બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Wed, 13, 2017 પર 11:36  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્ટેમ્બર 2017માં વડાપ્રધાને કહ્યુ કે સીધા કરવેરાનો કાયદો 1961માં ઘડવામા આવ્યો હતો. તેમાં અત્યાર સુઘીમાં હજારો સુધારા પણ આવ્યા છે. તેમાં ટેક્સેશન સુધારા અને નાણાંકીય બિલ દ્વારા પણ સુધારા થયા છે. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સીધા કરવેરાના કાયદાના સારા પાસાને લક્ષમાં રાખીને નવું માલખું બનાવવાની વાત કરી છે. કદાચ પ્રછમ વખત કાયદા ઘડવાની પ્રક્રિયામાં પારદર્શક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.


ટાસ્ક ફોર્સનાં 7 સભ્યો છે જેમાં બે મેમ્બર આવકવેરા અધિકારીઓ છે. અરવિંદ સુબ્રમણિમ સહિત બે અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે. આ સિવાય 3 ટેક્સ પ્રોફેશ્રલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટાસ્ક ફોર્સની કામગીરી શરૂ થવા જઇ રહી છે અત્યારે કંઇપણ કહેવું સહેલું ગણાશે. વડાપ્રધાને પોતે પણ કરવેરાના કાદામાં જરૂરી સુધારા થયા તેનો રસ દાખવ્યો છે. આકારણી કાર્યવાહી ટેક્સ પેયર ફ્રેન્ડલી રાખવામાં આવે તેમજ લિટિગેશનને મિનિમમ કેમ કરવા એ દિશામાં શ્રેણીબધ્દ્વ પગલાં પણ લેવામાં આવ્યા છે.


આવી એક કાર્યવાહી પહેલા ઇશ્રર કમિટી અંતર્ગતમાં પણ કરવામાં આવી હતી. બેગ્લોરની ઇન્કમટેક્સ એપ્લેટ ટ્રિબ્યુનલે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદો હજુ અંતિમ નથી કારણ કે હાઇકોર્ટ તરફથી આ અંગે ચુકાદો નથી આવ્યો છે. એક કર્મચારી નોકરીમાં નિવૃત્ત થયા પછી પણ તેમણે ઘણાં વર્ષો સુધી પીએફ ચાલુ રાખ્યું હતું. આવકવેરાની કલમ 10 પેટાકલમ 12 હેઠળ પીએફ અંતર્ગત મળતું વ્યાજ કરમુક્ત છે. આવકવેરા વિભાગ કહ્યું કે માત્ર નોકરીમાં હોય તેવા કર્મચારી માટે માન્ય પીએફ ઉપર વ્યાજ કરમુક્ત છે.


પરંતુ કર્મચારી નિવૃત્ત થયા બાદપણ પીએફમાં નાણાં રાખે તો તેના પર મળતુ વ્યાજ કરમુક્ત ગણાય નહીં. કરદાતાં વેપારી પધ્દ્રતિથી હિસાબ ગણતો હતો તેથી પાછલા વર્ષોની ગણતરી કરી છે. વ્યાજ ઉપર આવકવેરો વસુલવાનો રહેશે. પીએફના નાણાં ઉપાડી લઇને અન્ય વ્યાજમુક્ત સાઘનોમાં રોકાણ કરવું વ્યાજબી રહેશે.