બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 15, 2017 પર 17:38  |  સ્ત્રોત : CNBC-Bajar

કોઇપણ પ્રકારના કાગળ ઉપર તમારું વસિયતનામું બનાવી શકો છો. કોઇપણ સ્ટેમ્પ પેપર કે ખાસ પ્રકારના કોઇ કાગળની જરૂર રહેતી નથી. ગ્રીન પેપર કે લીગલ પેપર હોવાની જરૂરીયાત નથી. કોઇપણ પ્રકારનું રજિસ્ટ્રેશન જરૂર નથી. પરંતુ વીલ ઉપર વાદ-વિવાદ ઉભો થવાની શક્યતાં હોય તો એને રજિસ્ટર્ડ કરાવવુ સલાહ ભર્યુ ગણાય છે. કાયદાકીય રીતે વિલ માટે કોઇ રજિસ્ટ્રેશનની જરૂર નથી. કોઇપણ વીલ બે સાક્ષીઓ દ્વારા એટેસ્ટેડ નહીં હોય ત્યાં સુધી એ માન્ય રહેશે નહીં. સાક્ષીઓની હાજરીમાં વીલ કર્તાએ સહી કરી છે તેની સાબિતી માટે જરૂર છે.


સાક્ષીઓની હાજરીમાં તમે આ સહી કરી છે એટલા પૂરતી જ તેમની જરૂરીયાત છે. વીલની ગોપનીયતા માટે સાક્ષીઓને વીલ વંચાવ્યા વગર પણ સહી કરાવી શકાય છે. આખું વિલ નવેસરથી બનાવ્યા વગર પૂરક વિલ પણ બનાવી શકો છો. આ પૂરક વિલ મૂળ વિલ સાથે માન્ય રહેશે. કાયદાકીય રીતે જે છેલ્લું વિલ હશે તે જ માન્ય રહેશે. છેલ્લાં વિલ પહેલાંના વિલ ઓટોમેટિક અમાન્ય બની જશે. વીલ તમારા અવસાન બાદ જ અમલમાં આવે છે.


તેથી વ્યવહારુ રીતે એક્ઝીક્યુટરની જરૂર છે. એક્ઝીક્યુટર અનિવાર્ય નથી પરંતુ મિલકતની વહેંચણી અંગેની કામગીરી માટે તે જરૂરી છે. કાયદા મુજબ એક્ઝીક્યુટર વિલનો બેનિફિશયર ન હોવો જોઇએ એવી કોઇ જોગવાઇ નથી. પ્રોબેટ વિશે ઘણી સમજ અને ગેરસમજ પ્રવર્તી રહી છે. વિલ કોર્ટ સમક્ષ રજૂ કરીને સાબિત કરવાની કાર્યવાહી કરવામાં આવે તેને પ્રોબેટ કહેવામાં આવે છે. ઘણાં લોકો એવું માને છે કે વિલ હોય એટલે પ્રોબેટ જરૂરી છે.


પરંતુ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા આ અંગેની સ્પષ્ટતાં આપી છે. ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટતાં કરી છે કે ગુજરાતની મિલક્ત હોય તો વસિયતકારે પ્રોબેટ લેવાનું બિલકુલ જરૂરી નથી. તમે સ્થાવર અને જંગમ મિલકત પત્નીને મળે તેવી જોગવાઇ કરી શકો છો. પરંતુ પત્ની હયાત ન હોય ત્યારબાદ મિલકત કોને મળે તે પણ વસિયતકાર નક્કી કરી શકે છે. જેમાં પત્નીને મિલકતને તબદીલ કરવાનો અધિકાર ન રહે છે. મિલકત પત્ની હયાત ન રહે ત્યારે ક્યા સંતાનો કે સંતાનને આપવાની રહેશે તેનો વીલમાં ઉલ્લેખ કરી શકાય છે.


પતિ અને પત્ની જોઇન્ટ વીલ બનાવી શકે છે. જેમાં પતિની ગેરહાજરીમાં મિલકત પત્નીને મળે અને પત્નીની ગેરહાજરીમાં મિલકત પતિને મળે છે. જ્યારે પતિ અને પત્ની બંનેનું અવસાન થાય તો મિલકત આપવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી આમાં એક કંન્ટીજન્સી પ્લાન બનાવીને વીલમાં ઉલ્લેખ કરવો જરૂરી છે. વીલ હેઠળ પોતાની વ્યક્તિગત માલિકીની મિલકતના અધિકારો આપી શકો છો. વારસાગત મિલકત કે HUFની મિલકતમાં વીલ બનાવી શકો પરંતુ તેમાં તમારી હિસ્સેદારી હોય એટલા પૂરતાં હિસ્સાનું પ્રોવિઝન વીલમાં કરી શકો છો. નોમિની મિલકતના માલિક બની શકતાં નથી. નોમિનેશન માત્ર સુવિધા માટેની જોગવાઇ છે.


તમારી અનઉપસ્થિતિમાં નોમિની બેન્કમાં કે અન્ય મિલકત મેળવી શકે છે પરંતુ તેના માલિક બની શકતાં નથી. વીલ ટેક્સ પ્લાનિંગ માટે પણ ઘણું મહત્ત્વનું છે. પત્ની, પુત્રને જે મિલકતની વહેંચણી કરવામાં આવે ત્યારે તેમના ટેક્સ બેક્રેટને ધ્યાનમાં રાખીને મિલકતની વહેંચણી કરી શકો છો. સાથે સેક્શન 64 ક્લબિંગની જોગવાઇ વીલ હેઠળ મુક્તિનો લાભ મેળવી શકો છો. કરવેરા આયોજનની દ્રષ્ટ્રીએ પણ વીલ સંબંધિત જોગવાઇ ઘણી ઉપયોગી રહે છે.