બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 19, 2017 પર 17:40  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાંકીય ધારો 2017 પસાર કરવામાં આવ્યો ત્યારે 139AA દાખલ કરવામાં આવી હતી. જે અંતર્ગત પાનકાર્ડની સાથે આધાર કાર્ડને લિન્ક કરવું ફરજિયાત રહેશે. આ લિન્ક સમયે પ્રશ્ન એ આવે કે પાન કાર્ડમાં લખાયેલ નામ અને આધાર કાર્ડમાં લખાયેલા નામના પ્રિફિક્સના લીધે ઘણી વિસંગતતા ઉભી થાય છે. આવી નામને લગતી સમસ્યાને ધ્યાનમાં લેતાં ગત સપ્તાહે જ સીબીડીટી અને સીપીસી કરદાતાને પાન નંબર આધારે ઇ-મેઇલ પણ મોકલી આપ્યા છે.


જે મુજબ પાન નંબર લખો અને આધાર કાર્ડ મુજબ નામ લખો એટલે સંપૂર્ણ લિન્કિંગ પ્રોસેસ પૂર્ણ થશે. આ લિન્કિંગના આધારે આવકવેરા રિટર્ન ભરવામાં કોઇ મુશ્કેલી રહેશે નહીં. સ્કોલરશિપ કે નોકરી દ્વારા કમાયેલી રકમ મોકલી શકે છે. ભારતમાં કે ભારત બહાર સ્કોલરશિપની રકમ આવકવેરા કાયદાની કલમ 10 પેટાકલમ (16) હેઠળ કરમુક્ત રહેશે. કોઇપણ વ્યક્તિ નાણાંકીય વર્ષ દરમિયાન 182 કે તેથી વધુ દિવસ માટે દેશની બહાર રહે છે તો તેના રહેઠાંણના હોદ્દાને બિનરહીશ ગણવામાં આવે છે.


જો વ્યક્તિ બિનરહીશ છે તો તેની કોઇપણ આવક ઉપર તેને ભારતમાં આવકવેરાની કોઇ જવાબદારી રહેશે નહીં. 15 વ્યક્તિ તમારા એચયૂએફને બક્ષિસ આપી છે તેના ઉપર કરપાત્રતા તો રહેશે. આવકવેરા કાયદાની કલમ 56(2) હેઠળ કોઇપણ શખ્સને રૂપિયા 50 હજારથી વધુ રકમની બક્ષિસ અન્ય સ્ત્રોતમાંથી થયેલી કરપાત્ર આવક ગણવામાં આવે છે. વસિયતનામા કે વારસામાં મળેલી રકમ કોઇપણ મર્યાદા વગર કરમુક્ત છે.


આપને મળેલી બક્ષિસ નિયત સગાંઓ દ્વારા બક્ષિસ મળી હોય તો કરમુક્ત રહેશે. આપના બહેન તરફથી મળેલી રકમ એચયૂએફને મળે છે તેથી કરપાત્ર રહેશે. જ્યારે અન્ય રૂપિયા 5.5 લાખની ભેટ એચયૂએફને મળી છે તેના ઉપર પણ કરપાત્રતા રહેશે. આ અંગેનું નાણાંકીય આયોજનના ભાગ રૂપે રૂપિયા 1.5 લાખનું રોકાણ 80Cમાં કરી શકો છો. તેથી બક્ષિસની કુલ રકમમાંથી રૂપિયા 3 લાખનું સ્ટાન્ડર્ડ ડિડ્કશન અને રૂપિયા 1.5 લાખ 80Cમાં રોકાણ કર્યા બાદ 5%ના ટેક્સ સ્લેબના આધારે રૂપિયા 12 હજાર ટેક્સ ભરવાનો રહે છે.


સાથે ધ્યાનમાં રાખજો બક્ષિસની રકમને સમજાવી શકો તેવી રકમ નહીં હોય તો 83% સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે. આવકવેરા કાયદાની કલમ 111A મુજબ જો કોઇ કરદાતા એચયૂએફના કેસમાં અન્ય કોઇ કરપાત્ર આવક નથી તો તેની કરપાત્રતાં નક્કી કરવા માટે કરમુક્તિ મર્યાદાની ગણતરીમાં એસટીસીજી લક્ષમાં લઇ શકાશે. શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન હેઠળ કોઇપણ પ્રકારની રોકાણ કપાતનો લાભ મળશે નહીં.


આ ઉપરાંત બિનરહીશના કેસમાં કોઇપણ પાયાની છૂટનો લાભ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ મુક્તિનો લાભ મળશે નહીં. આવકવેરાના કાયદા હેઠળ પેન્શનરની આવકને કોઇ કરમુક્તિનો લાભ આપ્યો નથી. પહેલાંના સમયમાં સ્ટાન્ડર્ડ ડિડ્કશન મળતું હતું હાલ તો એ પણ નથી મળી રહ્યું છે. ફેમિલિ પેન્શનની આવકને અન્ય સ્ત્રોતની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણવામાં આવે છે. ફેમિલિ પેન્શનની આવકમાંથી 33% અથવા રૂપિયા 15 હજાર બેમાંથી જે ઓછી હોય તે તમને કપાત તરીકે બાદ મળી શકે છે.


આવકવેરા કાયદા કલમ 24 હેઠળ નિયત વ્યાજ કપાતની મર્યાદા રૂપિયા 2 લાખની છે. જો તમારા કેસમાં રૂપિયા 20 કે 22 લાખથી વધુની હોમલોન હોય તો સંયુક્ત રીતે મકાન અને લોન લેવાનું આયોજન કરો છો. ઘરની માલિકી અને સંયુક્ત લોન હશે તો બંનેને આવકવેરા કાયદાની કલમ 24 હેઠળ કપાતનો લાભ મળી શકે છે. નાણાં તમારા છે અને રોકાણ તમારું છે પરંતુ પત્નીનું નામ જોઇન્ટમાં રાખ્યું છે તો આકારણી અધિકારી તેને બે ભાગમાં વહેંચી શકે નહીં.


દિલ્હી હાઇકોર્ટમાં વર્ષ 2011માં કમિશનર વિરુદ્ધ રવિન્દ્રકુમાર અરોરાના આવા જ કેસમાં કરદાતાંની જીત થઇ હતી. આ સાથે હાઇકોર્ટે ચુકાદો આપ્યો કે કાયદામાં એવો કોઇ બાધ નથી જોઇન્ટ નામ હોવાથી કરદાતાને કરમુક્તિના લાભથી વંચિત રાખો તે યોગ્ય નથી. આ નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પણ ચેલેન્જ થયો નથી.