બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 29, 2017 પર 17:34  |  સ્ત્રોત : CNBC-Bajar

શ્વેતા સરૈયાના પ્રશ્ન ઉપરથી ચર્ચાની શરૂઆત કરી શકીએ એમ છીએ તેમને એક નવો બિઝનેસ શરૂ કરવો છે તો તેમાં પ્રોપરાઇટર, પાર્ટનર શિપ, એલએલપી કે પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે કરવો જોઇએ તેના અંગેની સમજ આપશો. સૌથી સરળ અને બેઝિક મોડલ છે પ્રોપરાઇટર-સ્વમાલિકીનો છે. તેમા વ્યક્તિનું નામ અને ધંધા-વ્યવસાયનું નામ અલગ હોઈ શકે છે. ધંધા કે વ્યવસાયનું ખાતુ ખોલાવતાં સમયે પ્રોપરાઇટરશિપની વિગત આપશો તો પાન નંબર વ્યક્તિગત જ આપવાનો રહેશે.


પરિણામે ધંધાના નામે અલગથી પાન કાર્ડ લેવાની જરૂર નહીં રહે છે. 44AD અંતર્ગત 2 કરોડ રૂપિયા સુધીનો વકરો હોય અને 8% કે વધુનો નફો દર્શાવતાં હોય તો ચોપડા રાખવાની જવાબદારી નહીં. તેમજ આવકવેરા વિભાગ પણ તેમાં સ્ક્રૂટીની કરી શકે નહીં. 50 લાખ રૂપિયા સુધીની પ્રોફેશનલ તરીકેની ગ્રોસ રિસિપ્ટ દર્શાવતા હોવ તો અને તેમાં 50% સુધીનો નફો દર્શાવો તો તેવા કેસમાં ચોપડા રાખવાની જવાબદારી રહેશે નહીં.


આ સંદર્ભમાં થતી આવક ઉપર આવકવેરાના દર અનુસાર જ ચૂકવવાનો રહેશે. ભાગીદારીમાં બે પ્રકારના મોડલ પસંદ કરી શકો છો. એક ભાગીદારી પેઢી અને બીજી લિમિટેડ લાયાબિટી પાર્ટનરશિપ છે. કંપનીના કેસમાં ભાગીદારી પેઢી કરતાં વધુ આવકવેરાની જવાબદારીઓ ઉપસ્થિત થાય છે. ભાગીદારી પેઢીના કેસમાં કોઇ બેઝિક એક્ઝમશન લિમિટ નથી. જે કરવેરાની જવાબદારી છે તેમાં 30%નો ફ્લેટ રેટ ઓફ ટેક્સ છે.


44AD અને 44ADAની અંદાજિત આવકનો લાભ ભાગીદારી પેઢી લઇ શકે છે. ભાગીદારી પેઢીના ભાગીદારોને ચૂકવાતાં નફો,પગાર અને વ્યાજ પહેલાંની રકમ ગણીને તેના ઉપર ટેક્સ ચૂકવવાનો રહેશે. કંપનીના કેસમાં કંપનીના ટેક્સ ઉપરાંત નફો વહેંચાય તો તેના ઉપર ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ પણ ભરવાની જવાબદારી રહે છે.


જીવન વીમા પોલિસીના કેસમાં પોલિસી હોલ્ડરના મૃત્યુ બાદ ટર્મ પ્લાન હેઠળ કુંટુંબના સભ્યોને વીમાની પાકતી રકમ ચૂકવવામાં આવે તે કરપાત્ર ગણાય કે કરમુક્ત?


લોકો એવું માનાતાં હોય છે કે જીવનવીમા પોલિસીની રકમ કોઇપણ નિયંત્રણ વગર કરમુક્ત હોય છે. કરદાતાના અવસાન બાદ નોમિનીને મળતી રકમ કલમ 10(10D) હેઠળ સંપૂર્ણ કરમુક્ત છે. 1 એપ્રિલ 2003 પહેલાંની પોલિસી ઉપર પાકતી મુદ્દતે રકમ સંપૂર્ણ કરમુક્ત ગણાય છે. ત્યાર બાદ 5 વર્ષથી ઓછા સમયગાળાની પોલિસીની પાકતી રકમ પોલિસી હોલ્ડરને મળે તેના ઉપર કરપાત્રતા ઉભી થાય છે. 1 એપ્રિલ 2012થી આમાં વધુ એક સુધારો કરીને 5 વર્ષના બદલે તેનો સમયગાળો 10 વર્ષનો કરવામાં આવ્યો છે.


મને કલમ 80Cનો લાભ પાંચ વર્ષીય ટેક્સ સેવિંગ FDના સંદર્ભમાં મળવાપાત્ર છે તો હું દરેક વર્ષે આવી FD ખોલાવું તો તેનો પણ દરેક વર્ષે લાભ મળે ખરો?


કલમ 80C હેઠળ 5 વર્ષીય બેન્ક ડિપોઝીટ્સનો પણ સમાવેશ થાય છે. તમે જે દર વર્ષે લાભ લેવા માંગો છો તે લઇ શકાય છે.


શેર્સ બાયબેકમાં શેર હોલ્ડરને જે નાણાં મળે તેના પર ટેક્સ લાગે ખરો છે. લિસ્ટેડ સિક્યોરિટીના ટ્રાન્ઝેક્શન ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની જોગવાઇ છે. આપના કિસ્સામાં એસટીટી ભરવાનો રહેતો નથી. તેમજ બાયબેકના સંદર્ભમાં એસટીટી વસુલ કરાતો નથી તેથી આ વ્યવહાર 10(38)ના સંદર્ભમાં સમાવિષ્ટ થશે નહી. ઓફ માર્કેટ ટ્રાન્ઝેક્શન અને બાયબેકના સંદર્ભમાં આપે 10% ફ્લેટ રેટ ઉપર ટેક્સ ભરવાનો રહેશે.


સિનિયર સિટીઝનના કેસમાં તેમની રોકાણની આવક છે અને તાજેતરમાં એમને લોંગ ટર્મ કેપિટલ ગેઇનની મોટી આવક છે તેના સંદર્ભમાં તેમને એડવાન્સ ટેક્સ ભરવાની જવાબદારી રહે ખરી છે. આવકવેરા કાયદાની કલમ 208 હેઠળ સિનિયર સિટીઝનને એડવાન્સ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપી છે. પરંતુ ધંધા-વ્યવસાયની આવક છે તેવા સિનિયર સિટીઝનને એડવાન્સ ટેક્સ ભરવો પડશે. આ સિવાયના સિનિયર સિટીઝનને આવકવેરા રિટર્ન ભરતાં સમયે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ જ ભરવાનો રહેશે. 30મી માર્ચે પણ 60 વર્ષ પૂર્ણ કરવા જઇ રહ્યા છો તો પણ તેમને સંપૂર્ણ વર્ષ માટે સિનિયર સિટીઝન તરીકેનો લાભ મળશે.