બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ટેક્સ પ્લાનિંગ: દર્શકોનાં સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 12, 2017 પર 17:44  |  સ્ત્રોત : CNBC-Bajar

મારા માતા-પિતા સિનિયર સિટીઝન છે અને તેઓ મારા સગીર વયના સંતાનના નામે રોકાણ કરે છે અને સગીરના સંતાનના એકાઉન્ટનો ગાર્ડિયન હું છું તો મારી કરપાત્રતા શું રહેશે?


આવકવેરા કાયદાની કલમ 64 (1A) હેઠળ સગીર સંતાનની પોતાની કળા કે હુન્નર સિવાય કમાયેલી આવક સિવાયની આવક તેના માતા કે પિતા જેમની આવક વધુ હોય તેમની આવકમાં ઉમેરાય છે. તમે એકાઉન્ટમાં ગાર્ડિયન છો તેથી આ રોકાણમાંથી જે આવક ઉભી થાય તે તમારી આવકમાં ઉમેરવામાં આવશે. સંતાન સગીર છે ત્યાં સુધીમાં રોકાણોના વેચાણ ઉપર ટૂંકાગાળાનો મૂડી નફો કે ડેટ ફંડમાં રોકાણ હોય અને લાંબાગાળાનો મૂડી નફો ઉદ્દભવે તે કરપાત્ર રહેશે. 


પરંતુ આપનો સગીર સંતાન 18 વર્ષ પૂર્ણ કરે છે તેથી જે રોકાણમાંથી ઉદ્દભવતી આવક પુખ્ત વય ઉપર મળી રહી છે તેથી તે આપની આવકમાં ઉમેરાશે નહીં. અર્થાત આપના સગીર વયના સંતાન માટે ગ્રોથ આધારિત રોકાણ કરો ત્યારે એ ધ્યાનમાં રાખવું તેની મેચ્યોરિટી સંતાન પુખ્ત વયના થાય ત્યારે મળે છે. જો આમ કરવામાં આવે તો સગીર વયના સંતાન માટે કરેલા રોકાણમાંથી ઉદ્દભવતી રકમ પુખ્તવયે જો પાકશે તો તે આપની આવકમાં ઉમેરાશે નહીં.


વસિયતનામા કે વારસા હેઠળ કોઇપણ શખ્સને કંઇપણ રકમ મળે તેને આવકવેરા કાયદા હેઠળ મૂડીરૂપી રકમ મળી છે તેમ ગણવામાં આવે છે. આવી મૂડીરૂપી રકમ કરપાત્ર રહેતી નથી. 50 હજાર રૂપિયા કે તેથી વધુ રકમ કોઇપણ અવેજ વગર મળે છે તો તે આવકવેરા કાયદાની કલમ 56(2) હેઠળ કરપાત્ર છે. અપવાદ એ છે કે નિયત સગાં તરફથી જો આવી રકમ મળે છે તો કરમુક્ત છે. પરંતુ તે સિવાય એક કે વધુ વ્યક્તિ તરફથી 50 હજારથી વધુની રકમ મળે છે તો તેના ઉપર કરપાત્રતા રહે છે.


જ્યારે તમારા કિસ્સામાં આપના પિતા તરફથી જે રકમ મળી રહી છે તેથી તેના ઉપર કરવેરાની જવાબદારી રહેશે નહીં છે. જ્યારે વસિયત હેઠળ સગા-સંબંધી સિવાય પાસેથી પણ જો કોઇ રકમ મળે તો તેના ઉપર પણ કરવેરાની જવાબદારી રહેતી નથી છે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં કોઇપણ વ્યક્તિના નામે મહત્તમ 15 લાખ રૂપિયાનું રોકાણ થઇ શકે છે. તમારા કિસ્સામાં એક એકાઉન્ટમાં 15 લાખ રૂપિયાના ક્વોટા પૂર્ણ થયા બાદ તમારી પત્નીને પ્રાયમરી એકાઉન્ટ હોલ્ડર બનાવીને વધારાના 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.


વ્યવહારુ સૂચન એ છે કે પત્નીના નામે ખોલાવેલા સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં જમા થતી રકમ આપના પત્નીના ખાતામાંથી ડિપોઝિટ થાય છે. અન્યથા તમારા જ ખાતામાંથી રકમ જશે તો ટેક્સ બેનિફિટ લેતાં સમયે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં વ્યાજદરનો તો ફાયદો છે જ સાથે કલમ 80સી હેઠળની કપાતનો લાભ મળી શકે છે. શિરિષ હરિયા અંજાર, ભૂજ છે. નવા નાણાંકીય ધારા બાદ ખેડૂતો અને ખેતપેદાશોની ખરીદીના સંદર્ભમાં 2 લાખ રૂપિયાથી વધુના રોકડમાં કરી શકાય કે નહીં.


નવા નાણાંકીય ધારા બાદ ખેડૂતો અને ખેતપેદાશોની ખરીદીના સંદર્ભમાં 2 લાખ રૂપિયાથી વધુના રોકડમાં કરી શકાય કે નહીં?


કલમ 269એસટી મુજબ કોઇપણ વ્યક્તિ એક જ વ્યવહારના સંદર્ભમાં 2 લાખ રૂપિયાથી વધુ રકમ રોકડમાં સ્વીકાર કરવા ઉપર 100 ટકા દંડની જોગવાઇ છે. જો કે આમાં આવકવેરા કાયદાની કલમ 271ડીએ હેઠળ કારણદર્શક ઉદ્દેશ્ય હોય તો તેમાં અપવાદરૂપ સંજોગોને આધીન છૂટ આપવામાં આવી છે. પોતાના બેન્ક એકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયાની રોકડ રકમ ઉપાડવામાં આવે છે તો તેમાં કલ 269એસટી લાગુ પડશે નહીં. અપવાદરૂપ સંજોગોમાં નિર્દેશ કર્યો છે તેમાં કલમ 269એસએસ અપવાદ તરીકે કોની પાસેથી સ્વીકારી શકે તેની વિગત આપી છે.


જે મુજબ બંને શખ્સની ફક્ત ખેતીની જ આવક અન્ય કોઇ આવક ન હોવી જોઇએ અર્થાત બંને પક્ષકાર ખેડૂત હોય તો જ તેમાં કલમ 269SS લાગુ પડશે નહીં છે. જ્યારે આપના પ્રશ્ન મુજબ ખેડૂતોને ચૂકવણી બજાર સમિતિ તરફથી કરવામાં આવે છે તેથી બંને પક્ષકાર ખેડૂત નથી છે. તો આવા કિસ્સામાં કલમ 269એસટી અમલી બનશે. કાયદા મુજબ માતા-પિતા એમની પુત્રી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 1.5 લાખ રૂપિયા જમા કરાવે કે કરે તો તેના ઉપર કલમ 80સી હેઠળ કર કપાતનો લાભ મળી શકે છે.


આપના કિસ્સામાં આપના પિતા એમની પૌત્રીના સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકતાં નથી છે. જ્યારે કલમ 80સી મુજબ રોકાણ ગાર્ડિયન કે માતા-પિતા દ્વારા રોકાણ કરવામાં આવે તો જ કર કપાતનો લાભ મળે છે. કલમ 80સી હેઠળ તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરો અને તમારા પિતાને વિનંતી કરી શકો તમારા અન્ય કલમ 80સી હેઠળના રોકાણોમાં તેમના દ્વારા રોકાણ કરવામાં આવે છે. આનો લાભ એ છે કે આપના પિતા આપના માટે રોકાણ કરશે તો તેઓ કપાતનો લાભ લઇ શકશે છે.


કારણ કે આપના પિતા એમના પુત્ર માટે જે રોકાણો કરે છે તેના ઉપર કલમ 80સી હેઠળ કર કપાતનો લાભ લઇ શકે છે. પાનકાર્ડ હોવું એટલે ટેક્સ ભરવો કે રિટર્ન ભરવું ફરજિયાત નથી છે. આ દેશમાં કરોડો લોકો પાનકાર્ડ ધરાવે છે પરંતુ તેમને કરપાત્ર આવક નથી તેથી તેમને આવકવેરા રિટર્ન ભરવું ફરિજયાત નથી. આવકવેરા કાયદાની કલમ 139 હેઠળ જેમની આવક કરપાત્ર મર્યાદાથી વધતી હોય તો જ તમારે રિટર્ન ભરવું ફરજિયાત છે.