બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 03, 2017 પર 09:40  |  સ્ત્રોત : CNBC-Bajar

આ નવી જોગવાઇ નિયમ 114Eનાં પેટાનિયમ 5 હેઠળ લાવવામાં આવી છે. હાઇવેલ્યુ ટ્રાન્ઝેક્શન જેમાં મિલકત ખરીદ-વેચાણ કે બેન્ક ટ્રાન્ઝેક્શનમાં પાનકાર્ડની વિગતો આપવી ફરજિયાત છે. અત્યાર સુધીની જોગવાઇમાં બેન્ક, ફંડ હાઉસ કે રજિસ્ટ્રાર તરફથી આ વિગતો આપવાની રહેતી હતી. પરંતુ નવા નાણાંકીય વર્ષથી કોઇપણ વ્યવહારમાં રૂપિયા 2 લાખથી વધુની રોકડ સ્વીકારવામાં આવી હોય તો.


આવકવેરા કાયદા અનુસાર ટેક્સ ઓડિટને પાત્ર કરદાતાએ વર્ષ દરમિયાન કોઇપણ એક નાણાંકીય વ્યવહાર હેઠળ રૂપિયા 2 લાખથી વધુ રકમ રોકડમાં સ્વીકારી હોય તેમણે આ રિટર્ન ભરવાનું રહેશે. આ રિટર્નમાં જેમની પાસેથી રકમ રોકડમાં મેળવેલી હોય તેનું નામ, સરનામું અને પાન નંબર લેવો ફરજિયાત રહેશે. આ રિટર્ન ભરવા માટે સૌપ્રથમ તો અહીંયા નોંઘણી કરવાની જરૂર રહેશે. તમે કોઇપણ વ્યવહાર ન કર્યો હોય તો પણ રજીસ્ટ્રેશન કરવું અને રિટર્ન ભરવું એ થોડી મુશ્કેલ સ્થિતિ છે.


તેથી સીબીડીટીએ ખુલાસો આપ્યો કે ઇ-ફાઇલિંગના પોર્ટલમાં જઇને કમ્પ્લાયન્સમાં જઇને નોટીસ મળી હોય તો તેમાં નીલ જવાબ આપી શકો છો. જો વ્યવહાર કર્યો હોય તો રિટર્ન ભરવાની જોગવાઇ કરશો અને જો વ્યવહાર ન કર્યો હોય તો કમ્પ્લાયન્સમાં જઇને નીલ અથવા તો નોટ એપ્લિકેબલ જવાબ આપવાનો રહેશે.


ચાલુ આકારણી વર્ષથી આવકવેરા રિટર્ન તો જ ભરી શકાશે જો આપનું પાનકાર્ડ આપના આધાર કાર્ડ સાથે લિન્ક કરેલ હશે. ભારતમાં રહીશ હોય એવી કોઇપણ વ્યક્તિએ આધાર કાર્ડ લેવું અનિવાર્ય છે. આ જોગવાઇ પહેલી જુલાઇ 2017થી અમલી બને છે. પાનકાર્ડ લેવા માટે પણ આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. લિન્ક પ્રોસેસ સરળ બનાવવામાં આવી છે. ઇ-ફાઇલિંગની પોર્ટલ પર જઇને લિન્ક આધારનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.


આ ઓપ્શન સિલેક્ટ કરવાની સાથે પાન નંબર માંગશે ત્યારબાદ આધાર કાર્ડની વિગત આપવાની રહેશે. ત્યારબાદ જો આવકવેરા વિભાગના ડેટાબેઝ સાથે આપની વિગત મેચ થશે તો તરત જ આપને જવાબ આવી જશે કે આધાર કાર્ડ પાનકાર્ડ સાથે લિન્ક થઇ ગયું છે. આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગત અનુસાર વેબસાઇટ પરથી જો લિન્ક ન કરી શકો તો એસએમએસ દ્વારા લિન્ક કરી શકો છો. એસએમએસ દ્વારા રજિસ્ટ્રેશન માટે આ નંબર પર એસએમએસ કરી શકાશે 56768 અથવા 56161. શરૂઆતમાં આવા કેસમાં મુશ્કેલીઓ પડી હતી.


ત્યારબાદ તેમાં તાત્કાલિક કેટલાંક સુધારા કરવામાં આવ્યા હતા. જો તમારી જન્મતારીખ અને જેન્ડર મેચ થતી હોય પરંતુ નામમાં મિસમેચ થતી હોય તો તેવા કેસમાં તમારા રજિસ્ટર મોબાઇલ નંબર પર ઓટીપી નંબર આવશે તેને એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ તેને સીપીસી દ્વારા લિન્ક કરી આપવામાં આવશે. પાનકાર્ડ ઇશ્યુ થયું ત્યારે મીતા રાજેન્દ્ર શાહના નામે છે ત્યારબાદ લગ્ન થાય અને આધાર કાર્ડ કઢાવ્યું તેમાં મીતા લતેશ મહેતા નામ છે.


આ કેસમાં પણ તેમને જન્મતારીખ અને જેન્ડર મેચ થતી હોય પરંતુ નામમાં મિસમેચ થતી હોય તો તેવા કેસમાં તમારા રજિસ્ટર મોબાઇલ નંબર પર ઓટીપી નંબર આવશે તેને એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ તેને સીપીસી દ્વારા લિન્ક કરી આપવામાં આવશે. ઘણી વખત એવું પણ બને કે મોબાઇલ નંબર-એડ્રેસ બદલાયું છે તેમને અપડેટ કરી પાન કાર્ડમાં વિગતો આપવાની રહેશે. આ વિગતો ઇ-ફાઇલિંગ પોર્ટલ પર આપવાની રહેશે તેની સાથે આપને એક એક્નોલોજ નોટ મળશે જેમાં આ પ્રોસેસ ચાલુ થઇ ગઇ છે તેની વિગત મળશે.