો બાંધકામ પૂર્ણ નથી કર્યુ તો તેમના લીધે આપને કરમુક્તિનો લાભ મળવાનો અટકશે નહીં. કલમ 54 હેઠળ મકાનની ખરીદી કરવાના હેતુસર તમે ઘરના વેચાણ પૂર્વે 1 વર્ષના સમય દરમિયાન ખરીદી કરી શકો છો પરંતુ આ જ કિસ્સામાં મકાનનું બાંધકામ પણ શરૂ કર્યુ હોય તો તેમને આ મૂડીનફાનો લાભ મળે છે.


મૂડીનફો મળ્યાના 1 વર્ષ પહેલાં અથવા તો બે વર્ષ બાદ જો રોકાણ કર્યુ છે તો કરમુક્તિનો લાભ છે. કર્ણાટક હાઇકોર્ટમાં જે.આર. સુબ્રમણિયમ ભટ્ટના કેસમાં આવી જ સ્થિતિ ઉભી થઇ હતી. જેમાં કરદાતાએ વેચાણ પૂર્વે બાંધકામ શરૂ કર્યુ હતું. આ અંગે હાઇકોર્ટે કહ્યું કે 1 વર્ષ પૂર્વે પણ બાંધકામ સંબંધિત રોકાણ કર્યુ છે તો કરમુક્તિનો લાભ મળી શકશે. ઘરનું વેચાણ કર્યુ છે તેમાં 65 લાખનો મૂડીનફો છે તો એમના ઘર ઉપર વધારાનો માળ બાંધવો છે તો તેમાં કરમુક્તિનો લાભ મળે કે કેમ છે. રઘુવીરસિંહે કોઇ ચિંતા કરવાનું કારણ નથી. મદ્રાસ હાઇકોર્ટમાં આ જ પ્રકારનો કેસ આવ્યો હતો. તેમણે ગ્રાઉન્ડ ફ્લોર સિવાય પ્રથમ માળે બાંધકામ કર્યું હતું.


આ અંગે આવકવેરા વિભાગે વાંધો ઉઠાવ્યો હતો. જ્યાં આખા યુનિટનું બાંધકામ કર્યું છે તેને માન્ય ગણાશે. હાઇકોર્ટે કહ્યું કે આખા યુનિટનું બાંધકામ થયું છે તેથી કરવેરા મુક્તિનો લાભ મળશે. ઘણાં દર્શકોનો પ્રશ્ન છે કે અગાઉ ભાડુઆત તરીકે જે ઘરમાં રહેતા હોય એ જ ઘરની ખરીદી કરવા માટે મૂડીનફાનો ઉપયોગ કરવામાં આવે તો મૂડીનફાનો લાભ મળે છે. તમને ચોખ્ખા અવેજ તરીકે મળેલી રકમમાંથી ઘર ખરીદવામાં આવે તો તેના ઉપર કરમુક્તિ છે. તમે ભાડુઆત તરીકે રહેતા હતા તેથી આ મિલક્તના તમે માલિક નહોતા છે.


ગુજરાત હાઇકોર્ટનો ચંદનબેન મગનલાલના કેસમાં આ પ્રકારનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદો આ પ્રકારના કેસમાં સીધો ધ્યાનમાં લઇ શકાય છે. ઘણીવાર જમીન કે ઘર વેચાણ કરનારે પોતાની મિલકત એ શરતે વેચે કે બિલ્ડર દ્વારા કરાતી સ્કીમમાં એક એપાર્ટમેન્ટ એલોટ કરવામાં આવે તો તેમાં ટેક્સ બચાવવાનું શક્ય ખરુ છે. આ પ્રકારનું આયોજન પ્રચલિત પણ બન્યુ છે. જેમાં ચોકક્સપણે મૂડીનફાની કરમુક્તિનો લાભ મળે છે. જૂનું મકાન વેચીને નવું મકાન ખરીદો છો તો મૂડીનફાની કરમુક્તિનો લાભ મળશે. વધારાની રકમ છે તેનું બોન્ડમાં રોકાણ કરીને કરવેરા આયોજન કરી શકો છો.


ઘણાં દર્શકોના મનમાં મૂંઝવણ છે કે એક મકાન વેચાણ કરીને એકથી વધુ મકાનમાં રોકાણ કરવામાં આવે તો ટેક્સ પ્લાનિંગનો લાભ મળે કે કેમ છે. આકારણી વર્ષ 2015-16થી બે મહત્ત્વના સુધારા 54 અને 54Fમાં કરવામાં આવ્યા છે. જે મુજબ એક મકાન સામે એક જ મકાન લેવાની માન્યતા આપવામાં આવી છે. આ મકાન પણ ભારતમાં ખરીદવામાં આવ્યુ હશે તો જ તે માન્ય ગણાશે. એક જ ફ્લેટમાં સમાન ફ્લોર પર કે ઉપર-નીચે બે યુનિટ ખરીદ કરો તો તે માન્ય ગણાશે. જો કે આ ફ્લેટને એક ઘર તરીકે દર્શાવવાના રહેશે. બે મકાન વેચીને એક મકાનમાં રોકાણ કરો તો તે માન્ય ગણાશે.


કલમ 54EC હેઠળ કેપિટલ ગેઇનના બોન્ડમાં આયોજન કરી શકાય છે તે સંદર્ભમાં બાનાખતના રૂપિયા પણ રોકવામાં આવે તો તે સંબંધિત કરમુક્તિનો લાભ મળે કે કેમ છે. બાનાખત સમયે 50 લાખ રૂપિયા મળી ગયા છે. વેચાણ સમય સુધી પૂર્ણ રકમ મળવામાં 6 મહિના જેટલો સમય બાકી છે. તો આવા કિસ્સામાં અંશતઃ કે પૂર્ણ રોકાણ 54ECમાં કરવામાં આવે તો તે માન્ય ગણાશે.


આ સંદર્ભમાં નાગપુર ટ્રિબ્યુનલે ભીખુભાઇ ચંદકના કેસમાં ચુકાદો આપ્યો છે. આવો જ રસપ્રદ ચુકાદો દિલ્હી ટ્રિબ્યુનલે સરસ્વતી રામચંદ્રનના કેસમાં આપ્યો છે. જે મુજબ વેચાણકર્તાની સાથે સંયુક્ત નામ લગાવ્યું છે તેથી લાભ નહીં મળે છે. ટ્રિબ્યુનલે કહ્યું કે વેચાણકર્તાનું તો નામ છે જ પણ સુવિધા માટે સંયુક્ત નામ રાખ્યું છે તો તેનો વાંધો નથી.