બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ટેક્સ પ્લાનિંગ: નવી જોગવાઇ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 02, 2018 પર 17:36  |  સ્ત્રોત : CNBC-Bajar

બજેટમાં આ વખતે ટેક્સમાળખાને લગતી ઘણી અટકળો માર્કેટમાં ચાલતી હતી. ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ કે પછી શૅરબજારમાં રોકાણ પરનો ટેક્સ. બજેટમાં અમુક ઘોષણા આ લગતી થઈ છે, પણ આ ઘોષણા પૂરતી છે? એની પાછળના કારણો શું હતા અને આગળ એની શું અસર થશે. આ ચર્ચા કરીશું કરવેરા નિષ્ણાંત મૂકેશભાઈ પટેલ સાથે.


પ્રત્યક્ષ કરવેરામાં 50-50 રાહત મળી શકે છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન ફરી લાવવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને મેડિકલ રિએમ્બર્સમેન્ટ પાછું ખેંચાયુ છે. 40 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન છે. આવકવેરા મુક્તિ મર્યાદામાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો છે. આવકવેરા કપાત અને કલમ 80સીમાં કોઇ ફેરફાર નહીં. આવકવેરા સ્લેબમાં કોઇ ફેરફાર નહીં. 54EC અંતર્ગત બોન્ડની સમયમર્યાદા 3 વર્ષથી વધારીને 5 વર્ષ છે.


સિનિયર સિટિઝન-
સિનિયર સિટીઝન માટેની મુક્તિ મર્યાદામાં કોઇ ફેરફાર નહીં. એફડી પર મળતાં વ્યાજમાં સિનિયર સિટીઝન માટે મર્યાદા 10 હજારથી વધારીને 50 હજાર છે. મેડિકલ એલાઉન્સની મર્યાદા 1 લાખ રૂપિયા છે. મેડિકલ પ્રિમિયમની મર્યાદા 30 હજારથી વધારીને 50 હજાર રૂપિયા છે.


કોર્પોરેટ ટેક્સ-
કોર્પોરેટ ટેક્સના રેટમાં શરતી બદલાવ છે. 250 કરોડ રૂપિયાથી ઓછા ટર્ન ઓવર પર 25 ટકા કોર્પોરેટ ટેક્સ છે. રૂપિયા 25 ટકા કોર્પોરેટ ટેક્સ સરચાર્જ અને સેસ સાથે 27 ટકા છે. 250 કરોડથી વધુના ટર્નઓવર પર સરચાર્જ અને સેસ સાથે 34.37 ટકા છે.


દર્શકમિત્રો માટે ખરેખર જોગવાઈ શું છે તેને સરળ શૈલીમાં સમજાવશો.
112 A કલમ 1 એપ્રિલ 2018થી અમલી બનશે અર્થાત આગામી નાણાંકિય વર્ષ 2018-19ના માર્કેટના વ્યવહારોમાંથી ઉદ્ભવતા નફાના સંદર્ભમાં લાગુ પડશે. 31 માર્ચ સુધી કેપિટલ માર્કેટના ટ્રાન્ઝેક્શન પ્રવર્તમાન જોગવાઈ અનુસાર કરમુક્તિનો લાભ મળી શકશે.


ગ્રાન્ડફાધરિંગ શું છે અને તેને સરળ ભાષામાં સમજાવશો કોઈ દ્રષ્ટાંત સાથે.
ધારોકે કોઈ કંપનીનો શેર 2014માં ખરીદો ત્યારે તેની કિંમત 2000 હતી, 31 જાન્યુઆરી 2018ના તેની કિંમત 10,000 હોય તો જે 8000નો નફો થયો તે જો ભવિષ્યમાં વેંચવામાં આવે તો શું ટેક્સ ભરવાનો રહે? આ વેલ્યુને ભવિષ્યમાં કોઈ કિંમતમાં વેંચવામાં આવે તો નફો શું થાય તે પ્રશ્ન સામાન્ય રીતે ઉપજે છે.


ગ્રાન્ડફાધરિંગ એટલે 31 જાન્યુઆરી 2018 સુધી જે શૅરની કિંમતનો નફો જે થયો તે અંતિમ કિંમત ગણાશે અને ત્યારબાદ જે કિંમત વધે છે તેના પર ટેક્સ લાગશે. ખરીદ કિંમત કંઈ ગણાશે? જે કિંમતે શૅર ખરીદ્યો તેમજ 31 જાન્યુઆરી 2018 સુધીમાં જે બજાર કિંમત છે તેમા જે રકમ વધારે છે તે તેની ખરીદ કિંમત ગણાશે? 1500 ખરીદ કિંમત હોય અને 31 જાન્યુઆરી 2018 ના ભાવ 1000 થયો તો પણ તેની ખરીદ કિંમત 1500 જ ગણાશે.


નવી જોગવાઈના સંદર્ભમાં ટેક્સ પ્લાનિંગ માટે ક્યા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ?
ધારોકે કોઈ કંપનીનો શેર 2014માં ખરીદો ત્યારે તેની કિંમત 2000 હતી, 31 જાન્યુઆરી 2018ના તેની કિંમત 10,000 હોય તો જે 8000નો નફો થયો તે જો ભવિષ્યમાં વેંચવામાં આવે તો શું ટેક્સ ભરવાનો રહે? જો 31 માર્ચ 2018 સુધીમાં તેની કિંમત વધી જાય તો તેના વેચાણ સમયે છે. 1 એપ્રિલથી નવી જોગવાઈ અમલી બનતી હોય, યોગ્ય કેસમાં 31 માર્ચ સુધી શૅરના વેચાણ ખરીદનું આયોજન કરીને ઉપયોગી આવકવેરા બચત થઈ શકે છે.


લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મની કરપાત્રતા જણાવશો?
લોન્ગ ટર્મ પર ઈન્ડેક્શેશનનો લાભ ગણ્યા વગર 10% નો આવકવેરો લાગુ પડશે પરંતુ તેના સંદર્ભમાં ગ્રાન્ડફાધરિંગનો લાભ લઈ શકાશે. શોર્ટ ટર્મ પર 15% ચાલુ રહેશે. આ જોગવાઈ ઈક્વિટી શૅર ઉપરાંત ઈક્વિટી ઓરીએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ પર પણ લાગુ પડશે.


એફએમ અનુસાર 1 લાખ સુધીના ગેઈન પર ટેક્સ ભરવો નહિં પડે તે શું છે.
1 લાખ સુધીના સિક્યોરિટીના નફા પર કરમુક્ત ગણાશે છે. 1 લાખ ઉપર 10% રહેશે. 4%નો સીઈએસએસ ગણતા 50 લાખ સુધી આવકવેરાનો અસરકારક દર 10.4% થાય છે.


લાંબાગાળાના મુળીનફા સામે કોઈ કપાતનો લાભ મળી શકે?
87 A હેઠળ આવકવેરા રિબેટ અને કલમ 80 હેઠળની કોઈ કપાતના લાભ મળી શકશે નહિં.


હાલ કરમુક્ત ઈક્વિટી ફંડના ડિવિડન્ડની કરપાત્રતા શું રહે?
1 એપ્રિલ 2018થી ઈક્વિટી ફંડના ડિવિડન્ડની ઉપર પણ 10% ડીડીટી લાગુ પડશે. આ ડીડીટીમાં ગ્રોસિંગઅપની જોગવાઈ હોવાના કારણે અસરકારક આવકવેરાનો દર 12.94% થશે.


પ્રાઈવેટ લિમિટેડ કંપનીના શૅર અથવા ડૅટ ફંડની કરપાત્રતાની જોગવાઈ પર સુધારો છે?
જૂની જોગવાઈ ચાલુ રહેશે.


કેપિટલ ગેઈન બોન્ડમાં 50 લાખનું રોકાણ કરીને કલમ 54 EC હેઠળ જે લાભ લઈ શકાય છે તેમા કરાયેલ સુધારાનો સમજાવશો.
1 એપ્રિલથી જમીન અને મકાન સિવાય અન્ય કોઈ કેસમાં લાભ મળી શકશે નહિં. 1 એપ્રિલ પછી કરાતા રોકાણ માટે બોન્ડનો લોકઈન પિરિયડ 3 વર્ષના બદલે 5 વર્ષ ગણાશે.