બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 17:30  |  સ્ત્રોત : CNBC-Bajar

માર્કેટના ટાઇમિંગ બાબતે કોઇ ચોક્કસ આગાહી કરી શકતાં નથી. એસઆઈપી શેરબજારમાં રોકાણ માટેનો આદર્શ માર્ગ છે. માર્કેટનું ટેન્શન રાખ્યા વગર રોકાણ અને શિસ્તબદ્ધ રોકાણ કરવા માટે એસઆઈપી આદર્શ છે. આપ આપની પસંદગીના ઇક્વિટી ઓરિયેન્ટેડ ફંડની પસંદગી કરીને માસિક ધોરણે રોકાણ ક્ષમતાં મુજબનું રોકાણ કરવું જોઇએ.


આ પ્રકારના રોકાણમાં પાવર ઓફ કંપાઉન્ડિંગનો લાભ મળી શકે છે. 12 ટકાના વળતરે 1 હજાર રૂપિયાનું માસિક રોકાણ કરું તો 30 વર્ષે 35,30,000 થાય છે. 15 ટકાના દરે 1 હજાર રૂપિયાનું માસિક રોકાણ કરું તો 30 વર્ષે 70,30,000 થાય છે. 20 ટકાના દરે 1 હજાર રૂપિયાનું માસિક રોકાણ કરું તો 30 વર્ષે 2,33,00,000 થાય છે. મ્ચુચ્યુઅલ ફંડમાં કેટલીય એવી યોજનાઓ છે જે વાર્ષિક 20 ટકાના દરે રિટર્ન આપે છે.


એસઆઈપીનો સર્વશ્રેષ્ઠ લાભ જોઇતો હોય તો લાંબાગાળાના રોકાણનો માર્ગ અપનાવવો પડે છે. 2-3 કે 5 વર્ષના ગાળામાં માર્કેટની ચાલ આધારિત સારા કે ખરાબ રિટર્ન મળી શકશે. માર્કેટના જાણકારોના મતે 8-10 કે 12 વર્ષના એસઆઈપીમાં સારા રિટર્ન મળવાની સંભાવના ઘણી વધારે છે. બચતની શરૂઆત કરો ત્યારબાદ તેમાં સમયાંતરે રોકાણ વધારતાં જાઓ તેને સ્ટેપ અપ એસઆઈપી કહેવાય છે.


માર્કેટના ઘટાડે વધારે ખરીદી કરી શકાય તેના માટે એક પ્રકાર એલર્ટ એસઆઈપીનો છે. જ્યારે એનએની ડાઉન છે ત્યારે સમાન રકમમાં વધારાના યુનિટ ખરીદી શકો છો. માર્કેટ નીચું હોય ત્યારે ફંડ મેનેજર વધારાના રોકાણ માટે માર્ગદર્શન આપે છે. આ તબક્કે વધારાના રોકાણ માટે ટોપ અપ એસઆઈપીની પસંદગીનો અવકાશ રહે છે.


સવાલ-
દરેક રોકાણકારે મોંઘવારીને પહોંચી વળવા ઇક્વિટી પ્રકારના સાધનમાં રોકાણ કરવું જોઇએ


જવાબ-
ઈએલએસએસ રોકાણ અને કરવેરા બચત માટેની મહત્ત્વની રોકાણ યોજના છે. ઈએલએસએસ આપને કલમ 80C હેઠળ બાદ પણ મળે છે. વ્યક્તિદીઠ વાર્ષિક ધોરણે ઈએલએસએસમાં 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. ઈએલએસએસમાં 3 વર્ષના લોક-ઇન પિરિયડમાં રોકાણ કરવાનું રહે છે. ઈએલએસએસમાં વચગાળામાં રોકાણનો ઉપાડ કરો છો તો તેના ઉપર ટેક્સ ભરવાનો રહેશે.


સવાલ
આવકવેરા કાયદાની કલમ 115 બીબીડી હેઠળ 10 લાખથી વધુની રકમના ડિવિડન્ડ ઉપર ટેક્સ ની જોગવાઇ છે તેમાં એમએફ તરફથી મળતું ડિવિડન્ડ ગણાશે


જવાબ-
આવકવેરા કાયદાની કલમ 115 બીબીડી અંતર્ગત ફક્ત કંપનીના ડિવિડન્ડ ઉપર કરવેરાની જોગવાઇ છે. શેર્સ કે એમએફ તરફથી મળતાં ડિવિડન્ડને આપના ડિવિડન્ડમાં જોડવામાં આવશે નહીં. ડેટ ફંડના ડિવિડન્ડ ઉપર ડીડીટીના લીધે 38% સુધી ટેક્સ લાગે છે. પરંતુ ઇક્વિટી ફંડ હશે તો તેના ડિવિડન્ડ ઉપર ટેક્સ લાગશે.


સવાલ-
એસઆઈપી અને ઈએલએસએસના વિવિધ લાભ સમજાવ્યા તો ઈએલએસએસમાં રોકાણ એસઆઈપીના ધોરણે કરી શકાય.


જવાબ-
ઈએલએસએસમાં રોકાણ કરવા માટે માસિક ધોરણે રોકાણ કરવાનું આયોજન ઉત્કૃષ્ઠ રહેશે.


સવાલ-
એમઆઈપી સંબંધિત રોકાણ માટેની સલાહ આપી હતી તેમાં ગ્રોથ ફંડમાં રોકાણ કરવું જોઇએ કે ડેટ ફંડમાં રોકાણ સારું રહેશે


જવાબ-
ઇક્વિટી ઓરિયેન્ટ ફંડમાં જે ડિવિડન્ડ વહેંચાય છે તે ટેક્સ ફ્રી ફંડ છે. જ્યારે ડેટ ફંડમાં ડિવિડન્ડની વહેંચણી ઉપર ટેક્સની કપાત બાદ રિટર્ન મળે છે. ડેટ ફંડમાં ડિવિડન્ડ પર 38.45% લેખે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સની કપાત લાગશે. જ્યારે ગ્રોથ ફંડમાં જ્યાં સુધી ઉપાડ ન કરો ત્યાં સુધી કોઇ ટેક્સ નથી. 3 વર્ષથી ઓછા સમયમાં ઉપાડ કરો છો તો ટેક્સ 30.9% થાય છે. 3 વર્ષ બાદ ઉપાડ કરવામાં આવે છે તો તેના ઉપર ઇન્ડેક્સેશનનો લાભ મળે છે. ઇન્ડેક્સેશનનો લાભ કરતાં તમારા ટેક્સનો દર 10%થી પણ નીચો આવી શકે છે. એમઆઈપી ઇક્વિટી ઓરિયેન્ટ ફંડ હોય તો તેના ઉપર કોઇ ટેક્સની ચિંતા નથી.


સવાલ-
અત્યારથી રોકાણ કરીને 50 વર્ષે રિટાયરમેન્ટ માટેનું આયોજન કરવું હોય તો રોકાણ આયોજન શું કરવું જોઇએ


જવાબ-
તમે નિયમિત એસઆઈપી યોજનાની પસંદગી કરીને રોકાણ કરવાનું શરૂ કરો છો. જેમ તમારી આવક વધે તેમ એસઆઈપીમાં રોકાણ પણ વધારતાં જાઓ છો. સાથે જ રોકાણના ઉપાડ સમયે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન (એસડબલ્યૂપી) અપનાવી શકો છો.


સવાલ-
મારી પુત્રીના નામે કોઇ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકું અને જો હા તો કયા સ્કીમમાં રોકાણ કરવું જોઇએ


જવાબ-
તમારા બાળકના જન્મથી તમે આ પ્રકારના રોકાણ કરી શકો છો. ઘણા બધાં ફંડ્સ તરફથી આ પ્રકારના રોકાણ આયોજન માટે ટેઇલર મેડ સ્કીમ આપવામાં આવે છે. આપને આમાંથી કયા પ્રકારના સ્કીમ યોગ્ય રહે છે રિટર્ન આધારિત તેને પસંદ કરો છો. જો માસિક નિયમીત રોકાણ એસઆઈપી ધોરણે કરશો તો લાંબાગાળાના ઉત્કૃષ્ઠ રિટર્ન મેળવી શકશો.