બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 28, 2017 પર 17:59  |  સ્ત્રોત : CNBC-Bajar

વર્ષની શરૂઆતમાં કરદાતા જેમની કરપાત્ર આવક નથી પરંતુ કરવેરા રિટર્ન ભરવાનું રહેતું હોય કે રિફંડ લેવાનું રહેતું હોય તેમને આયોજન કરવાની જરૂર છે. ધારો કે કોઇને વ્યાજની 2 લાખ રૂપિયાની વ્યાજની આવક છે. આવકવેરા કાયદાની કલમ 194A હેઠળ વ્યાજની આવક ઉપર 10 ટકાના દરે ટીડીએસ કરવાની જોગવાઇ છે.


આવકવેરાની મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયા છે તેથી 2 લાખના વ્યાજ ઉપર ટીડીએસ થાય તો તેનું રિફંડ લેવાની પ્રક્રિયા કરવી પડે છે. આવકવેરા કાયદાની કલમ 197A હેઠળ ફોર્મ નંબર 15જી રજૂ કરી શકો એવી જોગવાઇ છે. જો કે કલમ 80સી હેઠળની કપાત લીધા બાદ કુલ આવક 2.5 લાખની મર્યાદામાં આવતી હોય તો તેઓ ફોર્મ નંબર 15જીનો લાભ લઇ શકશે નહીં. તમારી કુલ ગ્રોસ આવક 2.5 લાખની મુક્તિ મર્યાદામાં હોય તો જ ફોર્મ નંબર 15જી આપી શકાશે.


કોઇ એક સિનિયર સિટીઝનની કુલ ગ્રોસ આવક 4.25 લાખ રૂપિયા છે. આ કુલ ગ્રોસ આવકમાંથી 1.5 લાખ રૂપિયાનું કલમ 80સી હેઠળ રોકાણ કરે છે તેથી તેમની કુલ ગ્રોસ આવક 2.75 લાખ રૂપિયા થાય છે. તો આવા કિસ્સામાં જો કોઇ સિનિયર સિટીઝનને ગ્રોસ આવકમાંથી કલમ 80સીની કપાત બાદ કર્યા પછી કોઇ ટેક્સ ભરવાનો થતો નથી તો તેઓ ફોર્મ નંબર 15એચ રજૂ કરી શકે છે.


ફોર્મ નંબર 15જી ભાગીદારી પેઢી અને કંપની સિવાય કોઇપણ વ્યક્તિ આ ફોર્મ રજૂ કરી શકે છે. જેમ કે સોસાયટી, ધર્માદા ટ્રસ્ટ કે એચયુએફ ટીડીએસની કપાત ન થાય તેના માટે ફોર્મ 15જી રજૂ કરી શકે છે. કોઇ એક સિનિયર સિટિઝન નિવૃત્ત થયા ત્યારે ગ્રેચ્યુઇટી અને પીએફની રકમ ડિપોઝિટ કરીને વ્યાજની આવક ઉપર નિર્વાહ કરવાનો છે. ધારો કે 5 લાખ રૂપિયાની વ્યાજની આવક થાય છે તો તેના ઉપર 15જી કે 15એચનો લાભ મળી શકતો નથી.


જ્યારે 5 લાખની આવક ઉપર 10 ટકા દરે 50 હજાર રૂપિયાનો ટીડીએસ કપાય છે. સિનિયર સિટીઝનને 3 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે તો 2 લાખ રૂપિયા ઉપર 5 ટકાના દરે આવકવેરો ભરવાનો રહે છે. તેથી જો ટીડીએસ 10 ટકાના દરે થાય તો કરદાતાએ દર વર્ષે રિફંડ લેવાનું રહે છે. ટીડીએસના અધિકારી સમક્ષ આવકવેરા કાયદાની કલમ 197ની વિશેષ જોગવાઇ અનુસાર ફોર્મ નંબર 13 ભરીને રજૂ કરવાનું રહેશે. જેમાં તમારી આવકની વિગત આપીને નીચા દરે ટીડીએસ થાય તેના અંગેનું સર્ટીફિકેટ ટીડીએસ અધિકારી તરફથી આપવામાં આવશે.


આ સર્ટીકિફેટને નાણાંકીય સંસ્થાને આપવાનું રહેશે તેથી જે-તે સંસ્થા ટીડીએસ નીચા દરે કપાત કરે છે. બચ્ચનજી એક કરોડ રૂપિયાનો ચેક સાઇન કરીને વિજેતા આપતાં હોય પરંતુ તે સંપૂર્ણ રકમ વિજેતાને મળતી નથી. આવકવેરા કાયદાની કલમ 115BB હેઠળ લોટરી, ગેમ-શો કે ઇનામોની આવક છે તે પ્રકારની તમામ આવક ઉપર એજ્યુકેશન સેસ સહિત 30.9 ટકાનો વેરો ભરવાનો રહે છે. આ કલમ અનુસાર કર મુક્તિ મર્યાદામાં ઇનામ મળે છે તો પણ તેના ઉપર 30.9 ટકાનો વેરો ભરવાનો રહે છે.


આ ઉપરાંત આ ટીડીએસ ભરવાની જવાબદારી ઇનામ આપનાર સંસ્થા કે કંપનીએ ચૂકવવાનો રહેશે તેથી જીતનારને કર કપાત કરીને જ ચૂકવણી કરવામાં આવતી હોય છે. આવકવેરા કાયદાની કલમ 194BB અનુસાર 30.9 ટકાનો ટીડીએસ વસ્તુ સ્વરૂપે ઇનામ લાગે તો વસુલ કરવાની જોગવાઇ છે. જેમાં ઓર્ગેનાઇઝર તરફથી વસ્તુનું ઇનામ આપવામાં આવે તે પહેલા ટીડીએસના નાણાં વસુલ કર્યા બાદ જ આપી શકે તેવી જોગવાઇ કલમ 194BBમાં કરવામાં આવી છે.


લેખકો માટે બે મહત્ત્વની જોગવાઇઓ છે. સીબીડીટીએ એક સર્ક્યુલર ઓથર્સ ગીલ્ટ ઓફ ઇન્ડિયાએ આપ્યો હતો. જે મુજબ લખાણો માટે 25 હજાર રૂપિયા સુધીની રકમ રોયલ્ટી તરીકે મળતી હોય તો આવી રકમ 25 ટકા અથવા તો 5 હજાર રૂપિયા બેમાંથી જે ઓછી હોય તે કપાત તરીકે બાદ મળશે. આ કપાત લેખન પ્રવૃત્તિ માટે કોઇપણ નાનો-મોટો ખર્ચ કર્યો હોય જેમ કે ફોટોકોપી, સ્ટેશનરી ખર્ચ જેવા ખર્ચ માટે સ્ટાન્ડર્ડ ડિડ્કશન તરીકે બાદ આપવામાં આવે છે.


આર્ટીસ્ટીક લિટરરી કે સાયન્ટિફિક પુસ્તકો પ્રકાશિત કર્યા હોય તેમને કલમ 80QQB હેઠળ લેખકોને મૌલિક સર્જન માટે કપાત બાદ મળે છે. જેમાં રોયલ્ટીના બે પ્રકાર અનુસાર કપાત બાદ મળે છે. જેમ કે લંમ્પસમ રોયલ્ટી હોય તો 3 લાખ રૂપિયા સુધી અને વાર્ષિક કે રનિંગ રોયલ્ટી કુલ પુસ્તક વેચાણના 15 ટકા સુધીની રકમની કપાત બાદ મેળવી શકે છે. જો કે આ મૌલિક સર્જનમાં પાઠ્યપુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.